- World
- સાઉદી અરબ અને પાકિસ્તાને NATO જેવું બનાવ્યું, 1 પર હુમલો થશે તો બીજો મદદે આવશે, જાણો ઇનસાઇડ સ્ટોરી
સાઉદી અરબ અને પાકિસ્તાને NATO જેવું બનાવ્યું, 1 પર હુમલો થશે તો બીજો મદદે આવશે, જાણો ઇનસાઇડ સ્ટોરી
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે એક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. તેમણે NATO દેશો જેવી જ ડીલ કરી છે. આ ડીલનો અર્થ એ છે કે એક પર હુમલો બીજા પર હુમલો માનવામાં આવશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે આ ડિફેન્સ ડીલ પર મહોર લગાવી હતી. આ ડિફેન્સ ડીલથી મધ્ય-પૂર્વ અને દક્ષિણ એશિયાના જિયોપોલિટિક્સમાં ખળભળાટ મચી ગયો છે. આ ડીલને એવી રીતે સમજી શકાય છે કે જો પાકિસ્તાન પર હુમલો થાય છે, તો સાઉદી અરબ તેને સાથ આપશે અને જો સાઉદી અરબ પર હુમલો થશે તો પાકિસ્તાન તેનો સાથ આપશે. આનો અર્થ એ છે કે યુદ્ધ કે આક્રમણની સ્થિતિમાં બંને દેશો એકબીજાને સહકાર આપશે. હવે સવાલ એ ઊભો થાય છે પાકિસ્તાનની મજબૂરી ભારત સાથેના સીમા તણાવને કારણે છે, પરંતુ સાઉદી અરબ આ ડીલ માટે શા માટે મજબૂર થયો? એ પણ ત્યારે જ્યારે સાઉદી અરબ અમેરિકા લાંબા સમયથી સાથી અને તેલવાળો સમૃદ્ધ દેશ છે. ચાલો આ ડીલની ઇનસાઇડ સ્ટોરી જાણીએ.
ડિફેન્સ ડીલમાં પાકિસ્તાનનો રસ જગજાહેર છે. પાકિસ્તાન આ ડિફેન્સ ડીલમાં કેમ સામેલ થયું તે બાળકો પણ સમજી શકે છે. તેને દરેક ક્ષણે ભારતનો ભય રહે છે. ઓપરેશન સિંદૂરથી તે અત્યારે પણ ભયભીત છે. ભારત વારંવાર દાવો કરે છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલી ઘટના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને તેના આતંકવાદીની કબર ખોદાઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પાકિસ્તાન ભારતના બ્રહ્મોસ મિસાઈલથી એટલું ડરી ગયું કે તેણે યુદ્ધવિરામ માટે આજીજી કરી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તેની સીમાનું રક્ષણ કરવા માટે એક મજબૂત સાથી શોધવા મજબૂર થઈ ગયું, પાકિસ્તાને સાઉદી અરબ સાથે આ ડીલ પોતાના ફાયદા માટે કરી છે, જેથી જો ભારત તેના પર હુમલો કરે તો સાઉદી અરબ તેનું રક્ષણ કરી શકે.
સાઉદી અરબની શું છે મજબૂરી?
પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાન લાંબા સમયથી સાઉદી અરબનું સૈન્ય ભાગીદાર રહ્યું છે. સાઉદી અરબે પાકિસ્તાનને આર્થિક સહાય પૂરી પાડી છે. સરળ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાને આ ડીલ માત્ર ભારતથી બચવા માટે કરી છે. જોકે, સાઉદી અરબ તરફથી આ ડીલ સમજી-વિચારેલી અને ઇરાદાપૂર્વકની ચલ છે. સૂત્રોનું કહેવું છે કે સાઉદી અરબને અમેરિકા પર હવે પહેલા જેટલો વિશ્વાસ નથી. એવું કહેવાય છે કે આ ડીલ અમેરિકાના છેતરપિંડીનું પરિણામ છે. અમેરિકા હંમેશાં ઇચ્છે છે કે સાઉદી અરબ ઇઝરાયલ સાથેના તેના સંબંધો સામાન્ય કરે. સાઉદી અરબને હવે અમેરિકાની સુરક્ષા ગેરંટી પર ભરોસો નથી.
5 પોઈન્ટમાં સમજો ડિફેન્સ ડીલ પાછળ સાઉદી અરબની મજબૂરી
ઇઝરાયલનો કતારની રાજધાની દોહા પર હુમલો.
સાઉદી અરબના ઈરાન સાથેના તણાવપૂર્ણ સંબંધો.
સાઉદી અરબને અમેરિકાની સુરક્ષા ગેરંટી પર ભરોસો નથી.
પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે.
ઇસ્લામિક દેશોને એકજૂથ કરવું.
આ પણ એક કારણ છે
ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર હુમલા કર્યો, તેણે પણ સાઉદી અરબની ચિંતામાં વધુ વધારો કર્યો છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેની આ રણનીતિક ડિફેન્સ ડીલ પડોશી કતારની રાજધાની દોહા પરના હુમલા બાદ થઈ છે. ઇઝરાયલે દોહામાં હમાસના નેતાઓ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાએ દોહામાં હવાઈ હુમલાની નિંદા કરી હતી, પરંતુ તેણે કોઈ નક્કર પગલાં લીધાં નથી. એટલે સાઉદી અરબને હંમેશાં ડર રહે છે કે ઇઝરાયલ સાઉદી અરબ સુધી પોતાની નજર વધારી શકે છે. આમ પણ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગાઝા યુદ્ધને ‘નરસંહાર’ ગણાવ્યું છે. સાઉદી અરબે વારંવાર ઇઝરાયલની ટીકા કરી છે.

