- Sports
- અમ્પાયરે આઉટ આપ્યો તો પછી કયા નિયમથી બચ્યો શનાકા? ભારત-શ્રીલંકા વચ્ચેની સુપર ઓવરનો રોમાંચ
અમ્પાયરે આઉટ આપ્યો તો પછી કયા નિયમથી બચ્યો શનાકા? ભારત-શ્રીલંકા વચ્ચેની સુપર ઓવરનો રોમાંચ
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2025ની અંતિમ સુપર-4 મેચ ભરપૂર રોમાન્ચથી ભરેલી હતી. સુપર ઓવરથી લઈને વિવાદાસ્પદ રન-આઉટ સુધી, તે એક મેચ રોમાંચક રહી. બંને ટીમોએ 202-202 રન બનાવ્યા. ચાલો જાણીએ કે સુપર ઓવરનો રોમાન્ચ કેવો રહ્યો અને વિવાદાસ્પદ રન-આઉટનો મામલો શું હતો.
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા અભિષેક શર્માના 61 અને તિલક વર્માના 49 રનની મદદથી શ્રીલંકા સામે 203 રનનું લક્ષ્ય રાખ્યું હતું. એશિયા કપ 2025માં આ પહેલી વાર હતું જ્યારે કોઈ ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, શ્રીલંકાએ મજબૂત બેટિંગ પ્રદર્શન સાથે જવાબ આપતા પથુમ નિસંકાના 107 અને કુસલ પરેરાના 58 રનની મદદથી 202 રન બનાવ્યા, જેના પરિણામે મેચ ટાઇ થઈ. જીત કે હારનો નિર્ણય હવે સુપર ઓવરથી નક્કી થવાનો હતો.
https://twitter.com/SonySportsNetwk/status/1971659921092407520
સુપર ઓવરમાં શ્રીલંકાની પહેલા બેટિંગ આવી. કુસલ પરેરા અને દાસૂન શનાકા બેટિંગ કરવા આવ્યા. જોકે, અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર કુસલ પરેરાને આઉટ કરી દીધો. બીજા બોલ પર કમિન્દુ મેન્ડિસે એક સિંગલ લીધો. ત્રીજા બોલ પર કોઈ રન ન થયો, ત્યારબાદ વાઈડ બોલ આવ્યો. ચોથા બોલ પર કોટ બિહાઇન્ડની અપીલ કરવામાં આવી, અને અમ્પાયરે તેને આઉટ આપી દીધો, પરંતુ વિકેટ ન પડી.
સુપર ઓવરમાં ભારત માટે બધું બરાબર ચાલી રહ્યું હતું. અર્શદીપ સિંહે કુસલ પરેરાને શૂન્ય રન પર આઉટ કર્યો અને ચોથા બોલ પર વિકેટકીપર સંજૂ સેમસને દાસૂન શનાકાને રન આઉટ કર્યો હતો. ભારતે માત્ર 3 રન બનાવવાના હતા, અને અર્શદીપ સિંહે લગભગ કામ પૂરું કરી દીધું હતું. પરંતુ શનાકાને આઉટ ન આપવામાં આવ્યો.
અર્શદીપના ઓફ-કટરથી શનાકા છેતરાઈ ગયો અને સિંગલ માટે દોડ્યો. પરંતુ કમિન્દુ મેન્ડિસે ના પાડી દીધી અને તે દરમિયાન સંજૂ સેમસને તેને આઉટ કરી દીધો. પરંતુ એજ સમયે અર્શદીપે અપીલ કરી, દાવો કર્યો કે શનાકા કેચ આઉટ થયો છે અને અમ્પાયરે બોલરની વાત સાથે સહમત થઇને આંગળી ઉંચી કરી દીધી. આનો અર્થ એ થયો કે શનાકા રન આઉટ નહીં, કેચ આઉટ થયો. જ્યારે શનાકાએ આ સાંભળ્યું, ત્યારે તેણે તરત જ રિવ્યૂ લીધું.
TV અમ્પાયરે તપાસ કરી અને જોયું કે શનાકાની બેટ સાથે બોલ લાગ્યો નથી. એટલે સોહેલે પોતાનો નિર્ણય પલટાવવો પડ્યો. આનું કારણ એ છે કે, ICC નિયમો અનુસાર, પહેલો નિર્ણય લાગૂ પડે છે. મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કાયદા 20.1.1.3 મુજબ, બેટ્સમેનને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે, જેથી શનાકા બેટિંગ ચાલુ રાખી શક્યો. જો અમ્પાયરે તેને આઉટ ન આપ્યો હોત, તો તેની ઇનિંગ રન આઉટ સાથે સમાપ્ત થઈ હોત, પરંતુ જ્યારે તેને કેચ આઉટ આપવામાં આવ્યો, ત્યારે આખો મામલો એ વાત પર અટકી ગયો કે શનાકાની બેટને બોલ લાગ્યો છે કે નહીં.
ઇરફાન પઠાણે પણ સમજાવ્યું કે નિર્ણય ભારત વિરુદ્ધ કેમ ગયો. તેણે કહ્યું કે, ‘શનાકાને કેચ આઉટ આપવામાં આવ્યો અને પછી રિવ્યૂ લેવામાં આવ્યો, એટલે બોલ ડેડ થઈ ગયો.’

