'હું ખુદ યુટ્યુબર શાદાબ જકાતી પાસે જાઉં છું...' ઇરમનો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો, રડ્યો અને...

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો યુટ્યુબર શાદાબ જકાતી પાછો બીજા વિવાદમાં ફાંસી ગયો છે. આ વખતે, મામલો કોઈ વાંધાજનક વીડિયોનો નથી, પરંતુ જકાતી સાથે કામ કરતી ઇરમ નામની મહિલા અને તેના પતિનો છે. તેના પતિ, ખુર્શીદ, જેને સોનુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ઇરમ પર તેની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, ઇરમે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિવાદ એટલો ઝડપથી ફેલાઈ ગયો કે, પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઇરમના પતિ, ખુર્શીદ, ઇંચૌલી પોલીસ સ્ટેશન ગયા, ચોધાર આંસુએ રડતા અને તેમની સલામતી માટે ખુબ વિનંતી કરી. હૃદયરોગના દર્દી, ખુર્શીદે પોલીસને જણાવ્યું કે તેની પત્ની, ઇરમ, કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જાય છે અને ઘણા દિવસો સુધી દૂર રહે છે. તે રીલ્સ અને વીડિયો બનાવવાના આડમાં શાદાબ જકાતી સાથે બહાર જાય છે. જ્યારે તે વિરોધ કરે છે, ત્યારે ઇરમ તેને ગાળો આપે છે અને છૂટાછેડાની ધમકી પણ આપે છે. ખુર્શીદ એવો પણ આરોપ લગાવે છે કે, ઇરમ તેને કહે છે, 'તું મરી જા, મને કોઈ ફરક નથી પડતો.'

Iram
aajtak.in

ખુર્શીદનો દાવો છે કે, શાદાબ જકાતી તેની પત્નીને ત્રણ-ચાર દિવસ માટે પોતાની સાથે લઈ જાય છે. તેણે શંકા વ્યક્ત કરી હતી કે, તેની પત્ની અને શાદાબ તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. થોડા દિવસ પહેલા, ઇરમે દેહરાદૂન જવાની વાત કરી હતી, પરંતુ વિરોધ કરવા પર, તે ખોટું બોલી કે તે પોલીસ સ્ટેશનમાં બેઠી છે. ખુર્શીદે કહ્યું કે તે માનસિક રીતે પુરી રીતે ભાંગી પડ્યો છે અને તેને પોતાના અને પોતાના બાળકોના જીવનો ડર સતાવી રહ્યો છે.

ખુર્શીદનો રડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેનાથી ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. વીડિયો વાયરલ થતાં જ, ઇરમે આ વાતનો જવાબ આપવા માટે પોતાનો પક્ષ રજૂ કરતો વીડિયો બહાર પાડ્યો.

ઇરમે તેના પતિના બધા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું, 'હું ખુદ શાદાબ જકાતીના ઘરે જાઉં છું, ત્યાં વીડિયો બનાવું છું અને તેના બદલે મને પૈસા મળે છે. તેમાં કંઈ ખોટી વાત નથી.'

ઇરમે બતાવ્યું કે, તેના ચાર બાળકો છે અને ઘર ચલાવવાની બધી જ જવાબદારી તેના પર છે. તેનો પતિ ખુર્શીદ, સતત તેને માર મારતો, ગાળો આપતો અને પૈસાની માંગણી કરતો. ઇરમે સમજાવ્યું કે, શાદાબ જકાતી તેને ક્યાંય લઇ પણ જતો નથી કે તેના પર બહાર જવા માટે કોઈ દબાણ પણ કરતો નથી. તે પોતાની મરજીથી કામ પર જાય છે અને જ્યારે ઈચ્છે ત્યારે ઘરે પાછી ફરે છે. તેણે કહ્યું, 'મારો પતિ એ સહન કરી શકતો નથી કે, હું પૈસા કમાઈને ઘર ચલાવી રહી છું.'

Iram
livedainik.com

ઇરમે એ પણ ખુલાસો કર્યો કે, ખુર્શીદે તેને પહેલાથી જ છૂટાછેડા આપી દીધા છે, પરંતુ હવે તે અંતિમ છૂટાછેડા માંગે છે કારણ કે સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. તેણે શાદાબ જકાતી સામેના અફેરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તે ફક્ત પ્રોફેશનલ કામ માટે છે.

જ્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે પોલીસે પણ તેને ગંભીરતાથી લીધો. બંને પક્ષોના નિવેદનો ઇંચૌલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી રહ્યા છે. સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે. CO સદર ગ્રામીણ શિવ પ્રતાપ સિંહે કહ્યું કે, ખુર્શીદ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, પરંતુ તેણે હજુ સુધી લેખિત ફરિયાદ આપી નથી. તેની પત્નીએ પણ વીડિયો દ્વારા આ મામલામાં પોતાનો પક્ષ રજૂ કર્યો. પોલીસે કહ્યું કે લેખિત ફરિયાદ મળ્યા પછી જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી

મધ્ય પ્રદેશના ધારમાં શુક્રવારે સવારે એક સનસનાટીભર્યો ગુનો સામે આવ્યો, જ્યાં બદમાશોએ કોન્ટ્રાક્ટરના નિવાસસ્થાને નકલી ઇનકમ ટેક્સનો દરોડો પાડીને...
National 
સ્પેશિયલ 26 જેવો મામલો: નકલી આવકવેરા વિભાગના દરોડા, સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થયા આરોપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -15-03-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

વધતા વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહેલા બે...
National 
ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...

જો તમે અવારનવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસ બનાવી રાખ્યો છે, તો તમારે હવે ...
National 
શું તમે પણ વાર્ષિક FASTag ટોલ પાસ કઢાવ્યો છે, તો ભાવ વધી ગયા છે, હવે 3000 રૂપિયા નહીં પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.