- Tech and Auto
- 8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી
8000mAh બેટરીવાળો સૌથી પાતળો ફોન લોન્ચ, કિંમત પણ છે ઓછી
Tecnoએ Pova Curve 5Gનું અપગ્રેડેડ વર્ઝન Tecno Pova Curve 2 5G લોન્ચ કરી દીધું છે. મુખ્ય સુવિધાઓમાં 144Hz કર્વ્ડ AMOLED સ્ક્રીન, 4500 nits પીક બ્રાઇટનેસ, MediaTek ડાયમેન્સિટી પ્રોસેસર અને 8000mAhવાળી મોટી બેટરી સાથે ઉતાર્યો છે. આ ફોન ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ થશે, આ ફોનની કિંમત કેટલી છે. ચાલો જાણીએ.
Tecno Pova Curve 2 5Gની ભારતમાં કિંમત
આ સ્માર્ટફોનના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 27,999 રૂપિયા છે. 8GB RAM અને 256GB સ્ટોરેજવાળા ટોપ વેરિયન્ટની કિંમત 29,999 રૂપિયા ખર્ચ થશે. ઉપલબ્ધતાની વાત કરીએ તો, ફોન 20 ફેબ્રુઆરીએ બપોરે 12:00 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
આ હેન્ડસેટ સ્ટોર્મ ટાઇટેનિયમ, મેલ્ટિંગ સિલ્વર અને મિસ્ટિક પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. લોન્ચ ઓફર હેઠળ, ગ્રાહકો એલિજિબલ બેન્ક ડિસ્કાઉન્ટ સાથે 3,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો પણ ફાયદો ઉઠાવી શકે છે. સ્પર્ધાની વાત કરીએ તો, Tecnoના આ લેટેસ્ટ ફોનની ટક્કર 10,000 mAh બેટરીવાળા Realme P4 Power 5G અને Motorola Edge 60 Pro જેવા મિડ-રેન્જ સ્માર્ટફોન સાથે થશે.
Tecno Pova Curve 2 5Gના સ્પેસિફિકેશન્સ
ડ્યૂઅલ-સિમવાળા આ ફોનમાં 6.78-ઇંચની Full HD+ રિઝોલ્યૂશનવાળી AMOLED સ્ક્રીન છે, જેની રિફ્રેશ રેટ 144Hz અને 4500 nitsની પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7iનો ઉપયોગ થયો છે. સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે આ હેન્ડસેટમાં MediaTek ડાયમેન્સિટી 7100 પ્રોસેસર, 8GB RAM અને 256GB સુધી સ્ટોરેજ છે. વર્ચ્યુઅલ RAMની મદદથી 16GB સુધી RAM વધારી શકાય છે. આ હેન્ડસેટ ગ્રાફિક્સ માટે Arm G610 MC2 GPUનો ઉપયોગ થયો છે.
આ ફોનમાં ડ્યૂઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર મળે છે. સેલ્ફી માટે 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર ઉપલબ્ધ છે. આ ફોનમાં શાનદાર 8000mAh બેટરી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની તરફથી ફોન સાથે 45-વોટ ચાર્જર પણ મળે છે.

