- Assembly Elections 2023
- રિસોર્ટ તૈયાર, DyCMએ કહ્યું- હાઇકમાન કહે તો પાંચેય રાજ્યના MLAને સંભાળી લઈશ
રિસોર્ટ તૈયાર, DyCMએ કહ્યું- હાઇકમાન કહે તો પાંચેય રાજ્યના MLAને સંભાળી લઈશ

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થવાના છે, પરંતુ એ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલે પાર્ટીઓની ચિંતા વધારી દીધી છે.એક્ઝિટ પોલમાં આમ તો છત્તીસગઢમાં કોંગ્રેસ જીતે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જીતનું અંતર પાતળું હોય શકે છે. એવા સંજોગોમાં અપક્ષ, બળવાખોરો અને પ્રાદેશિક પાર્ટી પર બધાની નજર રહેશે. કોંગ્રેસના ધારાસભ્યો તુટીને બીજી પાર્ટીમાં ન ચાલ્યા જાય તેની કોંગ્રેસને ચિંતા છે.
એવામાં કોંગ્રેસે છત્તીસગઢના ધારાસભ્યોને હોર્સ ટ્રેડીંગથી બચાવવા 72 ચાર્ટડ પ્લેન બુક કરાવી દીધા છે અને બધાને બેંગલુરુ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન કર્ણાટકમાં રિઝલ્ટ પહેલા રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ગયું છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે કહ્યું કે, હાઇકમાન્ડ કહે તો પાંચેય રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યોને હું સંભાળી શકુ છું.
Related Posts
Top News
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Opinion
