- Assembly Elections 2022
- શિક્ષણના મુદ્દા પછી હવે કેજરીવાલ ગુજરાતમાં આ મતદારોને ટાર્ગેટ કરશે
શિક્ષણના મુદ્દા પછી હવે કેજરીવાલ ગુજરાતમાં આ મતદારોને ટાર્ગેટ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ બધી પાર્ટીઓ કરી રહી છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસ પોતાના પરંપરાગત વોટબેંકને સાધવામાં લાગી ગઇ છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાની નવી વોટબેંક ઊભી કરવામાં પ્રયત્નશીલ છે.
આમ આદમી પાર્ટીની હજુ કોઇ વોટબેંક ગુજરાતમાં નથી પરંતુ તેણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામે તમામ બેઠકો પર લડવાની જાહેરાત કરી છે. અગાઉ સુરતમાં પાલિકાની ચૂંટણીઓમાં 27 કોર્પોરેટરો ચૂંટાઇ આવતા પાર્ટીને મોટી આશા જાગી છે. એટલે પહેલા શિક્ષણનો મુદ્દો ઉચકીને કેજરીવાલે ગુજરાતના વાલીઓએ સાધવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હીની શાળાઓ આખા દેશમાં એક મોડેલરૂપ છે તેવું જણાવીને ખાસ્સો પ્રચાર કર્યો હતો.
હવે પંજાબ જેવા કૃષિપ્રધાન રાજ્યમાં કેટલાક નિર્ણયો લીધા પછી હવે તેને ગુજરાતમાં પણ લાગુ કરવાની તૈયારી પાર્ટી કરી રહી છે. કારણ કે ખેડૂતોની વોટબેંક મોટી છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવી જેવા ખેડૂતોના મુદ્દાઓ ઉપાડનાર પત્રકારને પાર્ટીમાં શામેલ કર્યા છે. આ ઉપરાંત સાગર રબારી જેવા ખેડૂત નેતાને પણ શામેલ કર્યા છે.
આમ આદમી પક્ષ પંજાબના કૃષિ ક્ષેત્રને દેશ સમક્ષ એક મોડેલ તરીકે રજૂ કરશે. ગુજરાતની ચૂંટણીમાં પંજાબની સરકારે લીધેલા નિર્ણયોના આધારે પહેલું મોડેલ રજૂ કરશે.
કેજરીવાલે ખેડૂત હિતકારી નિર્ણયો લેવા બદલ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની પણ પ્રશંસા કરી હતી. કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ખેતી ખૂબ મોટો મુદ્દો છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે જે રીતે અમે દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય અને વીજળી ક્ષેત્રને મોડેલ તરીકે રજૂ કર્યા છે તે જ રીતે અમે પંજાબના કૃષિ ક્ષેત્રને દેશની સામે મોડેલ તરીકે રજૂ કરીશું.
કેજરીવાલ કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે એક વર્ષ સુધી ચાલેલા આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માન અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ હાજર હતા.
ખેડૂતોની આવક વધારવી એ મોડેલની પ્રાથમિકતા રહેશે. ખેડૂતો આત્મહત્યા અને દેવાની જાળમાં ફસાતા બચાવવા એ આવક વધારવી તે એકમાત્ર રસ્તો છે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
