- National
- અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું
અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું
બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. અજિત પવાર સાથે સવાર 5 લોકોએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. આ વિમાન ચલાવનારા પાયલોટ સુમિત કપૂરને લઈને એક મોટો ખુલાસો થયો છે. કેપ્ટન સુમિત કપૂરનો દારૂ અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો ઇતિહાસ છે. તેને અગાઉ દારૂ પીવા બદલ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
બે વાર ઉડાણ અગાઉ આલ્કોહોલ ટેસ્ટમાં ફેઇલ થયા સુમિત કપૂર
સુમિત કપૂરને પગાર વિના ફરજ પરથી અલગ રાખવામા આવ્યો હતો. ફ્લાઇટ પહેલાં 2 વાર આલ્કોહોલ ટેસ્ટમાં ફેઇલ થયો હતો. સુમિત કપૂર સામે આ કાર્યવાહી 13 માર્ચ 2010 અને 24 એપ્રિલ, 2017ના રોજ કરવામાં આવી હતી. રાજ્યસભામાં ત્યારે પિયુષ ગોયલના પ્રશ્નના જવાબમાં તત્કાલીન નાગરિક ઉડ્ડયન મંત્રીનાએ સુમિત કપૂર સામે કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે. કેપ્ટન સુમિત કપૂરને 15,000 કલાકથી વધુ ઉડાણનો અનુભવ હતો, પરંતુ તાજેતરના ખુલાસાઓથી તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
કેપ્ટન સુમિત કપૂરના રેકોર્ડમાં બે મોટી ઘટનાઓ નોંધાયેલી છે:
13 માર્ચ, 2010: દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ નંબર S2-231 (દિલ્હી-બેંગલુરુ) ચલાવતા પહેલા બ્રેથ એનાલાઇઝર (BA) ટેસ્ટમાં તેનો દારૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
7 એપ્રિલ, 2017: કેપ્ટન સુમિતે 7 વર્ષ બાદ ફરી એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું. દિલ્હીથી ગુવાહાટી જતી ફ્લાઇટ નંબર S2-4721માં નશામાં ડ્યૂટી માટે પહોંચ્યો અને પકડાઈ ગયો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કડક વલણ અપનાવ્યું અને 24 એપ્રિલ, 2017ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કર્યો, જેમાં કેપ્ટન સુમિતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. ત્યારબાદ તે VSR વેન્ચર્સ જેવા ઓપરેટર સાથે VIP વિમાનો ઉડાડવા લાગ્યો. પરંતુ બુધવારે જે બન્યું તેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ હતું. હવે, તે ખાનગી ઓપરેટર પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેણે નાયબ મુખ્યમંત્રીની સુરક્ષા એક એવા પાયલોટને સોંપી હતી, જેનો રેકોર્ડ પહેલાથી જ શંકાસ્પદ હતો.
છેલ્લી 36 મિનિટની કહાની
અજિત પવાર બુધવારે બારામતીમાં 4 ચૂંટણી રેલીઓમાં હાજરી આપવાના હતા. તેમનું વિમાન સવારે 8:10 વાગ્યે મુંબઈથી ઉડ્યું. ATC અનુસાર, વિમાનનો સંપર્ક સવારે 8:18 વાગ્યે થયો હતો. તે સમયે, પાયલટ રનવે જોઈ શક્યો નહોતો, એટલે કે પહેલો લેન્ડિંગ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પાયલટે બીજો પ્રયાસ કર્યો. સવારે 8:43 વાગ્યે, પાયલટે રનવે જોયો. ATCએ લેન્ડિંગની પરવાનગી આપી, અને માત્ર 6 સેકન્ડમાં વિમાન ક્રેશ થઈ ગયું.
આ માટે ઘણા કારણો સામે આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કહી રહ્યા છે કે આ અકસ્માત ઓછી વિઝિબિલિટીને કારણે થયો હોય તેવું લાગે છે, પરંતુ સંપૂર્ણ સત્ય તપાસ બાદ જ સામે આવશે. અત્યારે આ મામલે તપાસ શરૂ થઈ છે, પરંતુ વિપક્ષને શંકા છે કે દાળમાં કંઈક કાળું દેખાવા લાગ્યું થયા છે. જો કે, કાકા શરદ પવારે સ્પષ્ટ કહી દીધું છે આ અકસ્માત છે, આના પર રાજકારણ ન થવું જોઇએ.

