‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ કરો. રાજકોટમાં પરણેલી રેહાના હાલ કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં રહે છે. પહેલગામની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં વધુ કડવાશ આવી છે, જેને કારણે રાજકોટનો એક પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. રાજકોટના પરવેઝ શેખની પત્ની રેહાના છેલ્લાં 3 વર્ષથી કરાચીમાં ફસાઈ છે, જ્યારે તેનાં 2 માસૂમ બાળકો અને પતિ ભારતમાં છે, જે ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે.

વર્ષ 2015માં રાજકોટના રહેવાસી પરવેઝ શેખના પાકિસ્તાનનાં કરાચી મૂળની રહેવાસી રેહાના સાથે થયા હતા. તેનો પરિવાર પાકિસ્તાનથી રાજકોટ આવ્યો અને રાજકોટમાં જ નિકાહ થયા. ત્યારબાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી તેના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી. પરવેઝ શેખે કહ્યું કે, મારા લગ્ન મારી માસીની દીકરી સાથે જ થયા હતા. તેઓ ભારત આવ્યા અને મારા લગ્ન ભારતમાં જ થયા. હું તો જન્મે ભારતીય જ છું. અમારા બે બાળકો છે. 

વર્ષ 2022માં તેના વિઝા પૂરા થતા ભારત સરકાર દ્વારા તેને પાછા પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી રેહાના અહમદ ડિસેમ્બર 2022માં પાકિસ્તાન ગઈ હતી. એ સમયે તેની સાથે પતિ પરવેઝ અને 2 નાના બાળકો પણ પાકિસ્તાન ગયા હતા. ત્યારબાદ રેહાનાએ વિઝા માટેની પ્રક્રિયા ફરી શરૂ કરાવી હતી. જે-તે સમયે તેનાં પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ અઢી મહિના સુધી રોકાયા હતા, જોકે રેહાનાને વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી.

woman
divyabhaskar.co.in

બીજી તરફ રેહાનાના પતિ અને 2 બાળકોના વિઝા પણ પૂરા થવા આવ્યા હતા, એટલે પતિ પરવેઝ શેખ તેના બંને બાળકો સાથે ભારત આવતો રહ્યો, પરંતુ કમનસીબે 2 નાનાં બાળકોની માતા રેહાનાના વિઝા રિન્યૂ ન થવાને કારણે પાકિસ્તાનમાં જ ફસાઈ ગઈ.

આ ઘટના બાદ પરવેઝ શેખે રાજકોટ કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી હતી. રાજકોટની કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે, ‘અમારાથી કશું જ નહીં થાય, તમે પાકિસ્તાન એમ્બેસી જાવ.; જેથી પરવેઝ શેખે દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસીમાં સમગ્ર મામલે અપીલ કરી હતી અને કરાચીમાં ફસાયેલી પત્નીને પાછી લાવવા માટે વિઝા રિન્યૂના જરૂરી દસ્તાવેજ આપી આજીજીઓ કરી હતી.

ભારત સરકારે શરૂ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ને લઈ એ સમયમાં બંને દેશની સરહદો બંધ કરી દેવામાં આવી હતી, એેવું કારણ જણાવતાં દિલ્હી સ્થિત એમ્બેસીમાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. હાલ પાકિસ્તાનમાં રહેતી રેહાનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકારને તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છે, સાથે જ પતિ પરવેઝ શેખ અને તેના બાળકોએ પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને પણ રેહાનાને વિઝા મળે એ માટે આજીજી કરી છે.

પરવેઝે કહ્યું કે, હું મારાં બાળકોને લઈને ભારત આવ્યો. મને એમ હતું કે થોડા દિવસમાં ફરી વિઝા મળી જશે, પરંતુ એ વાતને 3 વર્ષ વધી ગયા છતા વિઝા મળ્યા નથી. હું દિલ્હીમાં આવેલી એમ્બેસીમાં ગયો તો ત્યાંથી પણ સરખો જવાબ ન મળ્યો. ઇસ્લામાબાદમાંથી મારી પત્નીને જવાબ મળ્યો કે અમારે તો વિઝા આપવાના જ છે, પરંતુ તમે ભારત સરકારને કહો. ત્યાંથી એવો જવાબ મળે છે કે ભારતમાંથી 'ઓકે' થાય એટલે અમે પ્રોસેસ કરી આપીએ. હું પાકિસ્તાનમાં અઢી મહિના રોકાયો હતો. મારા અને બાળકોના વિઝા 1-1 મહિના વધતા હતા.

