શ્રેયસ ઐય્યર અને શુભમન ગિલથી નારાજ છે સુનિલ ગાવસ્કર, જાણો કેમ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર અને શુભમન ગિલથી ખુશ નથી. શુભમન ગિલે ભલે બાંગ્લાદેશ વિરુદ્ધ અડધી સદી ફટકારી હોય, પરંતુ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે આ બંને ખેલાડીઓએ પોતાનું ધૈર્ય ગુમાવીને વિકેટ ગુમાવી દીધી. જો કે, વિરાટ કોહલીએ વિસ્ફોટક સદી ફટકારી. તો રોહિત શર્માએ ભારતીય ટીમને ફરી એક વખત સારી શરૂઆત અપાવી. શ્રેયસ ઐય્યર ઓપનર શુભમન ગિલ આઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતર્યો, જે અડધી સદી બનાવીને આઉટ થઈ ગયો.

શુભમન ગિલ લોંગ ઓનને ક્લિયર કરવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. તો શ્રેયસ ઐય્યર સતત કોહલી સાથે સિંગલ્સ અને ડબલ્સનો ફાયદો ઉઠાવી રહ્યો હતો, જેમણે પોતાનું ધૈર્ય ગુમાવી દીધું. તેમણે એક હવાઈ શૉટ રમવાનો પ્રયાસ કર્યો, જેનું પરિણામ એ રહ્યું કે, તે પણ મહમુદુલ્લાહના હાથે કેચ આઉટ થઈ ગયો. તેના પર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેણે (શ્રેયસ ઐય્યરે) પોતાનું ધૈર્ય ગુમાવી દીધું. તે 19 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. શુભમન ગિલ (51) અડધી સદી પર બેટિંગ કરી રહ્યો, તેણે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. તમારે એ જાણવું પડશે કે સદી કેવી રીતે બનાવવામાં આવે. શુભમન ગિલ ઓછામાં ઓછી સદી બનાવી રહ્યો છે.

શ્રેયસ ઐય્યર સદી બનાવી રહ્યો નથી. તેમણે આ પ્રકારની પીચો અને આટલી નબળી બોલિંગ વિરુદ્ધ નંબર-4 પર બેટિંગ કરવાનો અવસર મળી રહ્યો છે અને તે આ અવસર ગુમાવી રહ્યા છે. સુનિલ ગાવસ્કર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીથી પ્રભાવિત નજરે પડ્યા, જેમણે 48મી વન-ડે સદી ફટકારી અને તે સચિન તેંદુલકરની નજીક પહોંચી ગયો. તેમણે કહ્યું કે, કોહલી એવું ક્યારેય કરતો નથી, કોહલી કદાચ જ ક્યારેય પોતાની વિકેટ ગુમાવશે. તે તમને પોતાની વિકેટ અપાવે છે અને આ એ જ છે જેની તમને આવશ્યકતા છે. જ્યારે તે 70-80 રન પર પહોંચી ગયો તો તેને અનુભવ થયો કે તેની પાસે સદી બનાવવાનો અવસર છે અને કેમ નહીં. સદી રોજ બનતી નથી.

જો મેચની વાત કરીએ તો બાંગ્લાદેશી ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન લિટન દાસે (66) બનાવ્યા, એ સિવાય, તનજીદ હસને 51 અને મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી. તો 257 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ લક્ષ્ય 41.3 ઓવરમાં હાંસલ કરી લીધું. ભારત તરફથી વિરાટ કોહલીએ (103 રન) સદી ફટકારી, જ્યારે શુભમન ગિલે 53 અને રોહિત શર્માએ 48 રનની ઇનિંગ રમી. કેએલ રાહુલે પણ નોટઆઉટ 34 રન બનાવ્યા હતા. આ ભારતની વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હતી.

 

About The Author

Related Posts

Top News

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો
Copyright (c) Khabarchhe All Rights Reserved.