- Architechture
- એલ.ડી. એન્જીનિયરીંગ અને વિશ્વકર્મા કૉલેજને જીટીયુનો શ્રેષ્ઠ એવોર્ડ
એલ.ડી. એન્જીનિયરીંગ અને વિશ્વકર્મા કૉલેજને જીટીયુનો શ્રેષ્ઠ એવોર્ડ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના છેલ્લા ત્રણ વર્ષના એવોર્ડ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાંથી એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના યુનિટોને જીટીયુ તરફથી વર્ષ 2016-17 માટે શ્રેષ્ઠ એનએસએસ યુનિટ જાહેર કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવનારી અન્ય કૉલેજોમાં રાજકોટ, વડોદરા, વિસનગર અને પાટણની કૉલેજોના એનએસએસ યુનિટોનો પણ સમાવેશ થાય છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન મુજબ વાર્ષિક એવોર્ડ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં વર્ષ 2014-15, 2015-16 અને 2016-17 માટેના એવોર્ડ વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. આ એવોર્ડની કેટેગરીમાં શ્રેષ્ઠ એનએસએસ યુનિટ ઉપરાંત શ્રેષ્ઠ એનએસએસ પ્રોગ્રામ ઑફિસર, શ્રેષ્ઠ એનએસએસ વિદ્યાર્થી સ્વયંસેવક વગેરે કેટેગરીનો સમાવેશ થાય છે, એમ જીટીયુના રજીસ્ટ્રાર બિપીન જે. ભટ્ટે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સૂચનાઓ તેમજ એનએસએસના પ્રાદેશિક નિયામક કમલ કુમાર કરના માર્ગદર્શનથી છેલ્લા ત્રણ વર્ષમાં જીટીયુ એનએસએસ તરફથી ખૂબ મોટાપાયે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જીટીયુ એનએસએસ તરફથી એક સપ્તાહમાં 9000 શૌચાલયોનું નિર્માણ કરવાના કાર્યક્રમમાં આપવામાં આવેલા યોગદાનની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના વિદ્યાર્થી કુંજ પટેલનું માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં 19મી નવેમ્બર, 2016ના રોજ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું, એમ જીટીયુ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર કેપ્ટન સી.એસ. સંઘવીએ જણાવ્યું હતું.
શ્રેષ્ઠ એનએસએસ યુનિટ એવોર્ડ
વર્ષ 2014-15
(1) સાંકળચંદ પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, વિસનગર
(2) સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
વર્ષ 2015-16
(1) બી.એચ.ગાર્ડી ઈસ્ટીટ્યુટ્સ, રાજકોટ
(2) બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, વડોદરા
વર્ષ 2016-15
(1) વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, અમદાવાદ
(2) ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, પાટણ
(3) એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, અમદાવાદ
(4) લક્ષ્મી ઈન્સ્ટીટ્યુટ, સરીગામ
(5) બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્મસી
શ્રેષ્ઠ એનએસએસ પ્રોગ્રામ ઑફિસર એવોર્ડ
વર્ષ 2014-15
(1) રાકેશ પટેલ - સાંકળચંદ પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, વિસનગર
(2) આશિષ સોની બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્મસી, વડોદરા
વર્ષ 2015-16
(1) નિરવ મહેતા,બી.એચ. ગાર્ડી ઈન્સ્ટીટ્યુટ્સ, રાજકોટ
(2) ડૉ. કેયુર પટેલ,બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, વડોદરા
(3) નિકેત શાસ્ત્રી, સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
(3) હિતેશ ટેલર, એસ.એન. પટેલ ઈન્સ્ટીટ્યુટ, ઉમરખ
(4) લક્ષ્મી ડિપ્લોમા ઈન્સ્ટીટ્યુટ, સરીગામ
વર્ષ 2016-17
(1) અલ્પેશ દાફડા, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, અમદાવાદ
(2) પ્રો. એ.કે. ચૌધરી, ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, પાટણ
(3) ડૉ. સી.એસ. સંઘવી, એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, અમદાવાદ
(4) વિકાસ અગ્રવાલ, એસવીઆઈટી વાસદ
(5) રવિકૃષ્ણ પાંડે, લક્ષ્મી ઈન્સ્ટીટ્યુટ, સરીગામ
શ્રેષ્ઠ એનએસએસ વિદ્યાર્થી સ્વયંસેવક એવોર્ડ
વર્ષ 2014-15
(1) પ્રભાકરન, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, અમદાવાદ
(2) રોનક ડીડવાનીયા, એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, અમદાવાદ
(3) પરમાર નવદીપ, સાંકળચંદ પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, વિસનગર
(4) ડેનિશ સતાસિયા, સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
(5) શર્વિલ ક્રિશ્ચિયન, બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્મસી, વડોદરા
વર્ષ 2015-16
(1) ધ્રુવ પટેલ, બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, વડોદરા
(2) સિદ્ધાંત ઠક્કર, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, અમદાવાદ
(3) નિશિત રસ્તોગી, એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, અમદાવાદ
(4) મોહિત રાણીંગા, સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
(5) શંકર વાઘ, લક્ષ્મી ઈન્સ્ટીટ્યુટ, સરીગામ
વર્ષ 2016-17
(1) પ્રિંકિત પટેલ, બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી, વડોદરા
(2) આશલ સિદ્ધરાજ, ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, પાટણ
(3) પ્રિન્સ કાસુન્દ્રા, સાર્વજનિક કૉલેજ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી, સુરત
(4) કાઝી મોહમ્મદ ઉવેશ, બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્મસી, વડોદરા
શ્રેષ્ઠ એનએસએસ વિદ્યાર્થિની સ્વયંસેવક એવોર્ડ
વર્ષ 2015-16
(1) શિવાંગી પટેલ, એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, અમદાવાદ
(2) મેઘા પટેલ, સાંકળચંદ પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, વિસનગર
(3) વર્મા ચાંદની, બાબરીયા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્મસી, વડોદરા
વર્ષ 2016-17
(4) શિવાની રૂઘાની, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, અમદાવાદ
(5) વાળા કૃશાલી, ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજ, પાટણ
(6) ચૌધરી ઉત્સવીબેન, સાંકળચંદ પટેલ કૉલેજ ઑફ એન્જીનિયરીંગ, વિસનગર

