હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી... અશ્વિનના નિવેદનથી હંગામો, સોશિયલ મીડિયા પર વિવાદ

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે, ભારતીય ટીમે 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અશ્વિનના આ નિર્ણયથી ચાહકો ચોંકી ગયા. ગાબા ટેસ્ટ પછી અશ્વિન ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત ફર્યો હતો.

હવે રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના સંબોધન દરમિયાન અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું, 'મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ. હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તે એક સત્તાવાર ભાષા છે.'

અશ્વિનના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે, અશ્વિને આવા મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. એક યુઝરે લખ્યું, 'અશ્વિનને આવી વાત ન કરવી જોઈએ. મને આ ગમતું નથી. હું તેનો ચાહક છું. તમે જેટલી વધુ ભાષાઓ શીખો તેટલું સારું. આપણા ફોનમાં કોઈપણ ભાષાનો અનુવાદ ઉપલબ્ધ છે. સમસ્યા શું છે, ભાષાનો મુદ્દો લોકો પર છોડી દો.'

બીજા એક યુઝરે ટિપ્પણી કરી, 'અશ્વિન પહેલાથી જ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે કે, જ્યારે તમે તમિલનાડુની બહાર જાઓ છો અને હિન્દી નથી જાણતાં, ત્યારે જીવન કેટલું મુશ્કેલ હોય છે. શું આપણે આ શીખી ન શકીએ, જે ભારતના મોટાભાગના લોકો જાણે છે?'

DMKએ R. અશ્વિનના નિવેદનને સમર્થન આપ્યું છે. DAK નેતા TKS Elangovanએ કહ્યું, 'જ્યારે ઘણા રાજ્યો અલગ અલગ ભાષાઓ બોલે છે, ત્યારે હિન્દી કેવી રીતે સત્તાવાર ભાષા બની શકે?' જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ અપીલ કરી છે કે, ભાષા પર ચર્ચા ફરી શરૂ ન થવી જોઈએ. BJPના નેતા ઉમા આનંદને કહ્યું, 'DMK તરફથી તેમની પ્રશંસા કરવી નવાઈની વાત નહીં લાગે. હું તેમને પૂછવા માંગુ છું કે અશ્વિન રાષ્ટ્રીય ક્રિકેટર છે કે તમિલનાડુનો ક્રિકેટર છે.'

1930-40ના દાયકામાં, તમિલનાડુમાં શાળાઓમાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે લાગુ કરવા સામે ઘણો વિરોધ થયો હતો. દ્રવિડ ચળવળનો ઉદ્દેશ્ય તમિલ ભાષાને પ્રોત્સાહન આપવાનો અને તમિલ બોલનારાઓના અધિકારોનો દાવો કરવાનો હતો. આ ચળવળે હિન્દી ભાષાના વિરોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. DMK, AIADMK જેવા દ્રવિડિયન રાજકીય પક્ષો લાંબા સમયથી હિન્દીને બદલે તમિલ ભાષાના ઉપયોગની હિમાયત કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, હિન્દીને પ્રોત્સાહન આપવાથી તમિલ જેવી પ્રાદેશિક ભાષાઓની સ્થાનિક ઓળખ ખૂણામાં ધકેલાઈ જશે.

અહીં તમને જણાવી દઈએ કે, હિન્દીને 14 સપ્ટેમ્બર 1949ના રોજ સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો. આ પછી, 1953થી, સત્તાવાર ભાષા પ્રમોશન સમિતિએ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસનું આયોજન કરવાનું શરૂ કર્યું. તેની વિવિધતાને કારણે, ભારતમાં કોઈ રાષ્ટ્રીય ભાષા નથી, પરંતુ સરકારી કચેરીઓમાં કામકાજ માટે ભાષાકીય આધાર બનાવવા માટે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બંધારણના ભાગ 17માં આ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ભારતના બંધારણના ભાગ XVIIના અનુચ્છેદ 343(1)માં જણાવાયું છે કે દેશની સત્તાવાર ભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.