- Tech and Auto
- શું છે Who-Fi? જેણે દુનિયામાં મચાવી દીધો હાહાકાર, કેમેરા વિના દરેક હરકત કરશે ટ્રેક
શું છે Who-Fi? જેણે દુનિયામાં મચાવી દીધો હાહાકાર, કેમેરા વિના દરેક હરકત કરશે ટ્રેક
WiFi ટેક્નોલૉજીમાં અપગ્રેડ તરીકે મોટો બદલાવ થયો છે. આ ટેક્નોલૉજીને Who-Fi નામ આપવામાં આવ્યું છે, જેણે લોકોની ગોપનીયતાને લઈને ચિંતાઓ વધારી દીધી છે. આ નવી WiFi ટેક્નોલૉજી દ્વારા કોઈને પણ ખૂબ જ સચોટ રીતે ટ્રેક કરી શકાય છે. એવામાં તમે રૂમમાં કપડાં બદલી રહ્યા હોવ કે કોઈ પણ કામ કરી રહ્યા હોવ, તમારી દરેક ગતિવિધિ પર Who-Fi દ્વારા નજર રાખી શકાય છે. તેનાથી લોકોમાં ગોપનીયતાને લઈને ચિંતા વધી ગઈ છે. જોકે તે અત્યાર સુધી સામાન્ય લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ નથી, પરંતુ તેની સાથે જોડાયેલ રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે તે એક સામાન્ય WiFi સિગ્નલને બાયોમેટ્રિક સ્કેનરમાં બદલી શકાય છે. તેનાથી ન માત્ર કોઈની મૂવમેન્ટ અને એક્ટિવિટી શોધી શોધી શકાય છે, પરંતુ બાયોમેટ્રિક સિગ્નેચરની પણ પુષ્ટિ કરી શકાય છે.
શું છે Who-Fi ટેક્નોલૉજી?
Who-Fi એક એવી સિસ્ટમ છે જેમાં કેમેરા વિના WiFi સિગ્નલની મદદથી કોઈપણ વ્યક્તિને સચોટ રીતે ટ્રેક કરી શકાય છે. આ કાર્યમાં AI પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટ્સ મુજબ, આ ટેક્નોલૉજીમાં 2.4GHz WiFi સિગ્નલનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલૉજી આઇડેન્ટિટી ઓથેન્ટિફિકેશન અને સર્વિલન્સના હેતુથી રજૂ કરવામાં આવી છે પરંતુ તેનાથી લોકોમાં તેમની ગોપનીયતાને લઈને ચિંતાઓ ઉભી થઈ છે.
Who-Fi સિસ્ટમમાં Wi-Fi સિગ્નલ અને ટ્રાન્સફોર્મર-બેઝ્ડ ન્યૂરલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આ 'ચેનલ સ્ટેટ ઇન્ફોર્મેશન'ને વાંચીને Wi-Fi સિગ્નલની તાકત અને ફેઝમાં થતા બદલાવોને પકડી લે છે. તે કંઈક અંશે રડાર અને સોનાર જેવી સિસ્ટમોની જેમ કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સિસ્ટમ રૂમમાં Wi-Fi સિગ્નલનું નેટવર્ક ફેલાવે છે અને કોઈપણ એક્ટિવિટી અથવા મૂવમેન્ટને કારણે સિગ્નલનો રસ્તો ડિસ્ટર્બ થાય છે. Who-Fi તેને પકડીને બધું ટ્રેક કરે છે. આ કામ માટે કેમેરાની જરૂરિયાત નથી.
Who-Fi સિસ્ટમ તેના કામમાં એટલી કુશળ છે કે જો કોઈ લાંબા સમય બાદ તેના સિગ્નલની રેન્જમાં આવે છે, તો તે તેને ઓળખી શકે છે. તે માત્ર કોઈની એક્ટિવિટી જ નહીં, પરંતુ સાઇન લેન્ગ્વેજને પણ સરળતાથી પકડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નવી ટેક્નોલૉજીના રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે, Who-Fi સિસ્ટમ માત્ર એક એન્ટેનાવાળા ટ્રાન્સમીટર અને 3 એન્ટેનાવાળા રીસિવરથી ચાલે છે.
આ સિસ્ટમની સચોટતાની વાત કરીએ તો, રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તે દીવાલ પાછળ ચાલી રહેલા વ્યક્તિને 95%ની એક્યૂરેસીથી ઓળખી શકે છે. આ સિસ્ટમ એક સમયે 9 લોકોને ટ્રેક કરી શકે છે. આ ટેક્નોલૉજીની બીજી વિશેષતા એ છે કે તેને સર્વેલન્સ ડિવાઇસને બનાવવામાં આવેલી મશીનો દ્વારા પકડી શકાતી નથી. તે સામાન્ય Wi-Fiના સિગ્નલોને પકડીને ખૂબ જ સચોટ રીતે તેનું કાર્ય કરે છે.

