- Tech & Auto
- ભારતમાં લોન્ચ થયું Haierનું નવું રેફ્રિજરેટર, તેમાં છે AI, કલર ડિસ્પ્લે, જાણો કિંમત
ભારતમાં લોન્ચ થયું Haierનું નવું રેફ્રિજરેટર, તેમાં છે AI, કલર ડિસ્પ્લે, જાણો કિંમત

Haier એ ભારતમાં તેનું નવું રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે, જે Lumiere સીરિઝનું છે. આ 4 ડોર કન્વર્ટિબલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર છે. તેમાં AI ફીચર્સ, લેટેસ્ટ ટેક્નોલોજી અને કલર ડિસ્પ્લે છે. આ તમારા ઘરના ઈન્ટીરિયરની સુંદરતા વધારવામાં પણ મદદ કરશે. કંપનીનો દાવો છે કે આ રેફ્રિજરેટર એનર્જી એફિસિયંટ પણ છે.
આધુનિક લોકોને ધ્યાનમાં રાખીને, તેમાં પ્રીમિયમ લુક્સ અને ઘણા નવા મોડ સામેલ કરવામાં આવ્યા છે. આ મોડ્સ તમારા સ્ટોરેજ માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. આ રેફ્રિજરેટર મિરર, ગ્લાસ અને સ્ટીલ ફિનિશ સાથે ઉપલબ્ધ છે.
Haier Lumiere સીરિઝના રેફ્રિજરેટર્સમાં Smart Sense AI છે. તે કંજ્યૂમરની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઘણા કાર્યો ઓટોમેટિક પૂર્ણ કરે છે. Haier Lumiere સીરિઝમાં વપરાશકર્તાઓને Wi-Fi કનેક્ટિવિટી મળે છે. કન્વર્ટિબલ ફીચર્સની મદદથી યુઝર્સ ફ્રિજને 80 ટકા ભાગને તેમની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે છે.
Haier Lumiere સીરિઝના ફ્રિજમાં 520 લિટરની કેપેસિટી મળે છે, જેમાં 350 લિટરનો ફ્રિજ સેક્શન છે. તેમાં 90 લિટરની કન્વર્ટિબલ સ્પેસ છે અને 80 લિટરનો ફ્રીઝર ઝોન છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓને ઘણા સ્ટોરેજ વિકલ્પો મળે છે અને તેઓ તેમના સામાનને બગડતો બચાવી શકે છે.
મળે છે ડિસ્પ્લે
Haier Lumiere સીરિઝમાં એક કલર ફુલ ડિસ્પ્લે પેનલ છે, જેનું કદ 2X2 ફીટ છે. આ ડિસ્પ્લે પેનલ પર ટચ કંટ્રોલની મદદથી યુઝર્સ મોડ્સ બદલવાની સાથે સાથે તાપમાન વગેરે પણ બદલી શકશે.
એનર્જી સેવિંગમાં મદદ કરે છે AI
AIની મદદથી ચાલતી સ્માર્ટ સેન્સ ટેક્નોલોજી વપરાશકર્તાના બિહેવિયર અને કૂલિગને ઓપ્ટિમાઈઝ કરે છે, જેનાથી એનર્જી બચાવવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં, તમારે ફ્રિજને કારણે વધુ વીજળી બિલનો સામનો કરવો પડશે નહીં.
Haier Lumiere સીરિઝની કિંમત
Haier Lumiere સીરિઝની ભારતમાં શરૂઆતની કિંમત 1,24,490 રૂપિયા છે. આ નવા લોન્ચ કરેલા ફ્રિજને તમે Haier વેબસાઈટ અને ઘણા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. તે પસંદગીના રિટેલ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે. આ ફ્રિજ મુખ્યત્વે ત્રણ મોડલમાં આવે છે. તેમાં મિરર ગ્લાસ ફિનિશ, બ્લેક ગ્લાસ ફિનિશ અને ઇનોસ સ્ટીલ ફિનિશ છે.
મળશે માય ઝોન ફીચર
Haier Lumiere સીરિઝમાં માય ઝોન ફિચર્સ આપવામાં આવ્યું છે, જેને લઈ કંપનીનો દાવો છે કે તે એક એક્સક્લૂસિવ ફિચર્સ છે. માય ઝોનની મદદથી, તમે ચીઝ, પીણાં અને મસાલા માટે અલગ મોડ પસંદ કરી શકો છો. એકવાર મોડ સિલેક્ટ કર્યા બાદ ફ્રિજ આપોઆપ તાપમાન વગેરેને એડજસ્ટ કરે છે.