સિંગલ ચાર્જમાં 285 કિમી રેન્જ... શાનદાર ફીચર્સ! મહિન્દ્રાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV લોન્ચ

ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવતા મહિન્દ્રાએ બહુપ્રતિક્ષિત XUV 3XO EV લોન્ચ કરી દીધી છે. આકર્ષક દેખાવ અને શાનદાર બેટરી પેક ધરાવતી આ નવી ઇલેક્ટ્રિક SUVની શરૂઆતની કિંમત 13.89 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે. તે કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV છે. મંગળવારે, કંપનીએ બાજામાં તેની નવી SUV, XUV 7XO લોન્ચ કરી હતી, જેની શરૂઆતની કિંમત 13.66 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.

તાજેતરના દિવસોમાં ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત નજરે પડ્યા બાદ, XUV 3XO EVની હવે સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ખાસ વાત એ છે  કે, XUV 7XO લોન્ચ થયાના બરાબર એક દિવસ બાદ જ XUV 3XO EV રજૂ કરીને, મહિન્દ્રાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે કંપની પેટ્રોલ અને ડીઝલ સાથે સાથે ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં પણ આક્રમક વ્યૂહરચના અપનાવવાના મૂડમાં છે.

Mahindra-XUV-3XO-EV1
indiatoday.in

XUV 3XO EVનું ઇંટિરિયર અને પ્રીમિયમ લૂક સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં સિંગલ-પેન સનરૂફ આપવામાં આવી છે, જે કેબિનની જગ્યા વધારે છે. R16 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ SUVના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. આ ઉપરાંત LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સિગ્નેચર LED ટેલલેમ્પ્સ અને ટર્ન ઇન્ડિકેટર્સ સાથે LED DRLs તેને ફ્યૂચરિસ્ટિક ઓળખ આપે છે. શાનદાર વિઝિબિલિટી સાથે આ SUV અનુભવ પણ આપે છે.

winter
gujaratijagran.com

ઇન્ટિરિયર અને ફીચર્સ

કેબિનની અંદર, મહિન્દ્રા XUV 3XO EVમાં ટેક્નોલોજી અને કમ્ફર્ટનું સારું મિશ્રણ જોવા મળે છે. તેમાં 10.25-ઇંચની 2 HD સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં એક ઇન્ફોટેનમેન્ટ અને બીજી ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર માટે છે. ડ્યૂઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પૂશ-બટન સ્ટાર્ટ અને કીલેસ એન્ટ્રી રોજિંદા ડ્રાઇવિંગને સરળ બનાવે છે. વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, બિલ્ટ-ઇન એલેક્સા સાથે એડ્રેનોક્સ સિસ્ટમ અને ઓનલાઇન નેવિગેશન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, રીઅર એસી વેન્ટ્સ, આર્મરેસ્ટ અને 60:40 સ્પ્લિટ સીટ તેને ફેમિલી ફ્રેંડલી બનાવે છે. આ ઉપરાંત વાયરલેસ ચાર્જિંગ, ઓટો હેડલેમ્પ્સ, રેઈન-સેન્સિંગ વાઇપર્સ અને આગળ-પાછળના USB પોર્ટ પણ ઉપલબ્ધ છે.

મહિન્દ્રા XUV 3XO EVમાં કંપનીએ 39.4 kWh બેટરી પેકથી આપ્યું છે, જે રિયલ વર્લ્ડ કન્ડિશનમાં લગભગ 285 કિલોમીટર સુધીની રેન્જનો દાવો કરે છે. આ SUV રોજિંદા મુસાફરી અને ટૂંકી મુસાફરી માટે આદર્શ છે. તેની ઇલેક્ટ્રિક મોટર 110 kW પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે, જેનાથી શહેરમાં અને હાઇવે બંને પર મજબૂત પ્રદર્શન આપે છે.

winter3
gujarati.news18.com

કંપનીનો દાવો છે કે, તે પોતાના સેગમેન્ટમાં સૌથી ઝડપી SUV છે, જે માત્ર 8.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. ડ્રાઇવરોને 3 ડ્રાઇવિંગ મોડ્સ પણ ઓફર કરવામાં આવે છે: ફન, ફાસ્ટ અને ફિયરલેસ. સારી રાઇડ ગુણવત્તા માટે, તેમાં ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ ડેમ્પિંગ અને MTV-VAL જેવી એડવાન્સ સસ્પેન્શન ટેક્નૉલોજી પણ આપવામાં આવી છે. ચાર્જિંગના મામલે XUV 3XO EV ખૂબ શાનદાર છે. મહિન્દ્રાનો દાવો છે કે 50 kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી તેની બેટરી માત્ર 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે, જે તેને લાંબી ટ્રિપ્સ અને ડેઇલી સિટી રાઈડ બંને માટે વધુ અનુકૂળ બનાવે છે.

