ટ્રમ્પનો પ્લાન શું છે? શું ઈચ્છે છે? શું ઈરાન યુદ્ધમાંથી સુરક્ષિત બહાર નીકળવા મુદ્દત માંગી રહ્યા છે

ગુરુવારે સવારે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ આપવા માટે આવ્યા, ત્યારે દુનિયા સ્તબ્ધ થઈને જોઈ રહી હતી. ઉત્સુકતા હતી કે કોણ જાણે ઈરાન સાથેના યુદ્ધ અંગે તેઓ કાઇ આર-પારની વાત કહે. પરંતુ, તેમના 20 મિનિટના ભાષણમાં દેખાયો તેમનો થાક અને યુદ્ધમાંથી છૂટકારો મેળવવાની નિરાશા. ટ્રમ્પની વાતોમાં રણનીતિ ગાયબ હતી; તેઓ માત્ર રાજકારણ કરી રહ્યા હતા. 'ઓપરેશન એપિક ફ્યૂરી'નો એક મહિનો પૂર્ણ થવા પર આપવામાં આવેલ, આ ભાષણ આતમમુગ્ધતા અને જૂની ચેતવણીઓનું એક એવું મિશ્રણ હતું, જે હવે વૈશ્વિક મંચ પર તેની અસર ગુમાવી રહ્યું છે.

આ ભાષણમાં ટ્રમ્પે જે વાતોને નવી સિદ્ધિઓના રૂપમાં રજૂ કરી, તે વાસ્તવમાં કંઈ નવા નહોતા. ભલે તે ઈરાની નેતૃત્વને નષ્ટ કરવાનો દાવો હોય, 'ઓપરેશન મિડનાઈટ હેમર' દ્વારા પરમાણુ સ્થળોનો નષ્ટ કરવાનો દાવો હોય કે ઈરાનના પાવર પ્લાન્ટને ઉડાવી દેવાની ધમકી હોય. આ બધુ ટ્રમ્પ અઠવાડિયાઓથી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પુનરાવર્તિત કરી રહ્યા છે.

જ્યારે કોઈ રાષ્ટ્રના વડા સોશિયલ મીડિયા પર આટલી વાર રગડી દે છે તો તેમનું શોક વેલ્યૂ ગુમાવી દે છે. ટ્રમ્પના દાવાઓ હવે એટલા બધા ઘસાઈ ગયા છે કે તેમને ફક્ત પ્રચાર સિવાય બીજું કંઈ માનવામાં આવી રહ્યું નથી. પરમાણુ સ્થળો નષ્ટ થવા અને ઈરાની નૌકાદળના વિનાશની વાત હવે એક એવા રેકોર્ડિંગ જેવી લાગે છે, જેને ટ્રમ્પ તેમની સુવિધાને અનુરૂપ હોય ત્યારે વારંવાર વગાડે છે. વાસ્તવિકતા એ છે કે દાવાઓનું આ સતત પુનરાવર્તન દર્શાવે છે કે ટ્રમ્પ પાસે કહેવા માટે કંઈ નવું બાકી નથી.

trump2
facebook.com/DonaldTrump

ભાષણની વચ્ચે ટ્રમ્પ દ્વારા વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોની સમયરેખાની સરખામણી કરવું સૌથી મોટો સંકેત છે કે તેઓ હવે યુદ્ધથી પૂરી રીતે થાકી ચૂક્યા છે. આ 32 દિવસના અભિયાનને ઇતિહાસની સૌથી મોટી લશ્કરી જીત દર્શાવીને તેઓ વાસ્તવમાં અમેરિકન જનતાને એક માનસિક સંદેશ મોકલી રહ્યા છે કે, ‘બસ હવે બહુ થયું.

