- Tech and Auto
- દુનિયાનો એકમાત્ર જ્વાળામુખી, જ્યાંથી નીકળે છે બ્લ્યૂ લાવા, આવેલુ છે એસિડિક સરોવર
દુનિયાનો એકમાત્ર જ્વાળામુખી, જ્યાંથી નીકળે છે બ્લ્યૂ લાવા, આવેલુ છે એસિડિક સરોવર

ઈન્ડોનેશિયાના જાવામાં બાનયૂવાંગી રીજેન્સી અને બોન્ડોવોસો રીજેન્સીની સરહદ પર એવો જ્વાળામુખી આવેલો છે, જેમાંથી બ્લ્યૂ રંગનો લાવા નીકળે છે. આ ખૂબ જ ચોંકાવનારી પ્રાકૃતિક ઘટના છે. આ જ્વાળામુખી પોતાની ચાર વસ્તુઓ માટે પ્રખ્યાત છે- પહેલું બ્લ્યૂ લાવા, બીજું ભૂરી આગ, એસિડિક ક્રેટર સરોવર અને સલફ્રરનું ખનન. તેનું નામ છે કાવા ઈજેન જ્વાળામુખી.
કાવા ઈજેન જ્વાળામુખી છેલ્લીવાર 1999માં ફાટ્યો હતો. પરંતુ, તેમાંથી નીકળતો લાવા તેને હંમેશાં વૈજ્ઞાનિકોની સ્ટડીનું સેન્ટર બનાવીને રાખે છે. આ જ્વાળામુખીનો કાલ્ડેરા આશરે 20 કિમી પહોળો છે. અહીં ઘણા પહાડોનું એક કોમ્પ્લેક્સ છે. જેમા ગુરંગ મેરાપી સ્ટ્રેટોવોલ્કેનો સૌથી ભયાનક છે. અહીંથી જ ભૂરી આગ અને બ્લ્યૂ લાવા નીકળે છે. ગુરંગ મેરાપી એટલે કે આગનો પહાડ.
અહીં એક ક્રેટર છે, જે આશરે 1 કિમી વ્યાસનો છે. અહીં બ્લ્યૂ રંગનું પાણી છે, જે સંપૂર્ણરીતે એસિડિક છે. લોકો અહીંથી સલ્ફરનું ખનન કરીને લઈ જાય છે. અહીં સલ્ફર કાઢનારા મજૂરોને એક દિવસના 13 ડૉલર એટલે કે 1013 રૂપિયા મળે છે, કારણ કે લોકો સલ્ફરના ચંકને લઈને ત્રણ કિલોમીટર નીચે પાલ્ટૂડિંગ ઘાટીમાં ઉતરે છે.
કાવા ઈજેન જ્વાળામુખીનો ક્રેટર જ્યાંથી ભૂરી આગ અને બ્લ્યૂ લાવા નીકળે છે, તેનો વ્યાસ 722 મીટર છે. આ ક્રેટર આશરે 200 મીટર ઊંડો છે. આ ક્રેટરમાં સલફ્યૂરિક એસિડની માત્રા ઘણી વધુ છે. અહીં આવેલા તેજાબી સરોવરને દુનિયાનું સૌથી મોટું એસિડિક ક્રેટર માનવામાં આવે છે.
જ્યારથી આ ક્રેટર વિશે નેશનલ જિયોગ્રાફિકે સ્ટોરી કરી, ત્યારથી અહીં આવનારા પર્યટકોની સંખ્યા વધી ગઈ છે. હવે અહીં લોકો રાત્રે માઉન્ટેન હાઈકિંગ માટે આવે છે, જેથી બ્લ્યૂ રંગના લાવાને નીકળતા અથવા વહેતા જોઈ શકે. બે કલાકના ટ્રેકિંગ બાદ લોકો જ્વાળામુખીના ક્રેટરની રિમ સુધી પહોંચી જાય છે. પછી 45 મિનિટના ટ્રેકિંગ બાદ નીચે આવેલા એસિડિક સરોવર સુધી પહોંચી જાય છે.
આ જ્વાળામુખી પર જનારા પર્યટકોએ કેમિકલ માસ્ક લગાવીને જવાનું હોય છે. નહીં તો સલ્ફરની ગંધથી તેમની તબિયત બગડી શકે છે. સલફ્યૂરિક ગેસ નીકળવાના કારણે અહીં પર નીકળતી આગ પણ ભૂરી દેખાય છે. ક્રેટરનું તાપમાન 600 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલ્યુ જાય છે. ક્રેટરમાંથી નીકળતી આગની લંબાઈ 16 ફૂટ ઊંચી હોય છે.
કાવા ઈજેન જ્વાળામુખી દુનિયાનું એકમાત્ર એવુ જ્વાળામુખી છે, જ્યાંથી બ્લ્યૂ રંગની આગ અને લાવા નીકળે છે. સ્થાનિક લોકો તેને અપી બીરુ એટલે કે ભૂરી આગ કહીને બોલાવે છે. એસિડિક સરોવરની પાસે એક ધરતીની અંદર જતો રસ્તો છે. અહીંથી સલ્ફર બહાર આવે છે. જ્યારે તે બહાર આવે છે, ત્યારે લાલ રંગ હોય છે. બહાર આવ્યા બાદ તે બ્લ્યૂ દેખાય છે. બાદમાં તે ઠંડો થાય છે અને પીળા રંગનો દેખાય છે. પથ્થરોના રૂપમાં જામી જાય છે.
અહીં કામ કરતા મજૂર પીઘળેલા સલ્ફરને સિરેમિકની પાઈપથી ઉપરથી નીચે તરફ વહાવી દે છે. તે નીચે જઈને ઠંડો થઈ જાય છે. નીચે પહોંચીને જામી જાય છે. પછી મજૂર તેને તોડી-તોડીને નીચે ઘાટીમાં લઈ જાય છે. સામાન્યરીતે એક દિવસમાં બેવાર મજૂર આ કામ કરે છે.
દરરોજ આ જ્વાળામુખીમાંથી આશરે 200 મજૂરો 14 ટન સલ્ફર કાઢે છે. જ્યાંથી લોકો સલ્ફર કાઢે છે ત્યાં તાપમાન 45થી 60 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. મજૂરોની સુરક્ષાને લઈને ખનન કંપનીઓ વધુ ધ્યાન નથી આપતી, જેના કારણે તેમને શ્વાસ સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે.
Related Posts
Top News
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Opinion
