જોરદાર રેન્જ અને ફક્ત 30 મિનિટમાં ચાર્જ થશે મહિન્દ્રાની BE 05

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનની વધતી જતી માગને જોતા કાર નિર્માતા કંપનીઓ ઝડપથી આ સેગમેન્ટમાં પોતાના નવા મોડલને રજૂ કરવામાં લાગી ગઇ છે. લગભગ એક વર્ષ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ મહિન્દ્રા BE 05નો ગ્લોબલ ડેબ્યુ યુકેમાં કર્યો હતો. હાલમાં જ આ કારને ભારતીય સડકો પર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. જોવામાં આ કાર પ્રોડક્શન રેડી મોડલની એકદમ નજીક લાગી રહી છે અને મીડિયા રિપોટ્સ અનુસાર કેટલાક એડવાન્સ ફીચર્સની સાથે આવશે.

એક કોન્સેપ્ટ કાર તરીકે આ ઇલેક્ટ્રિક કાર જ્યારે અનવીલ થઇ હતી, ત્યારે એ સમયે ઘણી હદ સુધી ફ્યુચરિસ્ટિક ડિઝાઇ વાળી કાર લાગી રહી હતી. તેનું ટેસ્ટિંગ મોડલ પણ કોન્સેપ્ટથી એકદમ નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ચેન્નાઇમાં મહિન્દ્રા રિસર્ચ વેલીની પાસે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. કોન્સેપ્ટ મોડેલમાં તેના એક્ટિરિયર પેનલ પર આપવામાં આવેલી ક્રીઝ લાઇન, કટ્સ વગેરેને સ્મૂથ કરવામાં આવ્યા છે, જ્યારે કેમેરાએ વિંગ મિરર્સની જગ્યા લીધી છે. ફ્લેયર્ડ વ્હીલ આર્ચને પણ ટોન કરવામાં આવ્યા છે. વિંડો પણ કોન્સેપ્ટ મોડેલની સરખામણીમાં થોડી વધારે પારંપરિક લાગે છે. સી આકારની ડે ટાઇમ રનિંગ લાઇટ્સને કોન્સેપ્ટમાં છે એવી જ રાખવામાં આવી છે.

મહિન્દ્રા BE 05ને કંપની ફોર ડોર SUV કુપે સ્ટાઇલની સાથે રજૂ કરવામાં આવી છે, જે તેને એક અનોખો લુક આપે છે. જ્યારે તેના કોન્સેપ્ટ મોડલને રજૂ કરવામાં આવ્યું હતું, એ વખતે સૌથી વધારે ચર્ચા તેના લુક, ડિઝાઇનની જ થઇ હતી. કોન્સેપ્ટ મોડેલ BE 05ની લંબાઇ 4370 મિમી, પહોળાઇ 1900 મિમી, ઉંચાઇ 1635 મિમી છે અને તેનો વ્હીલબેસ 2775 મિમી છે. અમને આશા છે કે, પ્રોડક્શન વર્ઝનમાં પણ આવી જ ફુટપ્રીન્ટ મળશે. જોકે, કંપની તેમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર પણ કરી શકે છે.

એક SUV કૂપે હોવાના નામે સ્લોપિંગ રૂફ લાઇન આપવામાં આવી છે, જે કારના પાછળના હિસ્સા સુધી જાય છે, તેના પાછળના હિસ્સામાં સી શેપ ટે લેમ્પ આપવામાં આવી છે, જે હેવી સ્ટાઇલ વાળા બંપર પર ફિટ કરવામાં આવી છે. જોકે, પ્રોડક્શન રેડી મોડલની તસવીરો હજુ એટલી સાફ નથી પણ માનવામાં આવી રહ્યું છે કે, તેના રિયર સેક્શનમાં કંપની કેટલાક ફેરફાર કરી શકે છે.

હાલ ઇન્ટિરિયરની કોઇ તસવીર સામે આવી નથી. પણ કોન્સેપ્ટ મોડલ પર નજર કરીએ તો કંપનીએ તેમાં ડ્યુઅલ સ્ક્રીન લેઆઉટ આપ્યું હતું. તે સિવાય ટુ સ્પોક સ્ટિયરિંગ વ્હીલ્સ આ ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયરને વધારે પ્રીમિયમ બનાવે છે. તેમાં રોટરી કંટ્રોલ સિસ્ટમ સાથે મોટું ગિયર સિલેક્ટર જોવા મળે છે. મહિન્દ્રા BE 05નું ઇન્ટિરિયર એકદમ રિચ અને પ્રીમિયમ હોવાની આશા છે.

મહિન્દ્રાની બોર્ન ઇલેક્ટ્રિક રેન્જ એકદમ નવા INGLO EV પ્લેટફોર્મ પર બેઝ્ડ છે. હાલ તેની પાવરટ્રેન કે બેટરી પેક વિશે કોઇ પણ જાણકારી નથી મળી. પણ એમ માનવામાં આવી રહ્યું છે કે, કંપની તેમાં 60થી 80 કિલો વોટ અવરની ક્ષમતા વાળું બેટરી પેક આપી શકે છે. તે સિવાય આ કારને 175 કિલો વોટનો ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે. કહેવાઇ રહ્યું છે કે, આ ચાર્જર ફક્ત 30 મિનિટમાં જ બેટરીને લગભગ 80 ટકા ચાર્જ કરી દેશે. જ્યાં સુધી ડ્રાઇવિંગ રેન્જની વાત છે તો 80 કિલો વોટ અવરની બેટરી લગભગ 450 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ રેન્જની આશા કરી શકાય છે.

હાલ આ ઇલેક્ટ્રિક કાર શરૂઆતી સ્ટેડ પર છે અને કંપની તેનું ટેસ્ટિંગ શરૂ કરી ચૂકી છે. સમયની સાથએ આ પ્રોજેક્ટમાં વધુ પરિપક્વતા આવશે અને મોડલમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. હજુ તેના લોન્ચ વિશે કંઇપણ કહેવું અતિશયક્તિ હશે, પણ સંભવ છે કે, કંપની તેને ઓક્ટોબર 2025 સુધીમાં બજારમાં લોન્ચ કરી દેશે. મહિન્દ્રા પોતાના ઇલેક્ટ્રિક વેહીકલ પોર્ટફોલિયોને વધુ સારો બનાવવામાં લાગી ગઇ છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.