કિઆની આ સ્મોલ કાર 233 કિલોમીટરની રેન્જ, ફક્ત 40 મિનિટમાં ફુલ ચાર્જ થશે

સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરર કંપની કિઆ મોટર્સે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડલ શામેલ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાની નાની ઇલેક્ટ્રિક કાર Kia Ray EVને રજૂ કરી દીધી છે. આ કંપનીના લાઇનઅપની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર છે, જે તેને સસ્તી બનાવે છે. આ નવી ઇલેક્ટ્રિક કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઇ ગયું છે.

કંપનીનું કહેવું છે કે, Kia Ray EV ઇલેક્ટ્રિક કારને ખાસ રૂપે અર્બન ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેનું લુક અને ડિઝાઇન ઘણા હદ સુધી તેના પેટ્રોલ મોડલ સાથે મળતું આવે છે. આ કાર એ  લોકો માટે છે કે જે લોકો ઓછી કિંમતમાં એક એન્ટ્રી લેવલ મિની ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ મિની ઇલેક્ટ્રિક કારની કિંમત લગભગ 17.27 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ ઇલેક્ટ્રિક કારને કુલ 6 રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં નવો સ્મોક બ્લુ કલર ઓપ્શન પણ છે. જ્યારે, ઇન્ટીરિયરને કંપનીએ ગ્રે અને બ્લેકનું ઓપ્શન આપ્યું છે. તેના કેબિનમાં 10.25 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે સિવાય કોલમ સ્ટાઇલ ઇલેક્ટ્રિક શિફ્ટ લીવર, ફ્લેટ ફોલ્ડીંગ સીટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ફ્લેટ ફોલ્ડિંગ સીટ્સ કારના કેબિનમાં સ્પેસ વધારવાનું કામ કરે છે.

Kia Ray EVમાં કંપનીએ 32.2 કિલોવોટ અવરની ક્ષમતાની લથિયમ ફેરોફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે. તેમાં 64.3 કિલોવોટની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર 86 બ્રેક હોર્સ પાવરનો પાવર આઉટપુટ અને 147 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 205 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જ્યારે સિટી કંડિશનમાં આ રેન્જ વધીને 233 કિલોમીટર સુધી વધી જાય છે.

આ ઇલેક્ટ્રિક કારને 150 કિલોવોટની ક્ષમતાના ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 40 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ઝડપથી ચાર્જ કરી શકાય છે. તે સિવાય તેની સાથે 7 કિલોવોટનું ઓપ્શનલ પોર્ટેબલ ચાર્જર પણ મળે છે, જે બેટરીને થોડી ધીમી ચાર્જ કરે છે. આ ચાર્જર દ્વારા કારની બેટરીને ફુલ ચાર્જ થવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે.

હાલ આ ઇલેક્ટ્રિક કારને સાઉથ કોરિયન માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. જ્યાં, તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કારને વેચાણ માટે 12મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. પોતાના પ્રાઇસ સેગમેન્ટમાં આ ઘણી સસ્તી કાર છે.

14 ઇંચના વ્હીલ્સ સાથે આવતી આ કારમાં વેન બોડી સ્ટાઇલનો પણ વિકલ્પ મળે છે, જેમાં ક્રમશઃ સિંગલ અને ડબલ સીટ્સ આપવામાં આવી છે. આ કારમાં સ્લાઇડિંગ ડોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની બેટરી પર કંપની 10 વર્ષ કે 2 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે.

આ કાર ભારતમાં ક્યારે લોન્ચ થશે. આ સવાલનો જવાબ આપતા કંપની તરફથી કોઇ જાણકારી નથી મળી. પણ થોડા દિવસ પહેલા કિઆ સેલ્ટોસ ફેસલિફ્ટના લોન્ચ વખતે કિઆ ઇન્ડિયાના નેશનલ સેલ્સ હેડ પ્રમુખ હરદીપ સિંહ બરારે કહ્યું હતું કે, માસ માર્કેટ માટે કંપની એક સસ્તી ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી કરી રહી છે. જેને વર્ષ 2025 સુધીમાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. હાલ આ Kia Ray EVને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવી છે, પ્રાઇસ અને રેન્જ અનુસાર, આ મિનિ ઇલેક્ટ્રિક કાર અહીંના બજાર માટે અનુકૂળ રહેશે.

Related Posts

Top News

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ...
National 
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!

એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં...
National 
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન

ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, સુરતના ટીમ ભવાની, સુરત દ્વારા આયોજિત દ. ગુજરાતના જ્ઞાતિજનોનો બળેવ સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ...
Gujarat 
ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સુરતનું સ્નેહમિલન
Copyright (c) Khabarchhe All Rights Reserved.