કુલદીપ સેંગરની પુત્રીએ ઉન્નાઉની પીડિતા પર કર્યો મોટો દાવો

ઉન્નાવ  કેસના આરોપી કુલદીપ સેંગરની પુત્રી ઐશ્વર્યા સેંગરે મીડિયા સમક્ષ આવીને ઉન્નાઉ કેસની પીડિતા પર ગંભીર આરોપો લગાવ્યા. ઐશ્વર્ય સેંગરે સ્પષ્ટ કહ્યું કે જો તેના પિતાએ છોકરી તરફ આંખ ઉઠાવીને પણ જોઈ હોય તો તેને ફાંસી આપી દેવામાં આવે, પરંતુ અહીં પીડિતા ખોટી છે. રે*પ પીડિતાનો કાકો હિસ્ટ્રીશીટર છે, જે હાલમાં તિહાડ જેલમાં છે અને તેના પર 17 કેસ છે. મારા કાકા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

તેણે કહ્યું કે, પીડિતાના પરિવાર સાથે અમારી લાંબા સમયથી દુશ્મની છે. આ આ કેસ પહેલાની દુશ્મની છે. મીડિયાએ પીડિતા પાસેથી પુરાવા માંગવા જોઈએ કે તેની સાથે ખોટું થયું છે. પીડિતાએ શરૂઆતમાં અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ અઢી મહિના બાદ, સમજી વિચારીને તેના પિતાનું નામ પણ સામેલ કર્યું.

Aishwarya-Sengar
aninews.in

આ અગાઉ, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો જાહેર થતા જ, કુલદીપ સિંહ સેંગરે પોતાની પુત્રીના માધ્યમથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતાએ ઘણી વખત પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે પહેલા ઘટનાનો સમય સવારે 2:00 વાગ્યા, પછી સવારે 6:00 વાગ્યા અને અંતે સવારે 8:00 વાગ્યાનો જણાવ્યો. AIIMSના મેડિકલ બોર્ડના રિપોર્ટમાં તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.'

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2017ના ઉન્નાવ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો છે, જેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

SC
newsonair.gov.in

બેન્ચે કુલદીપ સિંહ સેંગરના વકીલને નોટિસ ફટકારતા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ દાખલ કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા સ્પષ્ટ કર્યું કે કુલદીપ સિંહ સેંગર જેલમાં જ રહેશે. ઉલ્લેખનીય છે કે કુલદીપ સિંહ સેંગર પીડિતાના કાકા પર હુમલો કરવા બદલ પહેલાથી જ જેલની સજા ભોગવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.