ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પની સત્તા પર અંકુશ લાવવા US કોંગ્રેસની તૈયારી

ઈરાન સાથે વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકી કોંગ્રેસ (સંસદ) આવતા અઠવાડિયે એક મહત્વપૂર્ણ મતદાન કરી શકે છે. આ મતદાનનો મુખ્ય હેતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંસદની મંજૂરી વિના ઈરાન પર હુમલો કરવાની સત્તા પર રોક લગાવવાનો છે. જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો અમેરિકી સૈન્ય ઈરાન સામે મોટા પાયે સંઘર્ષની તૈયારી કરી રહ્યું હોવાનું મનાય છે.

અમેરિકી બંધારણ મુજબ, યુદ્ધ જાહેર કરવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં (સિવાય કે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર મર્યાદિત હુમલા કરવાના હોય). જોકે અગાઉ પણ ડેમોક્રેટ્સ અને કેટલાક રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પને સૈન્ય કાર્યવાહી કરતા રોકવા માટે અનેક ઠરાવો પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

03

તાજેતરના અહેવાલો મુજબ, જો ટ્રમ્પ હુમલાનો આદેશ આપે તો અમેરિકી સૈન્ય અઠવાડિયા સુધી ચાલી શકે તેવા લાંબા ઓપરેશન માટે તૈયાર છે.

સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં રિપબ્લિકન પક્ષની પાતળી બહુમતી છે. અત્યાર સુધી રિપબ્લિકન સભ્યોએ આ પ્રકારના ઠરાવોને બ્લોક કર્યા છે, કારણ કે તેમનું માનવું છે કે કોંગ્રેસે રાષ્ટ્રપતિની રાષ્ટ્રીય સુરક્ષાની સત્તાઓ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ.

વર્જિનિયાના ડેમોક્રેટિક સેનેટર ટિમ કેઈન અને કેન્ટુકીના રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે ગયા મહિને સેનેટમાં એક ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવ મુજબ જ્યાં સુધી કોંગ્રેસ સત્તાવાર રીતે યુદ્ધની જાહેરાત ન કરે ત્યાં સુધી ઈરાન સામે કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરી શકાય નહીં.

01

સેનેટર કેઈને આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો મારા કેટલાક સાથીદારો યુદ્ધને ટેકો આપતા હોય, તો તેમનામાં યુદ્ધ માટે મતદાન કરવાની અને જનતાને જવાબ આપવાની હિંમત હોવી જોઈએ, નહીં કે તેઓ જવાબદારીથી ભાગે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન થોમસ મેસી અને ડેમોક્રેટ રો ખન્નાએ પણ આવતા અઠવાડિયે સમાન ઠરાવ પર મતદાન કરવાની યોજના બનાવી છે. રો ખન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ટ્રમ્પના અધિકારીઓ કહી રહ્યા છે કે ઈરાન પર હુમલાની 90% શક્યતા છે, પરંતુ તેઓ કોંગ્રેસની મંજૂરી વિના આવું કરી શકે નહીં.

About The Author

Related Posts

Top News

1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા...
Business 
1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (ભારત)થી માતા સીતાના ઘર જનકપુર ધામ (નેપાળ) સુધી એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ રહી...
National 
હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા  ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

22 નવેમ્બરે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....
Gujarat 
‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાના ગેરકાયદેસર પરિવહન પર કડક કાર્યવાહી કરી. હૈદરાબાદમાં DRI અધિકારીઓએ કોલકાતાથી હૈદરાબાદ દાણચોરી...
National 
બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.