નર્મદાના કિનારે ગુજરાતનો આ ખેડૂત દેશમાં સૌથી વધુ કેળા પકવે છે

APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાંતોના મતે નિકાસની તક વધુ છે. 2 લાખ ટનની નિકાસ  ગુજરાત કરી શકે છે, તેમ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કે બી કિકાણીએ જણાવ્યું હતું.

ભારતમાં સૌથી વધુ કેળા પકવતું ગામ

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસે આવતા પાણેથા ગામ વિદેશી પદ્ધતિ અને વિદેશી ખાતરથી કેળાનું ઉત્પાદન કરે છે. આસપાસના 4 ગામમાં દેશની સૌથી વધું ઉત્પાદકતાં આ ગામોમાં છે. ધીરેન્દ્રભાઈ દેસાઈ (9428687219) પોતે 22 એકર જમીનમાં ખેતી કરીને 26 મહિનામાં 3  વખત કેળાનો પાક લે છે. દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા એવોર્ડ મળેલા છે. ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી અને ડ્રીપ ઇરીગેશનથી વધું ઉત્પાદન મેળવે છે. ફિલિપિનો ટેકનોલોજીથી બે વર્ષમાં ત્રણ લણણી લઈ શક્યા છે. તેથી  માર્ચ-એપ્રિલમાં સારી કમાણી કરી લે છે. ટીશ્યુ કલ્ચર અને ટપક સિંચાઈથી 10 વર્ષમાં ઉત્પાદનમાં 125% વધારો થયો છે. અરબી દેશોમાં આ ફળોની નિકાસ વધી છે.

ભારતમાં સૌથી વધું કેળાનું હેક્ટરે ઉત્પાદન લેતા ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે કે, ભારતમાં નાના ખેતરો છે, નાના અને મધ્યમ ખેડૂતો છે. તેથી મોટા પાયે નિકાશ શક્ય નથી. નાના ખેતરોમાં ક્વોલીટી, શોર્ટીંગ, ગ્રેડીંગ કરીને અને ટ્રીટમેન્ટ જાળવી શકાતી નથી. કંપનીઓ લીઝથી ખેતી કરવા તૈયાર થતી નથી.

90 ટન કેળા એક હેક્ટરે પાકે

કેળાના નિકાસકાર અજીત દેસાઈએ 2007-8માં ભરૂચથી કેળાની નિકાસ શરૂ કરેલી હતી. તેઓ કેળા કેમ પેદા કરવા તેની ટેકનોલોજી લાવેલાં પછી અહીંના ખેડૂતોએ તે અપનાવી હતી. તેમ ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે. તેઓ કહે છે કે, હવે અમે પોતે કૃષિ કન્સલ્ટન્ટ અને એગ્રી ડોક્ટર રાખીએ છીએ. ભારતમાં અમે 5થી 6 વખત એક જ ક્ષુપ પર કેળા પકવીએ છીએ. 15 વર્ષ પહેલાં 15 ટન કેળા એક હેક્ટરે પાકતાં હતા હવે 85થી 90 ટન કેળા અમે પકવીએ છીએ.

15 વર્ષની ઉંમરથી માર્કેટીંગ

નર્મદા કિનારે આ ગામમાં ભારતમાં સૌથી વધું કેળા પકવે છે. અમદાવાદમાં ખમાસા ગેટમાં રોડ ટ્રકોમાં કેળા આવે છે. ગાડી આવે છે. ભારતના તમામ મોટા ફ્રુટ બજારમાં અહીંના કેળા જાય છે. ઝધડીયાના ધારાસભ્ય છોટુવસાવા તેમનો મત વિસ્તાર છે. અહીંથી સિઝનમાં રોજ 70થી 100 ટ્રક કેળા નિકળે છે. આખા ભારમાં કેળા અહીંથી જાય છે. ખેડૂત દેસાઈ કહે છે કે, હું 15 વર્ષનો હતો ત્યારથી કેળાની ખેતી અને તેના માર્કેટીંગ અંગે કામ શરૂ કરી દીધું હતું. ભારતનું એકેય એવું ફ્રુટ માર્કેટ નહીં હોય તે જ્યાં કેળાના માર્કેટીંગ માટે નહીં ગયો હોઉં.

