આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

ઘટી રહેલા બજારમાં એક શેર રોકાણકારોને સારી કમાણી કરવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. આ શેર હિંદુસ્તાન કોપર છે. જે ગુરુવારે 20% વધીને 760 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને માત્ર 10 મહિનામાં અનેક ગણું વળતર આપ્યું છે. હિન્દુસ્તાન કોપરનું માર્કેટ કેપિટલાઇઝેશન 71,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. છેલ્લા અઠવાડિયામાં આ શેર લગભગ 40% વધ્યો છે, જ્યારે 2026માં અત્યાર સુધીમાં તેમાં 45%નો વધારો થયો છે.

આ શેરે રોકાણકારોના પૈસા ચાર ગણા કર્યા છે. 7 એપ્રિલ, 2025ના રોજ આ શેર 183.90 રૂપિયાના તેના 52-અઠવાડિયાના નીચલા સ્તરે હતો, પરંતુ હવે તે 305% વધીને આ સ્તરે પહોંચ્યો છે. એવામાં આ શેરે રોકાણકારોને હેરાન કરી દીધા છે. માત્ર 6 મહિનામાં જ આ શેરે રોકાણકારોને ત્રણ ગણું વળતર આપ્યું છે.

share-market
samco.in

તાજેતરમાં જાહેર કરવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગમાં, હિન્દુસ્તાન કોપરે જાહેરાત કરી હતી કે તેના ડિરેક્ટર બોર્ડની બેઠક 5 ફેબ્રુઆરી, 2026ના રોજ મળશે, જ્યાં અન્ય બાબતોની ઉપરાંત 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે કંપનીના અનઓડિટેડ પરિણામો જાહેર કરવામાં આવશે. કંપની તેના માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી શકે છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના રિસર્ચ અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ ઓઝાએ જણાવ્યું હતું કે, ચાર્ટ પર એક નવો બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે, પરંતુ નવી એન્ટ્રી લેવી યોગ્ય નથી. હાલના રોકાણકારો તેમની પૂંજી અને નફાને સુરક્ષિત રાખવા માટે યોગ્ય સ્ટોપ લોસ સાથે શેર હોલ્ડ કરી શકે છે. હિન્દુસ્તાન કોપરમાં તાજેતરની તેજી સંપૂર્ણપણે વૈશ્વિક પરિબળોથી પ્રેરિત છે, જેના માટે થોડી સાવધાની જરૂરી છે.

share-market2
livemint.com

આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના સીનિયર ટેક્નિકલ રિસર્ચ વિશ્લેષક જીગર એસ. પટેલે આજ પ્રકારના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘હિન્દુસ્તાન કોપર નજીકના ભવિષ્યમાં ઓવરએક્સટેન્ડેડ પ્રતિત થાય છે, જોકે લાંબા ગાળાનો ચાર્ટ બુલિશ છે. આ શેરે તેના અગાઉના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર 658 રૂપિયાને વટાવી દીધો છે. તેમણે કહ્યું કે, ટ્રેડર્સે સ્ટોપ-લોસને ટ્રેલ કરવા અને અને નવી ખરીદીથી બચવાની સલાહ આપવામાં આવે છે. ઉપર તરફ, શેરને 784 રૂપિયાની આસપાસ લાંબા ગાળાના પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે, જે એપ્રિલ 2025ના આધારથી 2.618 ફિબોનાકી વિસ્તરણને અનુરૂપ છે.

આ શેરમાં શા માટે તેજી કેમ આવી રહી છે?

હિન્દુસ્તાન કોપરે બજાર માન્યતાના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. વીજળી, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાંથી વધતી સ્થાનિક તાંબાની માંગ, ખાણ વિસ્તાર અને સંસાધન વૃદ્ધિ પર વધુ સ્પષ્ટતાને કારણે શેરમાં તેજી આવી રહી છે.

About The Author

Related Posts

Top News

આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

ઘટી રહેલા બજારમાં એક શેર રોકાણકારોને સારી કમાણી કરવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. આ...
Business 
આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. અજિત પવાર સાથે સવાર 5 લોકોએ...
National 
અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

સુપ્રીમ કોર્ટ આજે UGC કેસની સુનાવણી કરવાની છે, ત્યારે તમિલનાડુના CM સ્ટાલિને UGCના નિયમોને ટેકો આપ્યો છે. તેમણે...
National 
તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના...
Gujarat 
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.