rehana1
divyabhaskar.co.in

તેણે કહ્યું કે, વર્ષ 2022માં હું ભારત આવ્યો ત્યારે મારો દીકરો દોઢ વર્ષનો હતો અને દીકરી 5 વર્ષની હતી. આજે 3 વર્ષ થઈ ગયા, મારો દીકરો 4 વર્ષનો થયો છે, પરંતુ હજી તેની માતાને મળ્યો નથી. હાલ બંને સંતાનોને મારી બહેન સાચવી રહી છે. અમે બહેનના ઘરે રહેવા આવી ગયા છીએ, કારણ કે કોણ ધ્યાન રાખે? હું નોકરીએ જતો રહું ત્યારે મારાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે; દીકરી ત્રીજા ધોરણમાં અને દીકરો પહેલા ધોરણમાં આવશે. બધું જ મારી બહેન કરી રહી છે. મારી માતા પથારીવશ છે, તેની સેવા પણ મારી બહેન કરે છે. અમારો પરિવાર વિખેરાઈ ગયો છે. સરકાર અમારી મદદ કરે એવી વિનંતી છે.’

તેણે કહ્યું હતું કે 3 વખત મેં એમ્બેસીમાં પેપરો મોકલ્યા, પરંતુ કોઈ જવાબ આપતું નથી. દિલ્હી પણ રૂબરૂ જઈ આવ્યો અને રાજકોટમાં કમિશનર કચેરીએ પણ ઘણી વખત ગયો. ઇસ્લામાબાદવાળા મોકલવા તૈયાર છે, પરંતુ તેઓ કહે છે કે ભારત સરકાર અમને ડોક્યુમેન્ટ મોકલે એટલે અમે આગળ વધીએ. મારી ભારત સરકારને એટલી અપીલ છે કે જે કંઈ ડોક્યુમેન્ટ જોઈએ એ હું આપવા તૈયાર છું, પરંતુ મારી પત્ની સાથે મિલન કરાવી આપો. મારી પાસે બધા જ પુરાવા છે, લગ્નના ફોટા, લગ્ન સર્ટિફિકેટ, મારા અને દીકરાના આધાર કાર્ડ. ગમે તેમ કરીને તેને ભારત મોકલી આપે.

parvez1

તેણે કહ્યું કે, 'બોર્ડર બંધ છે, પણ ક્યારે ખૂલશે એ કોને ખબર? ‘ઓપરેશન સિંદૂર’થી બધું કડક થઈ ગયું છે, પરંતુ એમાં અમારા પરિવારનો શું વાંક? મારાં બાળકોનો શું વાંક? તેઓ તેની માતાની આતુરતાથી રોજ રાહ જુએ છે. રસ્તા ખૂલે તો હું ફરી કરાચી જવા પણ તૈયાર છું. હવે હું વકીલ અને કોર્ટનો સહારો લેવાની તૈયારીમાં છું. ગમે તેમ કરીને મારી પત્ની અને બાળકોની માતાને ભારત લાવવા મારી તમામ તૈયારી છે. આ મુદ્દે મારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો પણ હું જઈશ.'

About The Author

Related Posts

Top News

શું આજે રાત્રે અમેરિકા ઈરાન પર તૂટી પડશે? પેન્ટાગોનમાં પિત્ઝાના વેચાણમાં થયેલા વધારાએ અટકળોને વેગ આપ્યો!

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. US નેવીનું USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાનની દરિયાઈ વિસ્તારની...
World 
શું આજે રાત્રે અમેરિકા ઈરાન પર તૂટી પડશે? પેન્ટાગોનમાં પિત્ઝાના વેચાણમાં થયેલા વધારાએ અટકળોને વેગ આપ્યો!

ઇન્જેક્શન લીધા પછી તરત જ જેમણે જીવ ગુમાવ્યો તે સાધ્વી પ્રેમ બાઈસા કોણ હતા?

25 વર્ષીય સાધ્વી પ્રેમ બાઇસાને નાથ પરંપરા મુજબ ભગવા વસ્ત્રો પહેરીને બેઠેલી સ્થિતિમાં દફનાવવામાં આવી હતી. જોધપુરના એક આશ્રમમાં તેમનું...
National 
ઇન્જેક્શન લીધા પછી તરત જ જેમણે જીવ ગુમાવ્યો તે સાધ્વી પ્રેમ બાઈસા કોણ હતા?

જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

અમેરિકામાં તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થતાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ અંગે...
National 
જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

દિલ્હીમાં બારાપુલા ફેઝ-3 ફ્લાયઓવરનું કામ ઘણા મહિનાઓથી અટકી પડ્યું છે. દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ હવે પ્રોજેક્ટમાં...
National 
ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.