ભારતમાં આ એકમાત્ર ગામ 5 વખત કેળા પકવે

ખેડૂત ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે કે, પ્રથમ 10 મહિનાના પાકમાં એક એકરે 30 ટનનો ઉતારો મળે છે. ત્યાર પછીના 10 મહિનામાં 20-25 ટન અને  ત્રીજી વખત 26થી 28 ટન કેળા પાકે છે. એક જ કેળ પર એક્સપોર્ટ ક્વોલિટીના ત્રણ વખત કેળાનો પાક લે છે.  એક ખેડૂત કુટુંબ હેક્ટરે 2.50થી 3 લાખની કિંમતના કેળા પેદા કરે છે. 20 કિલો દીઠ 220-240 રૂપિયામાં ભરૂચના કેળા વેચાય છે. ઈઝરાયલથી ખાતર મંગાવે છે. ખાતર માટે સરકાર રૂ.27 હજાર  સબસિડી આપે છે.

એવોર્ડ

ધીરેન્દ્ર ભાઈને સૌથી વધું ઉત્પાદન મેળવવાનો આઇફા પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ 2017માં આપવામાં આવ્યો હતો. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તરફથી કોન્ફરન્સમાં આમંત્રિત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ ગુજરાત સરકારે આપ્યો છે. દિલ્હીની અમિતસિંઘ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકેના એવોર્ડ મળેલો છે. તેમને 9 રાષ્ટ્રીય એવોર્ડ અને 7 સ્થાનિક એવોર્ડ મળેલા છે. દેશના 145 ખેડૂતોને ભારત સરકારે દિલ્હી બોલાવેલા તેમાં ધીરેન્દ્રભાઈને પણ બોલાવેલા હતા.

ખોટની ખેતી

લોકડાઉનના કારણે દક્ષિણ ગુજરાતના 15 હજાર હેક્ટરમાં કેળા પકવતાં ખેડૂતો દેવાદાર બની ગયા છે. કેળાનો 20 કિલોનો ભાવ રૂ.60 થઈ ગયો હતો. ખરીદનાર જ કોઈ ન હતું.વલસાડના બારડોલીમાં ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટીંગ ફેડરેશન ખાતે કેળા ઉત્પાદિત બાગાયત સહકારી મંડળીની બેઠક મળી હતી. જેમાં કેળા પકવતાં ખેડૂતોની ખરાબ આર્થિક હાલ અંગે ચિંતા કરવામાં આવી હતી. સરકાર પાસેથી સહાય માંગી પણ મળી નથી. સહકારી મંડળી પાસે રોજ 1 હજાર ટન કેળા ત્યારે આવતાં હતા પણ વેચાણ માત્ર 400 ટન થતું હતું. લોકડાઉન પહેલા 20 કિલોના રૂ.140 હતો.  જે રૂ.60માં 20 કિલો વેચાતા હતા. કેળાનું 20 કિલોનું ઉત્પાદન ખર્ચ રૂ.80થી 100 આવે છે.

ભારતમાં ગુજરાતની સૌથી વધુ નિકાસ 

આજ સુધી ગુજરાત વર્ષોથી સૌથી ઓછી નિકાસ કરતું હતું. 2020માં દેશમાં સૌથી વધુ કેળાની નિકાસ કરી છે. વિશ્વમાં કેળા પેદા થાય છે તેમાં ભારતનો હિસ્સો 26 ટકા છે. 2019માં 29.72 મિલિયન ટન અને 2020માં 31 મિલિયન ટન કેળા પાકવાનો અંદાજ છે. ગયા વર્ષે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઉત્પાદનમાં આવી ગયું છે. ત્યાર બાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશમાં ક્રમ પ્રમાણે કેળા પાકે છે.

કેળાનો વૈશ્વિક વેપાર 10 હજાર મિલિયન યુએસ ડોલર છે. કેળાના ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે ત્યાર પછી ચીન, ફિલિપાઈન્સ, એક્વાડોર, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા દેશ આવે છે. વિશ્વમાં કેળાના કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 0.14 ટકા છે. સૌથી વધું કેળાની નિકાસ ઈક્વોડોર, ફિલિપાઈન્સ, ગ્વાટેમાલ, કોસ્ટરિકા છે. ભારત દ્વારા યુનાઇટેડ આરબ અમીરાતમાં 39%, સાઉદી અરેબિયામાં 13%, ઓમાનમાં 8%, કુવૈતમાં 6%, નેપાળમાં 17% નિકાસ થાય છે.

