જીત બાદ કે.એલ. રાહુલે જે કહ્યું તે સાંભળીને વિરાટ કોહલીને સારું નહીં લાગે

કે.એલ. રાહુલની 53  બૉલમાં 93  રનની શાનદાર ઇનિંગે દિલ્હી કેપિટલ્સ (DC)ને સતત ચોથી જીત અપાવી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 24મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 6 વિકેટથી હરાવ્યું. ટીમની શાનદાર જીતનો હીરો કે.એલ. રાહુલ રહ્યો. તેણે મેચ બાદ કહ્યું કે, વિકેટ મુશ્કેલ હતી, પરંતુ 20 ઓવર સુધી વિકેટકીપિંગ કરવાથી તેને બેટિંગમાં મદદ મળી. જીત માટે 164 રનના લક્ષ્યના જવાબમાં દિલ્હીએ 4 વિકેટ તો 58 રન પર જ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે ટીમને જીત સુધી પહોચાડી.

KL-Rahul2
BCCI

 

દિલ્હી કેપિટલ્સના ખેલાડી રાહુલે મેચ બાદ કહ્યું કે, 'તે મુશ્કેલ વિકેટ હતી, પરંતુ 20 ઓવર સુધી વિકેટ પાછળ રહેવાથી મને તેને સમજવામાં મદદ મળી. મને ખબર હતી કે કયા શોટ્સ રમવાના છે અને હું સારી શરૂઆત કરવા માગતો હતો. આ પ્રકારની વિકેટ પર મને ખબર હતી કે ક્યાં રમવાનું. જો તમારે મોટો સિક્સ મારવો હોય તો તમારે ક્યાં મારવાનો જોઈએ? વિકેટકીપિંગથી મને ખબર પડી રહી હતી કે બેટ્સમેન ક્યાં આઉટ થઈ રહ્યા છે અને ક્યાં સિક્સ ફટકારી રહ્યા છે. નસીબે સાથ આપ્યો કે મારો કેચ છૂટ્યો. તેણે કહ્યું કે, 'આ મારું મેદાનછે, મારું શહેર છે અને મને તેની બાબતે બીજાઓથી વધારે ખબર છે. હું  અલગ-અલગ પ્રકારની વિકેટ પર ઢળવાનો  પ્રયાસ કરું છું. હું અભ્યાસમાં પ્રયોગ કરું છુ. ઘણી વખત આઉટ થઈ જાઉં છું, પરંતુ તેનાથી મને ખબર પડે છે કે મને ક્યાં એક રન મળશે અને ક્યાં 6 રન.

KL-Rahul3
BCCI

 

RCB વિરુદ્ધ આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા, RCBની શરૂઆત શાનદાર રહી, પરંતુ શરૂઆતમાં વિકેટો પડ્યા બાદ ઇનિંગ્સ ડગમગી ગઈ. આ પ્રકારે, RCBની ટીમ જેમ-તેમ સીમિત 20 ઓવરમાં 163 રનના સ્કોર સુધી પહોચી શકી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. RCB58 રનના સ્કોર પર 4 વિકેટ લઈ લીધી હતી, પરંતુ ત્યારબાદ કે.એલ. રાહુલે 53 બૉલમાં નોટ આઉટ 93 રનની ઇનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી. આ દરમિયાન, રાહુલને ટ્રિસ્ટન સ્ટબ્સનો પણ શાનદાર સાથ મળ્યો. આ રીતે, RCBને તેના હોમ ગ્રાઉન્ડમાં અહીના લોકલ બોયએ ધૂળ ચટાવી દીધી.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.