શું કોહલી માતાના કારણે ટેસ્ટથી થયો બહાર, ભાઈ વિકાસ કોહલીએ જણાવ્યું સત્ય

ભારતીય ક્રિકેટ ફેન્સ એ સમયે હેરાન રહી ગયા, જ્યારે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયો અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ લઈ લીધું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ વિરાટ કોહલીનો અંગત મામલો છે. તેના પર અફવા ઉડાવવામાં ન આવે. તેની ગોપનિયતાનું સન્માન કરો. એ પોતાની જાતમાં હેરાન કરનારું હતું કેમ કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ મહત્ત્વપૂર્ણ હતી અને સાથે તેની પૂરી સંભાવના હતી કે તે રામ મંદિર માટે અયોધ્યા જશે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી બહાર થવાને લઈને ઘણા પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાકે દાવો કર્યો કે એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને સંભવતઃ કોઈ પરેશાની થઈ છે. આ કારણે કોહલી અચાનક મેચથી બહાર થઈ ગયો. થોડા દિવસો બાદ જ વધુ એક સમાચાર ચાલવા લાગ્યા કે વિરાટ કોહલીની માતાની તબિયત સારી નથી. તેનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે ક્રિકેટરે એમ કરવું પડ્યું. જો કે, આ બંને જ બાબતે વિરાટ કોહલી અને તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Vikas Kohli (@vk0681)

હવે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સરોજ કોહલીના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓનું ખંડન કર્યું છે. તેણે ફેન્સને ઉચિત જાણકારી વિના નકલી સમાચારો ન ફેલાવવાનો આગ્રહ કર્યો. એવી અફવાઓ હતી કે વિરાટ કોહલીએ પોતાની માતાની બીમારીના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટ મેચોથી બ્રેક માગ્યો હતો. વિકાસ કોહલીએ લખ્યું કે, મેં જોયું છે કે અમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આ ફેક ન્યૂઝ ચારે તરફ ફેલાઈ રહ્યા છે, હું સ્પષ્ટ કરી દઉં કે અમારી માતા એકદમ ફિટ અને સારા છે.સાથે જ હું બધાને અને મીડિયાને પણ અનુરોધ કર્યો કે ઉચિત જાણકારી વિના એવા સમાચારો ન ફેલાવો. ધન્યાવાદ.

ઉલ્લેખનીય છે કે સ્ટાર બેટ્સમેન પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો, જેમાં ભારતને હૈદરાબાદમ ઇંગ્લેન્ડથી 28 રનોથી હાર મળી હતી. BCCIએ ફેન્સ અને મીડિયાને આગ્રહ કર્યો હતો કે તેઓ કોહલીની ગોપનિયતાનું સન્માન કરે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી 2 મેચથી હટવાના કારણો બાબતે અટકળો લગાવતા બચે. આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કે વિરાટ કોહલી સીરિઝની અંતિમ 2 ટેસ્ટ મેચો માટે ટીમમાં વાપસી કરશે કે નહીં. BCCIની સિલેક્શન કમિટી આગામી દિવસોમાં અંતિમ 2 મેચો માટે ટીમની પસંદગી કરશે.

Related Posts

Top News

સિબ્બલે વકીલો માટે કેમ અંબાણી-અદાણી પાસે 50 કરોડ માંગ્યા

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બાર સભ્યો માટે ગ્રુપ મેડિકલ વીમા પોલિસી માટે કેટલાક...
National 
સિબ્બલે વકીલો માટે કેમ અંબાણી-અદાણી પાસે 50 કરોડ માંગ્યા

લાલુ યાદવે પુત્ર તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ગઈકાલે પોતાના સંબંધો વિશે પોસ્ટ કરી હતી

RJDના વડા લાલુ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેણે ગઈકાલે પોતાના...
National 
લાલુ યાદવે પુત્ર તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ગઈકાલે પોતાના સંબંધો વિશે પોસ્ટ કરી હતી

શું શશિ થરૂર ભાજપનો ખેસ પહેરી લેશે?

શશિ થરૂર ભારતીય રાજકારણમાં જાણીતું નામ છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા છે અને પોતાની બુદ્ધિ, વાક્ચાતુર્ય અને આંતરરાષ્ટ્રીય ઓળખ...
Politics 
શું શશિ થરૂર ભાજપનો ખેસ પહેરી લેશે?

ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે રવિવારે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ચાર...
Gujarat 
ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
Copyright (c) Khabarchhe All Rights Reserved.