- Agriculture
- લવંડરની ખેતીથી 5થી 6 ગણી આવક મળી શકે છે
લવંડરની ખેતીથી 5થી 6 ગણી આવક મળી શકે છે

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ અને કાશ્મીરમાં ડોડામાં ભદરવાહ લવંડરને પ્રોત્સાહન આપવા માટે ઉત્સવ શરૂ કર્યો છે.
લવંડરની સુગંધથી ડોડાના ખેડૂતોને ફાયદો થયો છે. ગુજરાતમાં તમામ પ્રકારના ફૂલોની 20 હજાર હેક્ટરમાં 2.40 કરોડ ટન ફૂલની ખેતી થાય છે. જે 20 વર્ષ પહેલા 5 હજાર હેક્ટરમાં પાક થતો હતો. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ફૂલોની ખેતી થાય છે. નવસારી અને આણંદ ફૂલોની ખેતીમાં આગળ છે.
CSIR-AROMA ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને ઉત્પાદકોને નિસ્યંદન અને મૂલ્યવર્ધન માટે તકનીકી અને માળખાકીય સહાય પૂરી પાડે છે. વૈશ્વિક વેપાર માટે આવશ્યક તેલ અને સુગંધ મહત્વનું બની રહ્યાં છે. તે માટે કૃષિ ટેકનોલોજી વિકસાવી છે. લવંડર પાકની ખેતી, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે મફત ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી અને એન્ડ-ટુ-એન્ડ ટેકનોલોજી પેકેજ પ્રદાન કરે છે.
એરોમા મિશન હેઠળ વિવિધ સ્થળોએ 50 નિસ્યંદન એકમો સ્થાપ્યા છે. લવંડરની 200 એકરથી વધુ જમીનમાં ખેતીએ જમ્મુ અને કાશ્મીરના ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં લગભગ 5,000 ખેડૂતો અને યુવા ઉદ્યોગ સાહસિકોને રોજગારી આપી છે.
લવંડરને એકવાર વાવેતર કર્યા પછી 10 થી 12 વર્ષ સુધી રહે છે. બારમાસી પાક છે. તે ઓછા પાણીએ બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે. લવંડર એ યુરોપિયન પાક છે. ફાયદો જોઈને હજારો ખેડૂતો લવંડર ફાર્મિંગ કરવા ઈચ્છે છે. ડોડા એ ભારતની પર્પલ રિવોલ્યુશન એટલે કે અરોમા મિશનનું જન્મસ્થળ છે.
કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લવંડરની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીમાં 5-6 ગણી વધુ આવક 4થી 5.00 લાખ પ્રતિ હેક્ટર મેળવે છે.
Related Posts
Top News
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો
ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?
Opinion
