- Tech and Auto
- સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે
સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે
સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ અને એન્ટ્રી-લેવલ યુઝર્સને ટારગેટ કરે છે. કંપનીએ Samsung Galaxy A07 5G લોન્ચ કર્યો છે. આ ફોન Galaxy A06નો સક્સેસર હશે, જે 10,000 રૂપિયાથી ઓછી કિંમતે આવે છે. તેમાં 50MP મુખ્ય લેન્સ સાથે ડ્યૂઅલ રીઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન 6000mAh બેટરી સાથે આવે છે. સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સ્ક્રીન આપવામાં આવી છે. ચાલો તેના સ્પેસિફિકેશન અને અન્ય ખાસ વાતો અંગે જાણીએ.
શું છે ફીચર્સ?
Samsung Galaxy A07 5Gમાં 120Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે 6.7-ઇંચ HD+ ડિસ્પ્લે છે. હાઇ-બ્રાઇટનેસ મોડમાં, સ્ક્રીન 800 નિટ્સ બ્રાઇટનેસ સુધી થઈ શકે છે. સ્ક્રીન સુરક્ષા માટે ટૂ-સ્ટેપ ટેમ્પર્ડ ગ્લાસ આપવામાં આવ્યો છે. આ ફોનમાં ડ્યૂઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જે Galaxy S25 Edgeની ડિઝાઇન સાથે આવે છે.
તેમાં 50MP ઓટોફોકસ મુખ્ય કેમેરા લેન્સ મળે છે, જ્યારે સેકન્ડરી કેમેરા 2MP છે. કંપનીએ ફ્રન્ટ પર 8MP સેલ્ફી કેમેરા આપ્યો છે. Samsung Galaxy A07 5Gને પાવર આપવા માટે 6000mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી પાછલા વર્ઝન કરતા 20 ટકા મોટી છે.
હેન્ડસેટ 25W ચાર્જિંગ સાથે આવે છે, તમે તેને સિંગલ ચાર્જમાં લાંબા સમય સુધી ઉપયોગ કરી શકોછો. ફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર પર કામ કરે છે. આ સ્માર્ટફોન One UI 8.0 સાથે લોન્ચ થયો છે અને તેમાં 6 વર્ષ માટે સિક્યોરિટી પેચ અને Android અપડેટ્સ પ્રાપ્ત થશે. Galaxy A07 5Gમાં 3.5mm હેડફોન જેક હૉલ મળે છે. તેમાં GPS, ડ્યૂઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.3, 5G કનેક્ટિવિટી અને USB ટાઇપ-C પોર્ટ પણ મળે છે. સ્માર્ટફોનનું વજન 199 ગ્રામ છે.
કિંમત શું છે?
કંપનીએ ફોનની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી. જોકે, આ ફોન ફિલિપાઇન્સમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં બ્લેક અને લાઇવ વાયોલેટ કલરમાં લોન્ચ થયો છે. આ ફોન 4GB RAM અને 64GB સ્ટોરેજ સાથે બેઝ વેરિયન્ટમાં આવે છે, જેની કિંમત PHP 8,290 (લગભગ 13,000 રૂપિયા) છે. ભારતમાં, આ ફોન 11,000 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થઈ શકે છે.

