- Kutchh
- રાજકોટ- લિંબડી હાઇવે પર ભયાનક અકસ્માત, કારના પતરાં ચીરીને મૃતદેહ કાઢવા પડ્યા
રાજકોટ- લિંબડી હાઇવે પર ભયાનક અકસ્માત, કારના પતરાં ચીરીને મૃતદેહ કાઢવા પડ્યા

રાજકોટ લિંબડી હાઇવે પર એક ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે અને ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. તમે તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કારને કેટલો ગંભીર અકસ્માત નડ્યો હશે. આ અકસ્માતમાં કારમાં બેઠેલા 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. કારની હાલત એટલી ખરાબ થઇ ગઇ હતી કે સ્થાનિક લોકો અને પોલીસે કારના પતરાં ચીરીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ, લિંબડી-રાજકોટ હાઇવેના આયા ગામ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં કારમાં બેઠેલા 4 લોકોના મોત થયા હતા. કારના તો જાણે ફુરચેફુરચા ઉડી ગયા હતા. કારની આગળ પાછળનો કોઇ ભાગ એવો નહોતો કે જેનો કચ્ચરઘાણ ન વળ્યો હોય.
અકસ્માતની જાણ થતા ગામની આજુબાજુના લોકો અને રાહદારીઓ મદદ કરવા માટે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો એટલે પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ આ અક્સ્માતમાં પિતા- બે પુત્ર અને ભત્રીજાના મોત થયા છે.