આ દેશમાં ઇબોલા વાયરસથી 80 લોકોએ ગુમાવ્યા જીવ; WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

રવિવારે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જોકે, WHOએ સ્પષ્ટતા કરી કે બુંડિબુગ્યો વાયરસથી ફેલાયેલું આ સંક્રમણ મહામારી જાહેર કરવા માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતો નથી. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી અનુસાર, શનિવાર સુધીમાં કોંગોના ઇટુરી પ્રાંતમાં 3 આરોગ્ય ક્ષેત્રો (બુનિયા, રવામ્પારા અને મોંગબ્વાલુ)માં ઓછામાં ઓછા 80 શંકાસ્પદ મૃ*ત્યુ, 8 લેબમાં પુષ્ટિ કરાયેલા કેસ અને 246 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

Ebola1'
time.com

ઇબોલા શું છે?

ઇબોલા એક અત્યંત ખતરનાક વાયરસથી થતી બીમારી છે. જ્યારે સંક્રમણ દુર્લભ જરૂર છે, પરંતુ અત્યંત ગંભીર છે અને, ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી પદાર્થો જેમ કે લોહી, ઉલટી, પરસેવો અથવા વીર્યના સંપર્કમાં આવવાથી એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે. હાલમાં આ બીમાપીની કોઈ ચોક્કસ સારવાર નથી, જોકે રસી ઉપલબ્ધ છે.

તમને જણાવી દઇએ કે 2 વ્યક્તિઓમાં 15 અને 16 મે 2026ના રોજ યુગાન્ડાના કમ્પાલામાં એક-બીજા સાથે કોઇ સંબંધ ન હોવા છતા બે પ્રયોગશાળા-પુષ્ટિ થયેલા કેસ નોંધાયા હતા. ઇટુરીના ઘણા આરોગ્ય ક્ષેત્રોમાં બુંડીબુગ્યો વાયરસ રોગ (BVD)ના લક્ષણોથી જીવ ગુમાવવાના દ કિસ્સાઓ નોંધાયા છે. આ ઉપરાંત, પ્રભાવિત ક્ષેત્રમાંથી વાયરલ હેમોરહેજિક તાવના લક્ષણોને કારણે ચાર આરોગ્ય કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હોવાની માહિતી પણ મળી છે.

Ebola
wionews.com

WHOના ડિરેક્ટર જનરલ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR)ની જોગવાઈઓ અનુસાર ટૂંક સમયમાં કટોકટી સમિતિની બેઠક બોલાવશે. આ વાયરસનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલન જરૂરી માનવામાં આવે છે, જેથી પ્રકોપની ગંભીરતા અને ફેલાવાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકાય. આ સાથે જ દેખરેખ અને નિવારણ પ્રયાસોની સફળતા સુનિશ્ચિત કરી શકાય.

About The Author

Top News

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દૃશ્યો...
Gujarat 
દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને...
National 
હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'
Copyright (c) Khabarchhe All Rights Reserved.