હંમેશાં ટીકા કરતા વેંકટેશ પ્રસાદે ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ રાહુલ વિશે શું કહ્યું

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વન-ડે મેચમાં કે.એલ. રાહુલનો જલવો જોવા મળ્યો. મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કે.એલ. રાહુલે નોટઆઉટ 75 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને 5 વિકેટે જીત અપાવવામાં મદદ કરી. રાહુલે 91 બૉલની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ લગાવ્યો. તેણે પોતાની આ ઇનિંગથી ટીકાકારોના મોઢા હાલ પૂરતા બંધ કરાવી દીધા છે. રાહુલની આ શાનદાર ઇનિંગથી ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ ખૂબ પ્રભાવિત નજરે પડ્યા.

પહેલી મેચની સમાપ્તિ બાદ વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના ભરપેટ વખાણ કર્યા. ટ્વીટર પર તેમણે લખ્યું કે, કે.એલ. રાહુલની શાનદાર ઇનિંગ અને દબાવમાં ઉત્કૃષ્ટ સંયમ. રવીન્દ્ર જાડેજાનો સુંદર સપોર્ટ અને ભારત માટે એક સારી જીત. કે.એલ. રાહુલને લઈને વેંકટેશ પ્રસાદની આ ટ્વીટ વાયરલ થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, વેંકટેશ પ્રસાદ જ છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ માટે કે.એલ. રાહુલની ખૂબ નિંદા કરી હતી. ત્યારે તેઓ ભારતના પૂર્વ ઑપનર બેટ્સમેન આકાશ ચોપરા સાથે સોશિયલ મીડિયા પર એક તીખી બહેસમાં પણ સામેલ થયા હતા.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન વેંકટેશ પ્રસાદે ઘણી બધી ટ્વીટ્સ કરીને કે.એલ. રાહુલને સિલેક્શન અને ખરાબ ફોર્મ પર ખૂબ સવાલ ઉઠાવ્યા હતા. વેંકટેશ પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ટીમમાં હોવાથી અન્ય પ્રતિભાશાળી ક્રિકેટરોને અવસર મળી રહ્યો નથી. વેંકટેશ પ્રસાદે એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કે.એલ. રાહુલની પ્રતિભા અને કુશળતાને લઈને મારા મનમાં ખૂબ સન્માન છે, પરંતુ દુઃખની વાત છે કે તેનું પ્રદર્શન દયનીય છે. તેમણે તો આકાશ ચોપરાને પણ છોડ્યા નહોતા જેમણે કે.એલ. રાહુલનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તેમાં કોઈ શંકા નથી કે, રાહુલ છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ફોર્મ ખૂબ જ ખરાબ છે. વર્ષ 2022ની શરૂઆતથી રાહુલે 6 ટેસ્ટની 11 ઇનિંગ્સમાં માત્ર 175 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 15.90 ની રહી છે અને તેના નામે માત્ર એક અડધી સદી છે. 47 મેચ રમવા છતા રાહુલની ટેસ્ટ કરિયરમાં એવરેજ માત્ર 33.44ની છે. ખરાબ ફોર્મના કારણે રાહુલને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 2 ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટની વિરુદ્ધ વન-ડેમાં રાહુલ શાનદાર કરી રહ્યો છે. ડિસેમ્બર 2022થી તેણે પાંચમા નંબર પર બેટિંગ કરતા ખૂબ લાઇમલાઇટ મેળવી છે. આ દરમિયાન તેણે 7 વન-ડે મેચમાં 280 રન બનાવ્યા છે અને તેની એવરેજ 50 કરતા ઉપરની રહી છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.