ફક્ત 14 હજાર રૂપિયાની કિંમતે લોન્ચ થયો આ 6000mAh બેટરી અને 50MP કેમેરા ધરાવતો સ્માર્ટફોન

લાવાએ તેની 'Bold' સ્માર્ટફોન લાઇનઅપમાં લેટેસ્ટ એડિશન તરીકે ભારતમાં Bold N4 Pro 5G લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટ Lava Bold N4 Lite પછી આવ્યું છે, જેને આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ મોટી બેટરી, 5G કનેક્ટિવિટી અને અપગ્રેડેડ હાર્ડવેર લઇને આવે છે. Bold N4 Pro 5Gમાં 6.75-ઇંચની HD+ ડિસ્પ્લે, Unisoc T8200 ચિપસેટ, વર્ચ્યુઅલ RAM સપોર્ટ સાથે 6GB RAM અને 6,000mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 50-મેગાપિક્સલનો AI રિયર કેમેરા અને IP64 રેટિંગ પણ આપવામાં આવી છે.

Lava Bold N4 Pro
aninews.in

ભારતમાં Lava Bold N4 Pro 5Gની કિંમત અને ઉપલબ્ધતા

Lava Bold N4 Pro 5Gના સિંગલ 6GB + 128GB વેરિયન્ટની ભારતમાં તમામ ઓફર્સ સહિત સ્પેશિયલ લોન્ચ કિંમત ₹13,999 રાખવામાં આવી છે. તેનું વેચાણ 26 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:00 વાગ્યે Amazon પર શરૂ થશે. આને Monaco Blue અને Opulent Lilac કલર વિકલ્પોમાં ખરીદી શકશે. હાલમાં, Amazon લિસ્ટિંગ દ્વારા ફોનની માત્ર કેટલીક સ્પેસિફિકેશન્સ સામે આવી છે; વેચાણ શરૂ થાય તે પહેલાં વધુ વિગતો જાહેર થવાની અપેક્ષા છે. લાવા આ Bold N4 Pro 5G સાથે તેની 'Free Service at Home' સુવિધા પણ આપી રહી છે, જે સમગ્ર ભારતમાં ગ્રાહકોના ઘરે જઈને આફ્ટર-સેલ્સ સપોર્ટ મળશે.

Lava Bold N4 Pro
hindi.gadgets360.com

Lava Bold N4 Pro 5Gની વિશેષતાઓ અને સ્પેસિફિકેશન્સ

Lava Bold N4 Pro 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.75-ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ હેન્ડસેટ Unisoc T8200 5G ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 6GB RAM, એડિશનલ 6GB વર્ચ્યુઅલ RAM  સપોર્ટ અને 128GBની ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. આ ફોન આઉટ ઓફ ધ બોક્સ Android 16 પર ચાલે છે અને તેની બાબતે ક્લીન સોફ્ટવેર અનુભવ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Lava Bold N4 Pro 5Gમાં AI-સપોર્ટેડ 50-મેગાપિક્સલની ડ્યૂઅલ રિયર કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 6,000mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે, જોકે તેના ચાર્જિંગ સપોર્ટ અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તે ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP64 રેટિંગ મળી છે.

Lava Bold N4 Pro
gizbot.com

ડિઝાઇનની વાત કરીએ તો, Lava Bold N4 Pro 5Gમાં ફ્લેટ બેક પેનલ મળે છે, જેના ઉપરના ડાબા ભાગમાં સહેજ ઉપસેલો રાઉન્ડેડ રેક્ટેંગલ કેમેરા આઇલેન્ડ આપવામાં આવ્યું છે. આ મોડ્યૂલમાં બે મોટા કેમેરા લેન્સ, એક નાનો ગોળાકાર ભાગ અને LED ફ્લેશ છે. હેન્ડસેટમાં ફ્લેટ ફ્રેમ આપવામાં આવી છે, જેમાં જમણી બાજુએ વોલ્યૂમ કંટ્રોલ્સ અને પાવર બટન આવેલા છે. તેની આગળની બાજુએ વોટરડ્રોપ-સ્ટાઇલ નોચમાં સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

About The Author

Top News

હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ

હાઇબ્રિડ વાહનો ભારતમાં ધીમે-ધીમે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2029 સુધીમાં આ સેગમેન્ટમાં વાર્ષિક વૃદ્ધિ દર આશરે ...
Tech and Auto 
હવે હાઇબ્રિડ કારો મચાવશે ધમાલ, આવશે 5 નવા મોડેલ્સ, આ કંપનીઓએ શરૂ કરી દીધી તૈયારીઓ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-11-2026 દિવસ: રવિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય શહેરોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવાની યોજના અંગે વિદેશી એરલાઇન્સે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો...
National 
શું અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટ પરથી 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરશે? 11 વિદેશી એરલાઇન્સે સરકારને પૂછ્યું- તમે મંજૂરી આપી છે?

કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા

ભારતીય મૂળના સિટી કાઉન્સિલ સભ્ય નિત્યા રમને લોસ એન્જલસના મેયરની ચૂંટણી જીતી છે, તેમણે વર્તમાન મેયર કરેન બાસને હરાવ્યા...
World 
કેરળમાં જન્મેલા ભારતીય મૂળના નિત્યા રમન લોસ એન્જલસના મેયર બન્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.