ગુજરાતના આ જિલ્લામાં અનોખી પહેલઃ પ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી વસ્તુ લઇ જાઓ

રાજ્ય સરકારની એક પ્રેસ રીલિઝમાં કહેવાયું હતું કે, ભારત સહિત વિશ્વભરના દેશો પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા પ્લાસ્ટીકથી છુટકારો મેળવવા પ્રયત્નશીલ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના નાગરિકોને ‘પ્લાસ્ટીક મુક્ત ભારત’ બનાવવા આહૃવાન કર્યુ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઝૂંબેશને વધુ વેગવાન બનાવવાના હેતુથી ગુજરાતના શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત ‘પ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’ આ પાયલોટ પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ આગામી સમયમાં માણસા, કલોલ અને ચોટીલા નગરપાલિકાઓમાં શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આ પ્રોજેકટનું અમલીકરણ કરવાનું આયોજન છે તેમ મિશન ડાયરેક્ટર મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું.

આ અભિગમ અંતર્ગત નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કરવાનો વિચાર અમલમાં મુકાયો છે. જેમાં નાગરિકો પોતાના ઘર કે દુકાનનું રિસાયકલ થઇ શકે તેવા પ્રકારનું પ્લાસ્ટિક નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર ઉપર એ કચરાને બદલે જીવન જરૂરી વસ્તુ આપવામાં આવે છે.

આ વિચારને હાલ પાયલોટ પ્રોજેક્ટ રૂપે ગુજરાતની જુદી જુદી નગરપાલિકાઓમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી નાગરપાલિકા દ્વારા ગત તારીખ 31/07/2020ના રોજ અમલી કરાયેલ આ પ્રોજેક્ટને બોહળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં નક્કી કરેલ કલેક્શન સેન્ટર પર કચરો જમા કરવાનો રહે છે અને એ વેસ્ટના વજન પ્રમાણે ઘર વપરાશની વસ્તુ જેમ કે પ્લાસ્ટિકની ડોલ, ટબ, ખુરશી વગેરે આ વેસ્ટના બદલામાં આપવામાં આવે છે તેમ પણ વધુમાં જણાવાયું હતું.

About The Author

Top News

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.