યોગેશ્વર દત્ત રિયો ઓલિમ્પિક્સ ક્વોલીફાયર્સમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરશે

ભારતના ટોપ રેસલર યોગેશ્વર દત્ત ભારતની એશિયન ઓલિમ્પિક ક્વોલીફાયર્સની ટીમને લીડ કરશે. આ ક્વોલીફાઈંગ ટુર્નામેન્ટ કઝાકિસ્તાનના એસ્ટાનામાં આ મહિનાની 18 થી 20 તારીખ સુધી રમાશે. ભારતના પુરુષ રેસલર્સની ટીમમાં પાંચ ફ્રી સ્ટાઈલ અને છ ગ્રીકો રોમન રેસ્લર્સ છે. યોગેશ્વર દત્તને ક્વોલીફાય થવા માટે તેની જ ટીમના અમિત ધાંડેકરને હરાવવો જરૂરી બની ગયું છે. યોગેશ્વર અને અમિત વચ્ચે છેલ્લા અમુક મહિનામાં આ બીજી હાઈ-પ્રોફાઈલ રેસલિંગ હશે. આ અગાઉ પ્રો રેસલિંગ લિગમાં પણ આ બંને વચ્ચે મુકાબલો થયો હતો જેમાં યોગેશ્વર દત્તનો વિજય થયો હતો.

અન્ય કેટેગરીઓમાં 57 કિલોગ્રામ વર્ગમાં સંદીપ તોમરને હરાવ્યા બાદ રાહુલ અવારે પણ ક્વોલીફાઈંગ રાઉન્ડમાં રમશે. અન્ય નોંધપાત્ર રેસ્લર્સમાં 86 કિલોગ્રામ વર્ગમાં સોમવીર નું નામ પણ સામેલ છે. સોમવીરે ગોપાલ યાદવને હરાવીને ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

વિમેન રેસ્લર્સની વાત કરીએ તો છ વિમેન રેસ્લર્સ કઝાકિસ્તાન જઈ રહી છે. જેમાં વિનેશ ફોગટ, બબિતા કુમારી અને નવજોત કૌર મુખ્ય છે. વિનેશ 48 કિલોમાં જ્યારે બબિતા અને નવજોત અનુક્રમે 53 અને 67 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેશે. અસ્ટાનાની ટુર્નામેન્ટ પૂરી થયા બાદ આ રેસ્લર્સ જ્યોર્જિયા અને બેલારુસની સફરે પણ જવાના છે. આ વર્ષના ઓગસ્ટમાં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક્સ યોજાવાની છે.

Related Posts

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.