- Gujarat
- દેવાયત ખવડ કેવી રીતે પકડાયો? શું છે તેના પર કેસ
દેવાયત ખવડ કેવી રીતે પકડાયો? શું છે તેના પર કેસ
ગુજરાતના ડાયરાના કલાકાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડની પોલીસે તેના જ ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી છે. અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કર્યા પછી દેવાયત તેના સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો.
પોલીસે CCTVના આધારે શોધી કાઢ્યુ હતું કે, દેવાયત અને તેના સાથીઓ સુરેન્દ્ર નગરના દુધઇમાં આવેલા દેવાયતના ફાર્મ હાઉસમાં છુપાયા છે. પોલીસે દેવાયત સહિત 6ની ધરપકડ કરી હતી.
12 ઓગસ્ટના દિવસે દેવાયત ખવડ અને તેના સાથીઓએ તાતાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના ધૃવરાજ સિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો અને ધ્રૃવની કારને ટક્કર મારીને સોનું અને રોકડા લૂંટી ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રવિવારે સાંજે ગીર સોમનાથ LCB પોલીસ દેવાયત અને 6 જણાને લઇને SP ઓફિસ પહોંચ્યા હતા.
આ ઘટના સનાથલ અમદાવાદના રહેવાસી ધુવરાજસિંહ ચૌહાણની ફરિયાદ પર આધારિત છે. ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેમના 12થી 15 સાથીદારોએ ગાડી ભટકાડી, મારામારી કરી, હથિયાર બતાવ્યા અને લૂંટ પણ કરી હતી. આ ઘટના સાસણ નજીક બની હતી. મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે સનાથળ ખાતે થયેલા એક ડાયરા કાર્યક્રમમાં કલાકાર મોડા પહોંચતા માથાકૂટ થઈ હતી. સોશિયલ મીડિયા પર ફરિયાદી દ્વારા વારંવાર રીલ મુકવામાં આવતી હતી. જેના કારણે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલતા હતા. ફરિયાદીએ સોશિયલ મીડિયામાં પોતાનું સ્ટેટસ મૂક્યું હતું કે તેઓ સાસણમાં છે, જેના આધારે આરોપીઓએ પોતાનો બદલો લેવાના ઈરાદા સાથે વાહનો અને સાથીદારો ભેગા કરી આ ગુનો કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું જણાય છે.
https://twitter.com/nirbhaynews1/status/1957296552868790548
આ ફરિયાદના આધારે ગીરસોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો બનાવી, જેમાં એલસીબીની બે ટીમ, એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમનો સમાવેશ થાય છે. આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા શાસણની આજુબાજુ લોકેશન મળતા હતા, કારણ કે આરોપીઓએ મોબાઈલ ફોન ફેંકી દીધા હતા. પોલીસે વાહનોના માલિકોની પૂછપરછ કરી અને તેમના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી. ગુનામાં વપરાયેલા બે વાહનો અન્ય જિલ્લાના હતા, એક અમરેલી અને બીજું રાજકોટ/બનાસકાંઠા પાસિંગનું હતું. ધરપકડ બાદ આરોપીઓને તલાળા પોલીસ સ્ટેશન ખાતે ઓળખ પરેડ બાદ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. આજે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.

