CNG સાથે આવી Nissan Magnite, AMT વર્ઝનમાં પણ CNG મળશે, જાણી લો કિંમત

Nissan Indiaએ તેની લોકપ્રિય SUV, Magnite માટે CNG વિકલ્પને વધારે સરળ બનાવ્યો છે. કંપનીએ હવે તેના AMT (EZ-Shift) વેરિઅન્ટમાં ફેક્ટરી-ફિટેડ CNG કીટની સુવિધા શરુ કરી છે. આ અપગ્રેડ સાથે, ડ્રાઇવરોને પેટ્રોલ જેવી સરળ સવારી અને CNG જેવી આર્થિક રીતે પરવડે તેવી ઇંધણ કાર્યક્ષમતા, બંનેનો લાભ મળશે.

Nissan-Magnite-CNG-AMT1
cardekho.com

કંપનીએ CNG કીટની કિંમત રૂ. 71,999 રાખી છે, જે પેટ્રોલ વેરિઅન્ટના એક્સ-શોરૂમ ભાવમાં ઉમેરવામાં આવશે. આનો અર્થ એ છે કે, પેટ્રોલ વર્ઝન પર પહેલાથી જ વિચાર કરી રહેલા ગ્રાહકો હવે નાની ફીમાં CNGનો લાભ લઈ શકે છે. આ વિકલ્પ બધા EZ-Shift જેવા તમામ વેરિઅન્ટ જેવા કે, Visia, Acenta, N-Connecta, Tekna અને Tekna+માં ઉપલબ્ધ હશે. તેની કિંમતો રૂ. 6.89 લાખ થી રૂ. 9.70 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે.

અત્યાર સુધી, Magniteમાં CNG વિકલ્પ ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ હતું. પરંતુ હવે, EZ-Shift AMT વર્ઝનમાં પણ CNG કીટ મળી રહી છે. કંપની આ કીટ ડીલર સ્તરે ફિટ કરશે, જેનાથી ગ્રાહકોને પસંદગી કરવાની છૂટ મળશે. આ નિર્ણયથી ઓટોમેટિક વાહનમાં વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા ઇચ્છતા ખરીદદારોને ફાયદો થશે.

Nissan-Magnite-CNG-AMT5
aajtak.in

નિસાને આ વખતે CNG સિસ્ટમમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો પણ કર્યા છે. હવે ફ્યુઅલ ઇનલેટ હવે કારના ફ્યુઅલ લિડની અંદર જ આપવામાં આવ્યું છે, જેનાથી CNG રિફિલ કરવું પહેલા કરતાં વધુ સરળ અને સુરક્ષિત બને છે. કંપની આ કીટ પર 3 વર્ષ અથવા 100,000 કિલોમીટરની વોરંટી (જે પણ પહેલા આવે) પણ આપી રહી છે.

નિસાને એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કર્યા નથી. મેગ્નાઇટનું 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 72 PS પાવર અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે, જે 100 PS પાવર અને 160 Nm ટોર્ક (MT)/152 Nm ટોર્ક (CVT) ઉત્પન્ન કરે છે.

Nissan-Magnite-CNG-AMT
cardekho.com

મેગ્નાઈટની ડિઝાઇન ઘણી શાર્પ અને સ્ટાઇલિશ છે. તેમાં મોટી ફ્રન્ટ ગ્રિલ, સ્લિમ હેડલેમ્પ્સ અને 16-ઇંચ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આંતરિક ભાગમાં બ્રાઉન-એન્ડ-બ્લેક ડ્યુઅલ-ટોન થીમ, 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, ARKAMYS સાઉન્ડ સિસ્ટમ અને USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ જેવા પ્રીમિયમ ફીચર્સ છે.

નિસાન મેગ્નાઈટ સલામતીની દ્રષ્ટિએ પણ પાછળ નથી. તેમાં છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ડેશકેમ અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી સેફ્ટી ફીચર્સ છે.

Nissan-Magnite-CNG-AMT4
cardekho.com

નિસાન મેગ્નાઈટ EZ-Shift CNGએ લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે, જેઓ ઓછા બજેટમાં સ્ટાઇલિશ SUV, સારું માઈલેજ અને ઓટોમેટિક ડ્રાઇવિંગની મજા માણવા માંગે છે. કંપનીનું આ પગલું તહેવારોની મોસમ દરમિયાન તેનું વેચાણ પણ વધારી શકે છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.