અમેરિકામાં રાષ્ટ્રપતિનો વીટો પાવર શું છે, હાર બાદ ટ્રમ્પની નવી યોજના શું છે?

2026ની US મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ અને સેનેટ બંને પર નિયંત્રણ મેળવ્યા પછી 'વીટો' શબ્દ અમેરિકન રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત શબ્દ બની ગયો છે.

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લાલ 'MAGA' ટોપીનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેના પર 'VETO' શબ્દો લખેલા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેમની પાસે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને અવરોધિત કરવા માટે રાષ્ટ્રપતિનો વીટો પાવર છે.

Donald-Trump.jpg1

સત્તાના આ નવા વિભાજન પર બોલતા, ટ્રમ્પે કહ્યું, 'જેમ તમે જાણો છો, આવું પહેલા પણ ઘણી વખત બન્યું છે. આ વીટોનો પાવર છે, અને તે રાષ્ટ્રપતિ પાસે રહેલી સૌથી મોટી શક્તિઓમાંની એક છે. તેઓ સંસદ દ્વારા એકદમ વાહિયાત વસ્તુઓ પસાર કરશે, અને હું તેમના પર વીટો લગાવી દઈશ.'

ડેમોક્રેટ્સે મોટી જીત મેળવવા માટે ટ્રમ્પની ઓછી લોકપ્રિયતાનો લાભ લીધો છે. આ જીત સાથે, ડેમોક્રેટિક પાર્ટી પાસે હવે તેમના કાર્યકાળના બાકીના 2 વર્ષ માટે ટ્રમ્પ વહીવટની નીતિઓ અને નિર્ણયો પર મજબૂત નિયંત્રણ રાખવાની શક્તિ છે.

પોતાના પક્ષને મળેલો આ ઝટકો, તેમ છતાં ટ્રમ્પ પીછેહઠ કરવાના મૂડમાં નથી અને તેમણે કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ સામે કડક લડાઈનો સંકેત આપ્યો હતો. ચૂંટણી પરિણામો પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું, 'ઉમેદવારોની જીત અને હારના કારણો પર હવે હું પોતે રાજકીય પંડિત બનવા જઈ રહ્યો છું, સારા અને ખરાબ બંને પ્રકારની ચર્ચા કરીશ.'

Capture

જ્યારે બીજી બાજુ, સ્થાનિક અખબારની સાથે થયેલી એક મુલાકાતમાં, ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ મધ્યસત્ર ચૂંટણીના પરિણામો સ્વીકારવા અને ડેમોક્રેટ્સ સાથે કામ કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું, 'હું આ પરિણામો સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. અમે ડેમોક્રેટ્સ સાથે કામ કરીશું અને તેમની સાથે આગળ વધવા માટે આતુર છીએ. અમે કદાચ કોઈ રસ્તો શોધી લઇશું.'

જોકે, અગાઉ, જ્યારે શરૂઆતના વલણોમાં ડેમોક્રેટ્સ હાઉસ અને સેનેટમાં ખુબ મોટી લીડ મેળવી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રમ્પે પોતાની પાર્ટીની હારથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.

Donald-Trump

US રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો વીટો પાવર US બંધારણના કલમ 1 અને 2 હેઠળ આપવામાં આવેલી એક મુખ્ય બંધારણીય શક્તિ છે, જે તેમને કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલ કોઈપણ બિલને કાયદો બનતા અટકાવવાની મંજૂરી આપે છે.

તેમના પાછલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે સંરક્ષણ બજેટ, ઈરાન લશ્કરી સત્તા ઠરાવ અને સરહદ કટોકટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પરના બિલોને વારંવાર વીટો કર્યા હતા.

જોકે, US કાયદાકીય પ્રણાલી અનુસાર, રાષ્ટ્રપતિનો વીટો પુરી રીતે અંતિમ નથી હોતો. જો US કોંગ્રેસના બંને ગૃહો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ, ફરીથી બે-તૃતીયાંશ બહુમતી સાથે બિલ પસાર કરે છે, તો રાષ્ટ્રપતિનો વીટો રદ કરવામાં આવે છે અને બિલ રાષ્ટ્રપતિની સહી વિના પણ કાયદો બની જાય છે, જેમ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ બિલના કિસ્સામાં જોવા મળ્યું હતું.

About The Author

Top News

મનુષ્ય પાસે ત્રીજી આંખ હોય છે! વૈજ્ઞાનિકોએ કરી એક મોટી શોધ

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક ચોંકાવનારી શોધ કરી છે. અમારી પાસે, તમારી પાસે, આપણા દરેકની પાસે ત્રીજી આંખ છે, ...
Science 
મનુષ્ય પાસે ત્રીજી આંખ હોય છે! વૈજ્ઞાનિકોએ કરી એક મોટી શોધ

સ્વિચ ઓફ iPhone ચોરાઇ જાય તો ઘરે બેઠા થશે ટ્રેક, એપલે તો શાનદાર ફીચર આપી દીધું

iPhoneનું ‘ટર્નડ ઓફ ટ્રેકિંગ’ ફીચર તાજેતરમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યું છે. થયું જાણે એમ કે આ ફીચરે...
Tech and Auto 
સ્વિચ ઓફ  iPhone ચોરાઇ જાય તો ઘરે બેઠા થશે ટ્રેક, એપલે તો શાનદાર ફીચર આપી દીધું

શું ધોની IPL 2026ની સીઝનમાં જાણી જોઈને નહોતો રમ્યો?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ન...
Sports 
શું ધોની IPL 2026ની સીઝનમાં જાણી જોઈને નહોતો રમ્યો?

શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?

શું પત્ની પોતાના પતિના પગારાની વિગતો RTIમાં માંગી શકે? કોર્ટે આ વિશે ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટે એક...
National 
શું પત્ની પોતાના પતિના પગારની વિગતો RTIથી માંગી શકે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.