શું રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનાર સામે બળાત્કારનો ગુનો નોંધાવશે?

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સ્વચ્છતાને લઇને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંક પર રાજકોટ આવ્યું છે. રાજકોટને વધારે સ્વચ્છ બનાવીને પહેલા ક્રમાંક પર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ RMCના અધિકારીઓએ આ બોર્ડમાં લખાણ લખવામાં ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

RMCના અધિકારીઓ નોટીસ બોર્ડમાં સુચના લખીને જાહેરમાં કચરો નાંખનાર વ્યક્તિને સજા થશે તેવી માહિતી આપી રહ્યા છે, બોર્ડમાં એવું પણ લખ્યું છે કે, કચરો નાંખનાર પર IPCની કલમ 376 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ રાજકોટની શાળા નંબર 66ની પાસે આવેલા શૌચાલયની બહાર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે,' ચેતવણી આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આ જગ્યા પર કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર પર IPCની એક્ટ 376 મુજબ તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબના હુકમથી.'

આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટીસમાંથી 376ના શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમાં ભૂલ થઇ છે ખરેખર BPMC એક્ટની કલમ 376 છે. પેઈન્ટર તરફથી જે ભૂલ થઇ છે તે બાબતે ખુલાસો મેળવવામાં આવશે અને બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. જેમને ભૂલ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ ગંભીર બાબત છે. આમાં ખરેખર કોની ભૂલ છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.