આ 10 દેશોમાં રહેતા ભારતીયો હવે UPI દ્વારા કરી શકશે પેમેન્ટ

અન્ય દેશોમાં રહેતા ભારતીયો ટૂંક સમયમાં તેમના ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરી શકશે. 10 દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (NRI) તેમના ભારતના ફોન નંબર પર આધાર રાખ્યા વિના વ્યવહારો માટે UPI સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ દેશો છે- સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતર, સાઉદી અરેબ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને બ્રિટન (UK).

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર ધરાવતા NRE/NRO (નોન રેસિડેન્ટ એક્સટર્નલ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી) UPI દ્વારા વ્યવહારો કરી શકશે. પેમેન્ટ્સ કોર્પોરેશને સૂચનાઓનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. તમને જણાવી દઈએ કે, NRE અકાઉન્ટ બિન-નિવાસી ભારતીયોને વિદેશી કમાણી ભારતમાં ટ્રાંસફર કરવામાં મદદ કરે છે, જ્યારે NRO અકાઉન્ટ તેમને ભારતમાં કમાયેલી આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે. આ સંબંધમાં એકમાત્ર શરત એ છે કે બેંક એ ખાતરી કરે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના નિયમો અનુસાર આવા ખાતાઓને મંજૂરી આપવામાં આવે, બેંક ભારતીય રિઝર્વ બેંક (RBI)ની માર્ગદર્શિકાનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફાઇનાન્સિંગ સામે રક્ષણ કરે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટીએ બુધવારે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 2,600 કરોડની યોજનાને મંજૂરી આપી હતી. અધિકારીઓના મતે UPIના આ મોટા પગલાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક બિઝનેસને મદદ મળશે. યોજના હેઠળ, બેંકોને RuPay અને UPI નો ઉપયોગ કરીને વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે એક ટ્વિટમાં કહ્યું, "RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો કેબિનેટના આજના નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ્સમાં ભારત વધુ આગળ જશે." નોંધપાત્ર વાત એ છે કે માત્ર છ વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન થયા હતા.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.