XUV 3XO EVમાં 80થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં રિમોટ વ્હીકલ કંટ્રોલ, વ્હીકલ સ્ટેટસ મોનિટરિંગ, ટ્રિપ સમરી અને સ્માર્ટવોચ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. સલામતીની દૃષ્ટિએ, તેમાં લેવલ 2 ADAS ટેકનોલોજી આપવામાં આવી છે, જેમાં એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, ફોરવર્ડ ક્લોજન વોર્નિંગ, સ્માર્ટ પાયલટ આસિસ્ટ અને ઓટો ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સ મળે છે. તેની સાથે 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ, 6 એરબેગ્સ, 4 ડિસ્ક બ્રેક્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સહિત તેની સાથે કુલ 35 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

મહિન્દ્રા XUV 3XO EV બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની AX5 વેરિઅન્ટની શરૂઆતની કિંમત 13.89 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે, જ્યારે ટોપ વેરિયન્ટ AX7Lની કિંમત 14.96 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) સુધી જાય છે. મહિન્દ્રાના મતે, XUV 3XO EVને તેના પેટ્રોલ મોડલ XUV 3XO બ્રાન્ડની મજબૂત સફળતાના બેઝ પર બનાવવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2024માં લોન્ચ થયા બાદ XUV 3XOના લગભગ 1.8 લાખ યુનિટ વેચાયા છે. આ જ કારણ છે કે મહિન્દ્રાએ ગ્રાહકોને પરિચિત અને વિશ્વસનીય વિકલ્પ પૂરો પાડવા માટે આ વિશ્વસનીય પ્લેટફોર્મ પર આધારિત ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાનો નિર્ણય લીધો.

મહિન્દ્રા XUV 3XO EV ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જે ડેઇલી લાઈફમાં એક પ્રેક્ટિકલ અને અને ફીચર્સથી ભરપૂર સાથે સુવિધાયુક્ત, સસ્તીઇલેક્ટ્રિક SUV ઇચ્છે છે. આ SUV ન માત્ર આરામદાયક ડ્રાઇવિંગનું વચન આપે છે, પરંતુ શાનદાર પ્રદર્શન અને એડવાન્સ સેફ્ટી ટેક્નૉલોજી સાથે સંતુલિત પેકેજ પણ પ્રદાન કરે છે, જે ડેઇલી મુસાફરી સાથે-સાથે વિકેન્ડ તે ડ્રાઇવ માટે પણ યોગ્ય છે.

ભારતીય ઇલેક્ટ્રિક SUV બજારમાં XUV 3XO EVની સીધી ટક્કર ટાટા નેક્સન EV અને MG વિન્ડસર સાથે માનવમાં આવી રહી છે. બંને મોડેલો પહેલાથી જ આ સેગમેન્ટમાં મજબૂત હાજરી ધરાવે છે. એવામાં મહિન્દ્રા XUV 3XO EV પોતાના ફીચર્સ, પ્રદર્શન અને બ્રાન્ડ વેલ્યૂના દમ પર આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવવા માટે તૈયાર છે.

About The Author

Top News

આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

ઘટી રહેલા બજારમાં એક શેર રોકાણકારોને સારી કમાણી કરવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. આ...
Business 
આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. અજિત પવાર સાથે સવાર 5 લોકોએ...
National 
અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

સુપ્રીમ કોર્ટ આજે UGC કેસની સુનાવણી કરવાની છે, ત્યારે તમિલનાડુના CM સ્ટાલિને UGCના નિયમોને ટેકો આપ્યો છે. તેમણે...
National 
તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના...
Gujarat 
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.