ગુજરાત સારી નિકાસ કરી શકે છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા 8 ફેબ્રુઆરી 2018માં જાહેરાત કરી હતી કે, 42 લાખ ટન કેળાના ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. 2018-19માં 70 હજાર હેક્ટરમાં 46 લાખ ટન કેળા પાક્યા હતા. છતાં ગુજરાતના 42 બંદરો પરથી કેળાની નિકાસ જોઈએ એવી થતી નથી. 2015ના ભાવ પ્રમાણે ભારતમાં 25-30 હજાર કરોડ રૂપિયાના અને ગુજરાતમાં 10 ટકા એટલે કે 3 હજાર કરોડ રૂપિયાના કેળા પાકતા હતા. ગુજરાતના કેળા રીટેઈલ ચેઈન વોલમાર્ટમાં ગુજરાતની એક કંપની મેગા સ્ટોર્સ સુધી પહોંચાડતી હતી.ભરૃચ જિલ્લો કેળાના ઉત્પાદનમાં વર્ષોથી મોખરે છે.

કેળાની જાતો

દક્ષિણ ગુજરાતના ભરુચ, નર્મદા, આણંદ વડોદરા, સુરત મળીને ગુજરાતના અડધા કેળા પાકવે છે. ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના હાઈબ્રિડ કેળા વધું પાકે છે. બીજા વિસ્તારોમાં રોબસ્ટા, રસ્થલી, પુવન, નેન્ડ્રન જાતિના કેળા ઉગાડવામાં આવે છે. દેશી જાત પણ છે. સોમનાથ મંદિરની આસપાસના ખેતરોમાં અને ચોરવાડમાં એલચી કેળા થાય છે. હાયબ્રિડ ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના કેળા વધું ઉગાડાય છે. મોટા ભાગે ટીસ્યુ કલ્ચર પર ખેડૂતો કેળાના બગીચા તૈયાર કરે છે.

આદિવાસી એક નવી દીશા

ગાંધીનગરના કૃષિ ભવનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના  કપરાડા તાલુકાના ખૂટલી ગામના 200 ખેડૂતો છે, તેમાં 80 ટકા આદિવાસી મહિલાઓ ટીસ્યુ કલ્ચરથી એક હેક્ટરે 42 ટન કેળા પકવે છે. કપરાડા તાલુકાના આમધા, જીરવલ , ઓઝરડા, વાડધા ગામ મળીને 15 ગામમાં એનાર્ડે ટ્રસ્ટના સહયોગથી ટીસ્યૂ કલ્ચર કેળની ખેતી થાય છે. ખૂટલી ગામ સાથે એક કંપની સાથે કરાર કરીને તમામ કેળા વિદેશ નિકાસ કરવાનું આયોજન કરાયું છે.

હવામાન પલટાને લીધે કેળાની ખેતી વધી હતી. હવે નેચર ક્લાઇમેટ ચેન્જ નામના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત વાતાવરણમાં પરિવર્તનથી 2050 સુધીમાં કેળાના ઉત્પાદનમાં ઘટાડો થશે. ભારત સહિત 10 દેશોમાં ભારે ઘટાડો થશે.

દેશમાં સૌથી વધું કેળા ગુજરાતમાં ખવાય છે

માથાદીઠ 23 કિલોનું ઉત્પાદન અને હેક્ટરે 35 હજાર કિલો કેળા ભારતમાં સરેરાશ પેદા થાય છે. ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ દીઠ 71 કિલો કેળાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 10 વર્ષમાં વ્યક્તિ દીઠ કેળાના ઉત્પાદનમાં 15 કિલોનો વધારો થયો છે. હેકટરમાં 36200 કિલો કેળાનો પાક. ભારતમાં ગ્રામીણ લોકો દર મહિને 2 કિલો કેળા ખાય છે અને શહેરી લોકો દર મહિને 4.50 કિલો કેળા ખાય છે. ગુજરાત સરકારે કેળાનું ઉત્પાદન અંગેનો એક અહેવાલ જારી કર્યો છે. ભારતમાં લોકો એક વર્ષમાં 23 કિલો કેળા અને ગુજરાતમાં 71 કિલો કેળા ઉગાડવામાં આવે છે. ગુજરાત પહેલાથી શાકાહારી ક્ષેત્ર છે.

