- World
- ધર્મનો મામલો નહીં... મુસ્લિમ દેશ સાઉદીમાં આ કારણે દારૂ પર પ્રતિબંધ લગાવાયો હતો
ધર્મનો મામલો નહીં... મુસ્લિમ દેશ સાઉદીમાં આ કારણે દારૂ પર પ્રતિબંધ લગાવાયો હતો
દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં હજ અને ઉમરાહ કરવા માટે સાઉદી અરબ જાય છે. મુસ્લિમો માટે આ તીર્થયાત્રા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ, એવું માનવામાં આવે છે કે આ દેશમાં હજ અને ઉમરાહ કર્યા બાદ મુસ્લિમોના પાપો માફ થઈ જાય છે. તો બીજી તરફ, ઇસ્લામમાં દારૂને હરામ કહેવામાં આવ્યો છે, પરંતુ હવે સાઉદી અરબમાં તેના વધુ બે નવા સ્ટોર ખૂલવાના છે.
સાઉદી અરબ પોતાના સામાજિક અને આર્થિક સુધારાના ભાગ રૂપે બે નવા દારૂના સ્ટોર ખોલવાની તૈયારીમાં છે. રોઇટર્સે આ યોજનાથી પરિચિત લોકોના સંદર્ભે જણાવ્યું છે. ગયા વર્ષે રિયાધમાં બિન-મુસ્લિમ રાજદ્વારીઓ માટે દારૂની દુકાન ચૂપચાપ ખોલવામાં આવી હતી.
ક્યાં ક્યાં ખુલશે સ્ટોર?
એક દારૂની દુકાન ધહરાનમાં અને એક જેદ્દાહમાં ખુલશે.
ધહરાન અરામકોની માલિકીના કમ્પાઉન્ડની અંદર સ્થિત એક દુકાન, જે બિન-મુસ્લિમ વિદેશી કર્મચારીઓને સેવા આપશે.
જેદ્દાહ: એક અલગ આઉટલેટ બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે, જેમાં બંદરગાહ શહેરમાં માનદ કોન્સ્યૂલ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયાધવાળા સ્ટોરના ગ્રાહકો હવે વધારી દેવામાં આવ્યા છે, જેમાં બિન-મુસ્લિમ સાઉદી પ્રીમિયમ રેસિડેન્સી ધારકોનો સમાવેશ થાય છે. પ્રીમિયમ રેસીડેન્સી સામાન્ય રીતે ઉદ્યોગસાહસિકો, મોટા રોકાણકારો અને ખાસ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવે છે.
દેશનું પહેલું સ્ટોર રિયાધમાં ખુલ્યું હતું. રિયાધ સ્ટોર ખુલે તે પહેલાં સાઉદી અરબમાં દારૂ મોટેભાગે માત્ર રાજદ્વારી ટપાલ, કાળા બજાર અથવા ઘરે બનાવેલા દારૂ દ્વારા જ મળી શકતો હતો. કુવૈત સિવાયના અન્ય ગલ્ફ દેશોમાં દારૂ શરતો સાથે ઉપલબ્ધ છે.
દારૂ પર પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો હતો?
સાઉદી અરબે 1952માં એક હિંસક ઘટના બાદ દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યારથી દેશમાં કડક સામાજિક નિયમો અમલમાં છે. વાસ્તવમાં આ પ્રતિબંધ તે ઘટના બાદ લગાવવામાં આવ્યો હતો. જ્યારે તત્કાલીન રાજા અબ્દુલ અઝીઝના પુત્રએ દારૂ પીધેલી હાલતમાં બ્રિટિશ રાજદ્વારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