ટ્રમ્પ સારી રીતે જાણે છે કે મધ્ય-પૂર્વમાં વધુ એક લાંબુ યુદ્ધ તેમના સ્થાનિક અર્થતંત્ર અને અમેરિકા ફર્સ્ટની છબીને નુકસાન પહોંચાડી શકે છે. તેલના ભાવમાં વધારો અને સ્થાનિક શેરબજારમાં અસ્થિરતાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. એટલે, તેઓ પોતાના લોકોને ખાતરી આપવાના પ્રયાસમાં તેને શોર્ટ ટર્મ કહી રહ્યા છે. તેઓ વારંવાર એ સાબિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે ઈરાન હવે કોઈ જોખમ નથી અને તેનો વિનાશ થઈ ચૂક્યો છે. આ કોઈ વિજેતાનો આત્મવિશ્વાસ નથી, પરંતુ એક નેતાની દલીલ છે, જે પોતાના સૈનિકો પાછા બોલાવવા માટે બહાનું શોધી રહ્યો છે.

ભાષણનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હતો, જ્યાં ટ્રમ્પે ઈરાન યુદ્ધ માટે આગામી 2-3 અઠવાડિયાનો સમય માંગ્યો. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન, અમેરિકા ઇરાન સામે ત્યાર સુધીનો સૌથી ગંભીર હુમલો કરશે. લશ્કરી દૃષ્ટિકોણથી, આ કોઈ રણનીતિક યોજના નથી, પરંતુ ફેસ સેવિંગ (સન્માનજનક વિદાઇ)નો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ છે. આ 2-3 અઠવાડિયાની સમયમર્યાદા પાછળ અસલી મહત્ત્વ નીચે મુજબ છે:

CCTV-Cameras5
facebook.com/DonaldTrump

અંતિમ પ્રદર્શન: ટ્રમ્પ એક છેલ્લો મોટો ધમાકો અથવા હવાઈ હુમલો કરીને વિશ્વને બતાવવા માંગે છે કે તેમણે પોતાની શરતો પર યુદ્ધ સમાપ્ત કર્યું છે.

ગૌરવપૂર્ણ બહાર નીકળવું: તેઓ આ સમયમર્યાદાનો ઉપયોગ કરીને એક એવી જીતની પટકથા લખવા માંગે છે જેનાથી તેઓ હાર સહન કર્યાના કલંક વિના પોતાના સૈનિકો પાછા બોલાવી શકે.

વાતચીતનું એક બહાનું: તેમણે નવા ઇરાની નેતૃત્વને તાર્કિક ગણાવીને પહેલા જ સમાધાન માટે એક બારી ખોલી દીધી છે. તેઓ આગામી અઠવાડિયામાં, કાગળ પર કરારના માધ્યમથી પોતાને એક સાથે શાંતિદૂત, ડીલમેકર અને વિજેતા ત્રણેય સાબિત કરવા માંગે છે.

CCTV-Cameras5
facebook.com/DonaldTrump

ટ્રમ્પનું એમ કહેવું કે, અન્ય રાષ્ટ્રોએ હવે હોર્મુઝ સ્ટ્રેટનું રક્ષણ પોતે કરવું જોઈએ’, તેમના બહાર નીકળવાના સ્પષ્ટ પ્રમાણ છે. તેઓ હવે મધ્ય-પૂર્વમાં સુરક્ષાનો ભાર ઉઠાવવાના મૂડમાં નથી. તેમણે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે અમેરિકાએ પોતાનું કામ (ઈરાનને નબળું પાડવું) કરી દીધું છે અને હવે તેઓ આ ખર્ચાળ લફડામાંથી બહાર નીકળવા માંગે છે.

ટ્રમ્પની ધમકીઓ હવે તેમની ધાર ગુમાવી ચૂકી છે, કારણ કે તે એક્શન કરતા વધારે પુનરાવર્તનવાળી છે. તેમ આ ભાષણ કોઈ રહેલા હુમલાનો નહીં, પરંતુ યુદ્ધ સમાપ્તિનો સાધેલો સંકેત આપવામાં આવ્યો હતો. જી હા તેમાં ટ્રમ્પની લાક્ષણિક નાટકીયતાની જરૂર હતી. આગામી 15 થી 20 દિવસમાં ટ્રમ્પ કૃત્રિમ સંપૂર્ણ જીતની જાહેરાત કરીને આ યુદ્ધમાંથી પાછળ હટી જશે. તેમણે માત્ર મજબૂત છબીને બચાવવી છે, જ્યારે, જમીન પર, તેઓ માત્ર પર્સિયન ગલ્ફ અને ઈરાનના આકાશમાંથી સન્માનજનક વિદાઇ ઈચ્છે છે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.