યાદ શક્તિ વધારવાને ટાલમાં વાળ લાવવા ઉપયોગ કરાતું કાળુ જીરૂં, જાણો બીજા ફાયદા

કાળી જીરી, કાળાજીરા, સતાઈવા નામના છોડના બીને  બ્લેક ક્યુમીન (નિઝેલા સેવટીવા), હિન્દી, પંજાબી અને ઉર્દુમાં તેને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. ખોરકાને સુગંધી બનાવવા, પીણા બનાવવા, મેડિશીન, ફાર્માસ્યુટીકલ અને પરફ્યુમ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે. અનેક બીમારીઓનો ઈલાજ છે. દવાઓ બનાવવામાં કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમ્યુન સિસ્ટમ અને એનહેન્સર માટે કામ આપે છે. અનેક પ્રકારના રોગમાં તે વપરાય છે.

વીઘે 20 મણ ઉત્પાદન મળે છે. 1700 -2600 ભાવ મળે છે. કાળાજીરાનુંલ વાવેતર ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધીમાં થાય છે. તેલ માટે સપ્ટેમ્બરમાં વાવેતર થાય છે. જ્યાં જીરૂં થાય ત્યાં કાળીજીરી થાય છે.

ગુજરાતમાં બીજ મસાલા પાકોમાં જીરુ, અજમો, સુવા, વરિયાળી, ધાણા, મેથી, શાહજીરુ, એનીસીડ, સેલરીનું વાવેતર થાય છે. ત્યાં મોટા ભાગે કાળી જીરી વાવી શકાય છે. શિયાળામાં થાય છે, વરસાદ પડેતો સુકાઈ જાય છે. ઝાંકળ નુકસાન કરે છે.

દુનિયામાં કાળીજીરી ઈજીપ્ત, ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, તૂર્કિ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળમાં થાય છે. તેની ખેતી મધ્યપ્રદેશ બિહાર અને આસામ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળમાં થાય છે. હવે ગુજરાતમાં  કેટલાંક ખેડૂતો વાવેતર કરીને ઊંઝા ખેત ઉત્પન્ન બજારમાં વેચવા જાય છે. ગુજરાતમાં જીરુનું વાવેતર 2.25 લાખ હેક્ટરમાં થાય છે. 80 હજાર ટન પેદા થાય છે. એક હેક્ટરે 356 કિલો પેદા થાય છે. આમ જીરૂ કરતાં સારું ઉત્પાદન લઈ શકાય છે.

વાવેતર

પાક વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવી નથી. તેથી સ્થાનિક જાતોનું વાવેતર થાય છે. ઉત્પાદન ઓછું થાય છે પણ ભાવ સારા મળે છે.

ગુજરાત બહારની જાતો

એન. આર. સી. એસએસ-એએન -1: આ વિવિધ પાકે છે અને લગભગ 135 દિવસમાં તૈયાર છે. તેની સરેરાશ ઉપજ 8.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને અસ્થિર તેલનું પ્રમાણ 0.7 ટકા છે.

આઝાદ કાલોનજી:  145-150 દિવસમાં તૈયાર થાય છે. ઉપજ 10 હેક્ટર પ્રતિ ક્વિન્ટલ છે.

એન.એસ. 44- તે નિગેલાની અદ્યતન જાતિ છે. તે 150-160 દિવસમાં રસોઈ દ્વારા રાંધવામાં આવે છે. તે 4.5 થી 5.5 ક્વિન્ટલ / હેક્ટર સુધીનો છે. આમાં 2-3 વાવેતર અનુક્રમે 30, 60 અને 90 દિવસ પછી કરવું જોઈએ. હેક્ટર 7-8 ક્યુ. જેની બજાર કિંમત પ્રતિ ક્વિન્ટલ 20 હજારની આસપાસ જોવા મળે છે.