કેટલું ઉત્પાદન

વર્ષ 2008-09માં, ખેડૂતોએ 35.72 લાખ ટન કેળાનું ઉત્પાદન કર્યું હતું, જે 2018-19માં 10 વર્ષમાં વધીને 46 લાખ ટન થયું છે. આ સીધો 1 મિલિયન ટનનો વધારો છે. આશરે 65.63 ટન કેળા પ્રતિ હેક્ટર પાક થાય છે.

કેળના બગીચા

2008 માં 61 હજાર હેક્ટરમાં કેળા ઉગાડવામાં આવી હતી જે 10 વર્ષ પછી 2018-19માં વધીને 70 હજાર હેક્ટરમાં પહોંચી છે. આમ, કેળાના વાવેતરના ક્ષેત્રમાં 14.75 ટકાનો વધારો થયો છે. ભારતમાં 8.58 લાખ હેક્ટરમાં કેળાના બગીચા છે.

કેળની ખેતીનો વિસ્તાર

ભરૂચ, આણંદ, સુરત અને વડોદરામાં કેળાનો મુખ્ય પાક છે. 2008-09માં આ 5 જિલ્લાઓમાં 31.61 લાખ ટન કેળાનું ઉત્પાદન થયું હતું. આ 5 જિલ્લાઓમાં 92% કેળાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. 2018-19માં નર્મદા, ભરૂચ, આણંદ, સુરત, વડોદરા, દાહોદ અને છોડા ઉદેપુર જિલ્લામાં 7 જિલ્લામાં કુલ 38 લાખ ટન કેળા હતા. બીજા ક્ષેત્રમાં કુલ ઉત્પાદન 46 લાખ ટનથી 8 લાખ ટન થયું હતું. જે આશરે 10 ટકા છે. આમ આ 7 જિલ્લાઓમાં 90% કેળા ઉગાડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં લગભગ 43.4343 લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે. એકલા સુરતમાં ખેડૂત જાણે છે કે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી બમણું કેળું ઉગાડવામાં આવે છે. ભરૂચમાં સૌથી વધુ 9 લાખ ટન કેળા પાકે છે. 8 લાખ ટન કેળા આણંદમાં, 6 લાખ ટન સુરત અને નર્મદામાં ઉગાડવામાં આવે છે.

About The Author

Top News

પુતિને સુખોઈ Su-57 ફાઈટર જેટના સંયુક્ત ઉત્પાદન માટે ભારતને આપ્યો પ્રસ્તાવ, કહ્યું- 'કોઈપણ પ્રતિબંધ નહીં રહે'

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને પાંચમી પેઢીના (5th Generation) અત્યાધુનિક સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઈટર જેટની ઓફર કરી છે. બંને...
World 
પુતિને સુખોઈ Su-57 ફાઈટર જેટના સંયુક્ત ઉત્પાદન માટે ભારતને આપ્યો પ્રસ્તાવ, કહ્યું- 'કોઈપણ પ્રતિબંધ નહીં રહે'

બંગાળમાં જે 63 લાખ લોકોના નામ SIRમાંથી કાઢી નખાયા તેમના રેશનકાર્ડ હવે રદ કરાશે

પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારે રાજ્યના તિજોરી પર વધતા નાણાકીય બોજને ઘટાડવા અને સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારને રોકવા માટે એક મોટી...
National 
બંગાળમાં જે 63 લાખ લોકોના નામ SIRમાંથી કાઢી નખાયા તેમના રેશનકાર્ડ હવે રદ કરાશે

યુનિફોર્મ પહેરેલા આર્મી કેપ્ટને હેલિકોપ્ટર સામે મંગેતરને પ્રપોઝ કર્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં, ભારતીય આર્મી એવિએશન કેપ્ટન ભરત ભારદ્વાજ એક...
National 
યુનિફોર્મ પહેરેલા આર્મી કેપ્ટને હેલિકોપ્ટર સામે મંગેતરને પ્રપોઝ કર્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ

મહિલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી, ચેટ કરતી અને પછી ઘરે બોલાવતી..., પછી અસલી ખેલ શરૂ થતો

એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. ફોન પરની વ્યક્તિની સામે એક સુંદર પ્રોફાઇલ ફોટો હતો. વાતચીત શરૂ થઈ, અને પછી ચેટ્સનો...
National 
મહિલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી, ચેટ કરતી અને પછી ઘરે બોલાવતી..., પછી અસલી ખેલ શરૂ થતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.