- Agriculture
- ગુજરાતી વૈજ્ઞાનિકોએ શોધી 165 ટકા નફો આપતી તુવેરની કુદરતી ખેતી, જાણો તે રીત
ગુજરાતી વૈજ્ઞાનિકોએ શોધી 165 ટકા નફો આપતી તુવેરની કુદરતી ખેતી, જાણો તે રીત

જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. કુદરતી ખેતી કરવા માટે 2019માં આખરી વિજ્ઞાનીક ભલામણો તૈયાર કરી છે. જૈવિક ખેતીથી 165 ટકા નફો મળે છે, આવું કૃષિ વિજ્ઞાનીઓએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના વધું વરસાદવાળા આબોહવા ધરાવતાં વિસ્તારોમાં સેન્દ્રિય ખેતીથી તુવેરનું વધું ઉત્પાદન અને ચોખ્ખો નફો વધું મળી શકે છે. તે અંગે ખેતરોમાં પ્રયોગો કરીને એકઠા થયેલા ડેટાના આધારે આ ભલામણો તૈયાર કરી છે.
જેમાં 100 ટકા નાઈટ્રોજન હેક્ટરે 25 કિલો વર્મીસમ્પોસ્ટ અથવા નાડેપ કંપોસ્ટ અથવા છાણિયું ખાતર આપવા ભલામણ છે. તુવેર માટે માવજતોની પદ્ધતિ વિકસાવી છે. જેમાં તુવેરને 60 સેમી હારનું અંતર રાખવું. 20 સેમી બે છોડ વચ્ચે અંતર રાખવું. 120 સેમી જોડ વચ્ચે અંતર રાખવું. વાવણી સમયે અને વાવણીના એક મહિના બાદ હેક્ટરે 1.6 ટન વર્મીસમ્પોસ્ટ અથવા 3 ટન નાડેપ કંપોસ્ટ અથવા 5.6 ટન છાણીયું ખાતર આપવું. બે રસખા હપ્તા કરીને આપવું.
ટ્રાઈકોડર્મા અને સ્યુડોમોનાસ દરેક 2 કિલો અથવા લીટર પ્રતિ હેક્ટર વાવણી વખતે જમીનમાં આપવું. જમીનની માવજત માટે ટ્રાયકોડર્મા પાવડર પૂંકીને આપવાની પધ્ધતિ 10 કિ.ગ્રા. છાણીયા ખાતરમાં 500 ગ્રામ ટાલ્ક આધારીત ટા્રઈકોડર્મા 1 એકરે આપવામાં આવે છે. પછી જમીનમાં સિંચાઈ કરવી. 2 થી 5 કિલો ટાલ્ક આધારીત ટ્રાઈકોડર્મા પાવડર 200 થી 500 કિલો છાણીયા ખાતર સાથે મિશ્ર કરી ચાસમાં ઓરીને વાવણી સમયે આપવાથી જમીનજન્ય ફુગથી થતા રોગોનું નિયંત્રણ થાય છે.
સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ એ એક જૈવિક ફૂગનાશક અથવા બેક્ટેરિયાના આધારે બેક્ટેરિયાના રોગ નાશક તરીકે અસરકારક સાબિત થયેલ છે. 0.5 ટકા ડબ્લ્યુપી, 1 ટકા ડબલ્યુપી, 1.5 ટકા ડબ્લ્યુપી અને 1.75 ટકા ડબ્લ્યુપીના ફોર્મ્યુલેશનમાં મળે છે. તે વાપર્યા પછી જંતુનાશક દવા વાપરવી નહીં. એક કિલોગ્રામ સ્યુડોમોનાસ 100 કિલો ગોબર સાથે ભેળવી શકાય છે. તુવેરના બી વાવો તે પહેલાં 5 દિવસ જમીનમાં રાખી શકાય છે. પછી નકામા થઈ જાય છે.
વાવણી વખતે સુક્ષ્મ જીવાણુંઓનું જૈવિક ખાતર રાઈઝોબીયમ જીવાણું 10 મિલિ એક કિલો બીજ પર પટ આપવો. બીજને પટ આપવાથી બીજનું સ્ફુરણ થાય એટલે તે જીવો તુવેરના મૂળ સાથે રહીને ખોરાક મેળવી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે. હવામાં રહેલ નાઈટ્રોજન જૈવ રાસાયણિક પ્રક્રિયા ધ્વારા ખાતર આપે છે. આ જીવાણુંઓ કઠોળ પાક સાથે સહજીવી રીતે રહે છે.
ખેતરના ફરતે ગલગોટાનો પિંજર પાકની હાર કરવી. પીળા ગલગોટાનું વાવેતર કરવાથી હેલીકોવર્પા લીલી ઈયળની માદા ફૂદા તેના પર ઇંડા મૂકે છે. આખા ખેતરમાં જતા અટકે છે. જરૂર જણાય઼ ત્યારે આવા પિંજરપાક પર નાના વિસ્તારમાં જૈવિક દવા છાંટવી.
12 ફેરોમેન ટ્રેપ હેલીકોપવર્પાનાં નિયંત્રણ માટે લગાવવા. ફેરોમેન ટ્રેપ કુદરતમાં માદા કીટક પોતાના શરીરમાંથી અમૂક ખાસ પ્રકારનું જાતીય અંતઃસ્ત્રાવ હવામાં છોડે છે. ફેરોમેન ટ્રેપમાં માદા કીટકના શરીરમાંથી નીળકતી કુદરતી ગંધ જેવી જ ગંધ હોય છે. નર કીટક ફેરોમેન ટ્રેપ તરફ ગંધના કારણે સમાગમ માટે આવે છે. આસપાસ ઘૂમ્યા બાદ થાકીને ટ્રેપમાં સપડાય જાય છે. અલગ અલગ જાતિની જીવાતો માટે હોય છે. લીલી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, પાન ખાનારી ઈયળ, ગાભમારાની ઈયળ, હીરાકુંદા, ફળ કોરી ખાનાર ઈયળો માટેના ફેરોમોન ટ્રેપ છે. પોલીથીન સ્લીવ ટ્રેપ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે. એકરે 2-૩ ટ્રેપ દરેક 50 મીટરે મૂકવી. હેલિકોવર્પા ઈયળ નુકસાન કરે છે.
ફૂલ અવસ્થાએ 15 દિવસના અંતરે વારાફરતી 4 ટકા લીંબોળી અર્ક, 0.20 ટકા લીંબોળી તેલ, 2 ટકા ગૌ મૂત્રનો છંટકાવ કરવો. એક હેક્ટરે 50 નંગ પક્ષી બેસવા માટેની ટી આકારની લાગડીઓ મૂકવી.જો આટલું કરશો તો સેન્દ્રીય ખેતી સફળ થશે. જેમાં તુવેર (વૈશાલી)નું ઉત્પાદન 17.2 ક્વિન્ટર એક હેક્ટરે આવેલું છે. જેમાં ગોતર એક હેક્ટરે 50 કેવિન્ટલ મળે છે. કુદરતી ખેતી માટે એક હેક્ટરે રૂ.44 હજારનો ખર્ચ થાય છે. જ્યારે તેનું વેચાણ 2019માં રૂ.1.16 લાખ થયું હતું.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)