બેહાર વચ્ચે 20-30 સેમી, 1 સેમીની ઉંડે કરવામાં આવે છે. હેક્ટરે 7-8 કિલો વપરાય છે. બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખવા છોડની ફારવણી કરવી જોઈએ. 110-120 દિવસમાં તૈયાર થઈ જાય છે. કેપ્સુલમાંથી કાળા બીજ કાઢતા સુગંધ આવે છે. હાથથી આંગણી વડે દબાવતા કાળા રંગના બીજ છુટા પડી બહાર નીકળે અને સુગંધ આવે ત્યારે કાપણ કરવી જોઈએ.

રોગમાં વપરાય છે

વાયુ, કમરદર્દ, કૃમિ, ભૂખ, સોજા, પાચન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય રોગ, બહેરાપણું, આંખો, વજન, કિડ, મેમરી બૂસ્ટ, અસ્થમા, કેન્સરનું જોખમ ઘટાડે, ધાવણ લાવનાર, ચામડી, પેશાબ વધારનાર, ગર્ભાશયનું સંકોચન, માસિક ધર્મ, આફરો મટાડનાર, વાળ, તાવ, ત્વચાના ફોલ્લા, ખીજવવું, કરડવાના કિસ્સા, સાંધા દુઃખાવામાં કલોંજી તેલમાં લસણને શેકી લગાવવું, પથરીમાં વાટી મધ સાથે, દરરોજ સેવન કરવા થી મગજ શક્તિ વધે છે અને યાદશક્તિ ઝડપી બને છે. લાંબા સમયની ઉધરસ, સવારે ખાલી પેટ પાણી સાથે લઈને રક્તની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. લેવાની માત્રા અડધી ચમચી સવાર સાંજ

 વજન ઉતારે

રસોડામાં રહેલી કલોંજી વજન ઉતારવા માટે લાભદાયી છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કલોંજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કલોંજી મેટાબોલિઝમ રેટ વધારવામાં મદદ કરે છે. તેથી વજન ઘટે છે.

ટાલમાં વાળ

ટાલમાં નવા વાળ ઉગાડી શકાય છે. વાળ ખરવા, વાળ સફેદ થઇ જવા, માથાનો દુખાવો, ખોડો, વાળને મજબુત,  ટાલ માં ફરી વાળ ઉગાડી શકાય છે. ટાલ પર લીંબુ ઘસીને તેલથી મસાજ કરીને અડધી કલાક પછી હુફાળા પાણીથી માથું ધોવું. કલોંજી ના તેલથી વાળ લાંબા, કાળા અને ઘાટા બને છે. માથાના દુખાવામાં તેનું માલીશ કરો.

તત્વો

નિગોલોન, એમિનો એસિડ અને સેપોનીન હોય છે. આ ઉપરાંત કલોંજીમાં ક્રૂડ ફાઈબર, પ્રોટીન, ફેટી એસિડ, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, એલ્કાલોઈડ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલું છે. 35 ટકા કાર્બોહાઇડ્રેટ, 21 ટકા પ્રોટીન અને 35-38 ટકા ચરબી જોવા મળે છે.

તેલ

તેલમાં નિજિલોન તત્વ. ઉડ્ડનશીલ તેલ (વોલેટાઈલ ઓઈલ) જેને મિઝેલોન , ખાંસી અને શરદી મટાડે છે. બીજમાં 0.5થી 1.4 % તેલ છે. કોસ્મેટિક્સ તેલ વપરાય છે

 ચરબી માટે રિસર્ચ

 ઈન્ડોનેશિયાનું વિજ્ઞાન જર્નલ ઓફ ઈંટર્નલ મેડિસિનના રિસર્ચમાં સામે આવ્યું છે કે, કલોંજી ખાવાથી પેટ પરની ચરબી ઓછી થાય છે. એક અઠવાડિયામાં અસર જોવા મળે છે. કલોંજીના ભૂકાને ગરમ પાણીમાં નાંખી  ચમચી મધ, અડધા લીંબુનો રસ એક દિવસમાં કાળીજીરી લેવી. 

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.