બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને 209 બેઠકો મળી, એટલે કે હવે તેની પાસે પ્રચંડ બહુમતી છે. આ જીતથી દેશની રાજકીય તસવીર બદલાઈ ગઈ છે, અને જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે પરિવર્તનની જરૂર છે.

BNPના સૌથી મોટા હરીફ, ઇસ્લામિક જમાત-એ-ઇસ્લામી પાર્ટી અને તેમના સહયોગીઓને માત્ર 70 બેઠકો મળી છે. બાકી નાના પક્ષો અને ગઠબંધન પાછળ રહી ગયા. આ પરિણામ સ્પષ્ટપણે દર્શાવે છે કે જનતાએ જૂના રાજકીય માળખાને પાછળ છોડતા નવા નેતૃત્વને તક આપી છે. તેમની આશા હવે વિકાસ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડવા પર ટકેલી છે.

BNP1
ndtv.com

BNPના નેતા તારિક રહેમાનનું આગામી વડાપ્રધાન બનવાનું નક્કી છે. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર છે. ચૂંટણી બાદ, તેમને મીડિયા અને સમર્થકોએ ઘેરી રાખ્યા હતા અને લોકો ઉત્સાહથી કહી રહ્યા હતા-એક નવો યુગ શરૂ થઇ ગયો! તારિક રહેમાન હવે દેશનું નેતૃત્વ કરશે, અને તેમના કામકાજ પર સમગ્ર દેશની નજર રહેશે.

આ ચૂંટણીમાં જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઇન જોવા મળી હતી. યુવાનો અને પહેલી વાર મતદાન કરનારા મતદારોની ભાગીદારી ખાસ કરીને નોંધપાત્ર રહી. કુલ મળીને, ચૂંટણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાઈ હતી, અને જનતાએ લોકશાહીની તાકતનું પ્રદર્શન કર્યું હતું.

Team-India
BCCI

આ જીત શા માટે ખાસ છે?

BNPની જીત ઘણી રીતે ઐતિહાસિક છે. દેશમાં રાજકીય સ્થિરતા પાછી આવશે. સરકાર હવે વિકાસ, રોજગાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ પર કામ કરી શકે છે. સત્તાવાર રીતે પાછલા નેતૃત્વ એટલે કેશેખ હસીનાનો યુગ સમાપ્ત થઈ ગયો છે, અને એક નવો રાજકીય યુગ શરૂ થયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ નહોતી. સાથે જે, રાજકીય કટ્ટરપંથ વધવાનો ભય પણ છે. વિરોધી પક્ષો અત્યારે પણ નવી સરકારના કામકાજ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કોઈપણ ભૂલો પકડવા માટે તૈયાર છે.

BNPના નેતૃત્વ હેઠળની સરકાર હવે આગામી 5 વર્ષ સુધી દેશ ચલાવશે તેવી અપેક્ષા છે. જનતાની ખૂબ અપેક્ષાઓ છે કે, નવા વડાપ્રધાન તારિક રહેમાનના નેતૃત્વમાં સુધારા અને વિકાસ થશે. દેશ હવે એક નવા રાજનીતિક અધ્યાય તરફ વધી રહ્યો છે, અને બધાની નજર BNP પોતાના વચનો પર કેટલી ખરી ઉતરે છે તેના તેના પર છે.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.