Video: મેદાન પર તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશી લડી પડ્યા, મામલો મુક્કાબાજી સુધી પહોંચી ગયો! અમ્પાયરે...

દુલીપ ટ્રોફી (2026-27) ફાઇનલમાં, પૂર્વ ઝોનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને વિરોધી ટીમના કેપ્ટન તિલક વર્મા વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. શરૂઆતમાં બંને વચ્ચે મજાકમાં ચાલુ થયેલી વાતચીત પરથી સ્લેજિંગ શરૂ થયું હતું જે અચાનક ઉગ્ર બોલાચાલીમાં બદલાઈ ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે અમ્પાયરોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દરમિયાનગીરી કરવી પડી.

02

આ ઘટના પૂર્વ ઝોનના પ્રથમ દાવની 11મી ઓવરમાં બની હતી. દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્મા વૈભવ સૂર્યવંશી સાથે સતત વાત કરી રહ્યા હતા અને તેમને ઉપ-કેપ્ટનપદ વિશે સ્લેજિંગ કરી રહ્યા હતા. તિલક વૈભવને કહે છે, 'શું યાર, આ ઉપ-કેપ્ટન!'

થોડીવાર પછી, સ્લેજિંગ ઉગ્ર બોલાચાલીમાં બદલાઈ ગઈ. તિલક વર્મા 15 વર્ષના વૈભવ સૂર્યવંશી તરફ આગળ વધ્યા અને એક હળવો શારીરિક હાવભાવ કર્યો, જાણે કે તે તેને મુક્કો મારવા જતો હોય. પાછળ હટવાને બદલે, વૈભવે તરત જ તેનો સામનો કર્યો. બંને વચ્ચે વધતા તણાવને જોઈને, અમ્પાયરે દરમિયાનગીરી કરી અને ખેલાડીઓને અલગ કર્યા.

03

તિલક વર્મા સાથે મેદાન પર ઝઘડો થાય તે પહેલાં, વૈભવ સૂર્યવંશીનું બેટ ખુબ જોરદાર બોલ્યું હતું. તેણે અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને પૂર્વ ઝોનને મજબૂત શરૂઆત અપાવી. તેઓએ પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી. વૈભવે માત્ર 37 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 44 રનની ઝડપી રમત રમી.

જોકે, ઝડપી બોલર ચામા મિલિંદે તેની અડધી સદી પુરી કરે તે પહેલાં જ તેની ઇનિંગને ખતમ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ શોર્ટ-પિચ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધારાના ઉછાળાથી બોલ તેના બેટની ઉપરના ભાગે લાગીને મિડ-વિકેટ તરફ ગયો. ડીપ સ્ક્વેર લેગથી દોડતા તનય ત્યાગરાજને શાનદાર કેચ પકડ્યો.

04

વૈભવ સૂર્યવંશીની ઇનિંગ્સ 44 રન પર સમાપ્ત થઈ હોવા છતાં, તેણે રેડ-બોલ ક્રિકેટમાં તેની બેટિંગ પર એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. સેમિફાઇનલમાં 92 અને 40 રન બનાવ્યા પછી, તેણે ફાઇનલમાં પણ આક્રમક બેટિંગ કરી. હવે, દુલીપ ટ્રોફી પછી, વૈભવ ભારતીય ટીમ સાથે તેના આગામી કાર્યકાળ માટે આતુર રહેશે. તે અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 શ્રેણીમાં રમશે. શ્રેણીની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાનારી છે.

About The Author

Top News

જીવનનું સૌથી મોટું સત્ય: મૃત્યુ સામે બધું જ હારી જવાનું છે તો આ દંભ અને ગર્વ શા માટે?

(ઉત્કર્ષ પટેલ) એક દિવસ બધું જ જીતીને પણ 'મૃત્યુ' સામે હારી જવાનું છે... તો આ ગર્વ કેવો? ઈર્ષ્યા કેવી? જૂઠું...
Lifestyle 
જીવનનું સૌથી મોટું સત્ય: મૃત્યુ સામે બધું જ હારી જવાનું છે તો આ દંભ અને ગર્વ શા માટે?

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવત હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રવિવારે  તેમણે લંડનમાં 'સેલિબ્રેશન વનનેસ' કાર્યક્રમમાં હાજરી આપી હતી, ...
World 
‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

(ઉત્કર્ષ પટેલ) કુદરતે આપણને અનેક વસ્તુઓ પાસેથી જીવન જીવવાની કળા શીખવાડી છે. તેમાં સૌથી અદ્ભુત ઉદાહરણ છે કમળનું....
Lifestyle 
કમળ કીચડમાં ખીલે છે પણ કીચડની ગંદકીથી દૂર રહે છે

અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

અમેરિકા અને ભારત બે અલગ અલગ દુનિયા છે. ભારતમાં જે કામનું ખુબ ઓછું વેતન મળે છે, તે જ કામ...
World 
અમેરિકામાં પાર્ટ ટાઇમ મહેંદી મુકતી મહિલા દર વર્ષે રૂ. 57 લાખ કમાય છે, નોકરીનો પગાર અલગ

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.