કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. અનિતા ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂકી છે.

અનિતા આનંદે પવિત્ર હિન્દુ ગ્રંથ ગીતા પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેમણે કહ્યું કે કેનેડાના વિદેશ મંત્રી તરીકે પસંદગી પામીને હું સન્માનિત અનુભવું છું. હું વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મળીને કામ કરવા અને વધુ સારી અને સુરક્ષિત દુનિયા બનાવવા માટે અમારી ટીમ સાથે કામ કરવા આતુર છું. 

anita-anand-2
gujaratsamachar.com

તમને જણાવી દઈએ કે તેમને મેલોની જોલીના સ્થાને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોલીને ઉદ્યોગ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્નીના મંત્રીમંડળના અડધા સભ્યો મહિલાઓ છે. પીએમ કાર્નીએ કહ્યું કે તેમનું મંત્રીમંડળ કેનેડાના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતો અનુસાર ફેરફારો લાવવા માટે કામ કરશે.

અનિતાનો ભારત સાથે શું છે સંબંધ?

અનિતા આનંદ ભારતીય મૂળના છે. તેના પિતા તમિલનાડુના છે જ્યારે માતા પંજાબની છે. પરંતુ પાછળથી તેના માતા-પિતા કેનેડામાં જઈને સ્થાયી થયા. તેમણે ગીતા પર હાથ રાખીને વિદેશ મંત્રી તરીકે શપથ લીધા. 

anita-anand-1
gujaratsamachar.com

તે ટ્રુડો સરકારમાં પરિવહન અને વેપાર મંત્રી પણ રહી ચૂકી છે. અનિતાનો જન્મ 1967માં નોવા સ્કોટીયામાં થયો હતો. તેના માતા-પિતા બંને ડોક્ટર છે. અનિતા ટોરોન્ટો યુનિવર્સિટીમાં લૉ ના પ્રોફેસર રહી ચૂકી છે. 

તેઓ પહેલી વાર 2019માં ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2021 થી 2023સુધી સંરક્ષણમંત્રી અને 2023 થી 2024 સુધી ટ્રેઝરી બોર્ડના પ્રમુખ તરીકે રહ્યા. 2025ની ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક જાળવી રાખી અને માર્ક કાર્નીની લઘુમતી સરકારમાં કેબિનેટમંત્રી બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા, તે વ્યવસાયે વકીલ અને પ્રોફેસર હતા. 

અનિતાએ વારંવાર પોતાના ભારતીય વારસાનો સ્વીકાર કર્યો છે. તેમણે પ્રવાસી ભારતીય દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોએ ભારત સાથેના પોતાના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. કેનેડાના સંરક્ષણમંત્રી તરીકે, તેમણે ભારત-કેનેડા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે કામ કર્યું.

તમને જણાવી દઈએ કેમાર્ક કાર્નીના નેતૃત્વમાં   તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં લિબરલ પાર્ટીએ 343 માંથી 169 બેઠકો જીતી હતી. જોકે, લિબરલ પાર્ટી 172 બેઠકોની બહુમતીથી ત્રણ બેઠકો લાવી શકી નહોતી. પરંતુ આ છતાં પાર્ટીએ સરકાર બનાવી. કેનેડામાં લિબરલ પાર્ટીની આ ચોથી સરકાર છે. 

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.