વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ ઓફિસ તો સાંભળ્યું, પણ આ વર્ક ફ્રોમ કાર(WFC) શું છે

વર્ક ફ્રોમ હોમ (WFH) અને વર્ક ફ્રોમ ઓફિસ (WFO) જેવા શબ્દ તો તમે સાંભળ્યા જ હશે. કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ મોઢા પર કે કહીએ લેપટોપ પર એવું ચડ્યું કે આજે પણ ઉતરવાનું નામ લઈ રહ્યું નથી, પરંતુ શું તમે વર્ક ફ્રોમ કાર બાબતે સાંભળ્યું છે. એકદમ નવો શબ્દ અને કોન્સેપ્ટ છે. કમાલની વાત એ છે કે આ સોશિયલ મીડિયાના ધૂરાંધરોએ નહીં, પરંતુ ટેક જગતની દિગ્ગજ કંપની Microsoftએ શોધ્યો છે. કંપની રિમોટ વર્ક માટે નવું ટૂલ લઈને આવી છે. નામ છે વર્ક ફ્રોમ કાર (WFC).

હવે વર્ક ફ્રોમ કાર શબ્દ વાંચીને કદાચ તમને લાગે કે ક્યાંક માઇક્રોસોટ કોઈ કાર લઈને આવી રહી છે કે પછી કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સાથે જોડાયેલો નવો પ્રોજેક્ટ લોન્ચ થવા જઇ રહ્યો છે તો એવું નથી, પરંતુ કંપની વીડિયો કોન્ફરન્સ માટે નવું ટૂલ લઈને આવી રહી છે જે કારમાં ચાલશે. માઇક્રોસોફ્ટની વીડિયો કોલિંગ માટે એક પ્રોડક્ટ છે Teams. ગૂગલ મીટ અને Zoomની જેમ. જો કે ગૂગલ મીટ અને ઝૂમનો ઉપયોગ સામાન્ય યુઝર્સથી લઈને કંપનીઓમાં થાય છે.

તો Teams એક ઓર્ગેનાઇઝેશન બેઝ્ડ પ્રોડક્ટ છે. કામ તેમાં પણ એ જ થાય છે. મતલબ વીડિયો કૉલિંગથી લઈને તેની અંદર ચેટિંગ, ફાઇલ શેરિંગ વગેરે વગેરે. એન્ડ્રોઇડ ઓટો મતલબ ગૂગલે ડેવલપ કરેલું પ્લેટફોર્મ જે તમારા સ્માર્ટફોનને કાર સાથે કનેક્ટ કરે છે. કારથી કે કહો કારમાં લાગેલી સ્ક્રીનથી. સામાન્ય ભાષામાં કહીએ તો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ. એન્ડ્રોઇડ સ્માર્ટફોનના એપ્સને મિરર કરીને કારમાં ચલાવવાનો શાનદાર જુગાડ. તેમાં ઘણા બધા ફીચર્સ હોય છે.

તો કોલથી લઈને મેસેજને સાઇલેન્ટ કરી શકાય છે. ગૂગલ મેપ્સને મોટી સ્ક્રીન પર ચલાવી શકો છો. વગેરે વગેરે. માઇક્રોસોફ્ટે તેના માટે એક નવું ટૂલ ડેવલપ કર્યું છે. ટૂલ જે Teamsમાં જ જોડાયેલું હશે. માઇક્રોસોફ્ટે તેના માટે નવું ટૂલ ડેવલપ કર્યું છે. ટૂલ જે Teamsમાં જ જોડાયેલું હશે. માઇક્રોસોફ્ટે તેની જાહેરાત ગૂગલની 2023ની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં કરી હતી. Teamsનું નવું ટૂલ કારની સ્ક્રીન પર કામ કરશે.

ક્વીક કોલ ફીચર સાથે સ્પીડ ડાયલ જેવો અનુભવ મળશે. કેલેન્ડર એક્સેસથી મીટિંગ શેડ્યૂલ થઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે લેપટોપ કાઢવાની જરૂરિયાત નહીં હોય, બસ ડેશબોર્ડ પર લાગી સ્ક્રીન જ પૂરતી છે. કંપનીએ અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શૉ (CES-24)માં તેનાથી પર્દો ઉઠાવ્યો છે અને તેને વર્ક ફ્રોમ કાર નામ આપ્યું છે. અત્યારે તેના બાકી ફીચર્સ પરથી પર્દો ઊઠવાનો બાકી છે. ફીચર જ્યારે આવશે ત્યારે જોઈશું, પરંતુ વર્ક ફ્રોમ કાર નામ ખૂબ કુલ છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.