અંબાલાલ પટેલની આગાહી- ‘અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યૂલેશનને કારણે..’

અત્યારે મેઘરાજાની ચાલ ધીમી થઈ ગઈ છે. રાજ્યમાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ તડકો જોવા મળી છે, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. મોન્સૂન ટ્રફ નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ જઈ રહ્યું છે. મોન્સૂન ટ્રફના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે 15 ઑગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે અને અત્યારે જે હાલતમાં ચોમાસુ છે તે સક્રિય થતા દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનની સર્ક્યૂલેશનને કારણે અરબ સાગર પણ સક્રિય થશે અને 19-22 ઑગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, ઊના વગેરે ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે.

ambalal patel
ahmedabadexpress.com

અત્યારે વરસાદી ઝાપટા પડશે. 6-12 ઑગસ્ટ વચ્ચે વરસાદી ઝાપટા વધવાની સંભાવના રહેશે. 19-22 ઑગસ્ટ વચ્ચેમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. ઑગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે અને કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 17 ઑગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, ટ્રેક મધ્ય પ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા

20 ઑગસ્ટથી ઑગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતી રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે. તારીખ 13-14 ઑગસ્ટમાં MJO પણ ફેઝ-2માં આવતા ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવાની જરૂરિયાત નથી.

ambalal patel
gujaratijagran.com

20 ઑગસ્ટની આસપાસ મધ્ય પ્રદેશના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહિસાગર, પંચમહાલ, ઉત્તરમાં સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કૂલ 63.63 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.55 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 66.09, મધ્ય ગુજરાતમાં 66.12 અને સૌરાષ્ટ્રમાં 55.43 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.