- Tech and Auto
- બોલીવુડના ગીતો અને પાર્લેજીના શોખીન સબીહ ખાન એપલના સિનિયર વાઇસપ્રેસિડેન્ટ બન્યા
બોલીવુડના ગીતો અને પાર્લેજીના શોખીન સબીહ ખાન એપલના સિનિયર વાઇસપ્રેસિડેન્ટ બન્યા
ભારતીયો માટે ગૌરવ લેવા જેવી વાત છે કે ભારતમાં જન્મેલા સબીહ ખાનને એપલ જેવી દુનિયાની મોટી કંપનીએ તેના ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટની સિનિયર વાઇસપ્રેસિડન્ટ બનાવ્યા છે. તેઓ કંપનીમાં જુદા જુદા પદો પર છેલ્લા 24 વર્ષથી કામ કરતા હતા.
એક રિપોર્ટ મુજબ સબીહ ખાનનો જન્મ બ્રાસ માટે ફેમસ મુરાદાબાદમાં થયો હતો. તેમનો પરિવાર બ્રાસ એક્સપોર્ટની શરૂઆત કરવા માટે જાણીતો છે. તેમણે ધો. 5 સુધીનું શિક્ષણ મુરાદાબાદના સેન્ટ મેરી સ્કૂલમાં જ કર્યું હતું. ત્યારપછી તેમનો પરિવાર સિંગાપોર શિફ્ટ થઇ ગયો હતો. સિંગાપોરમાં સ્કૂલિંગ કર્યા પછી તેઓ મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા. તેમણે પહેલી નોકરી જીઇ કંપનીમાં કરી અને ત્યારપછી છેલ્લા 24 વર્ષથી તેઓ એપલમાં નોકરી કરતા હતા. તેમને વોશિંગટનની છોકરી સાથે લગ્ન કર્યા છે અને ત્રણ સંતાન છે. તેઓ બોલીવુડના હિન્દી ગીતો અને પાર્લે જી બિસ્કિટના ખાસ શોખીન છે. ઉલ્લેખનીય છે કે ગુગલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓમાં ઉચ્ચપદો પર ભારતીયો છે. હવે એપલમાં પણ ભારતીયનો ડંકો વાગ્યો છે. એપલમાં આટલી મોટી પોસ્ટ પર પહોંચ્યા હોય તેવા તેઓ પહેલા ભારતીય છે. જોકે, કેટલાકનું માનવું છે કે ભારતનું મોટું બજાર જોઇને પણ આ કંપનીઓ ભારતીયોને મોટા પદો પર પ્રમોટ કરે છે. જોકે, તેમનામાં યોગ્યતા તો હોય જ છે પરંતુ માર્કેટનું ફેક્ટર પણ તેમાંથી એક છે.

