- National
- હુગલીમાં મીઠાઈની દુકાન પર સગીર બાળકીને આધેડે કિસ કરી લીધી, વીડિયો વાયરલ થતા ચકચાર
હુગલીમાં મીઠાઈની દુકાન પર સગીર બાળકીને આધેડે કિસ કરી લીધી, વીડિયો વાયરલ થતા ચકચાર
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાંથી એક શરમજનક ઘટના પ્રકાશ આવી છે. અહીં ઉત્તરપાડાની એક મીઠાઈની દુકાનમાં સગીર બાળકી સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને જોઈ લોકોમાં ભારે રોષ છે. NDTVના રિપોર્ટ અનુસાર, પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વીડિયોમાં કેદ અશ્લીલ હરકતો
વીડિયોમાં દેખાય છે કે આધેડ ઉંમરનો એક વ્યક્તિ, જેનું પેટ નીકળેલું છે અને માથા પર વાળ ઓછા છે, તે છોકરી સાથે અયોગ્ય વર્તન કરે છે. શરૂઆતમાં તે બાળકીને પોતાની વાતમાં લેવાનો પ્રયત્ન કરે છે, પછી તેના માથા અને ગાલ પર હાથ ફેરવે છે. એટલું જ નહીં, છોકરીના ગાલ પર કિસ કરવાનો પણ પ્રયત્ન કરે છે. છોકરી અસહજ બની પાછી હટી જાય છે, છતાં પણ આરોપીની હરકતો ચાલુ જ રહે છે. એક તબક્કે તે છોકરીના ખભા પર હાથ મૂકી તેની તરફ ઝૂકવાનો પ્રયાસ પણ કરે છે.
દુકાનમાં કોઈને ખ્યાલ જ ન આવ્યો
આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે દુકાનમાં લોકોની આવન-જાવન હોવા છતાં કોઈએ આ શંકાસ્પદ હરકત પર ધ્યાન આપ્યું નહીં. એટલું જ નહીં, છોકરી સાથે આવેલી દાદી પણ કાઉન્ટર પર વ્યસ્ત હતી અને તેને પાછળ શું ચાલી રહ્યું છે તેની ખબર જ ન પડી.
લોકોમાં રોષ – કડક કાર્યવાહીની માંગ
વીડિયો વાયરલ થતાં જ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સમાજમાં અસુરક્ષા અને ડરનું વાતાવરણ ઊભું કરે છે. ઘણા લોકોએ દુકાનો અને જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજિયાત સ્થાપિત કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે તરત પગલાં લઈ શકાય.
https://twitter.com/monanspeaks/status/1959546418919821503
પોલીસ સક્રિય – ટૂંક સમયમાં ધરપકડની આશા
પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. વીડિયોના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં આરોપીને પકડી કાયદેસર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આરોપી વિશે માહિતી હોય તો તરત પોલીસને જાણ કરે.

