- National
- સ્કૂલમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારીને માસિક ધર્મની તપાસ! પ્રોજેક્ટર પર લોહીના ડાઘ બતાવીને..
સ્કૂલમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારીને માસિક ધર્મની તપાસ! પ્રોજેક્ટર પર લોહીના ડાઘ બતાવીને..

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે દરેક સંવેદનશીલ દિલને હચમચાવી નાખ્યું છે. શિક્ષણના મંદિર તરીકે ઓળખાતી શાળામાં માસૂમ છોકરીઓને જે શરમ અને અપમાનના જે ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવી હતી તે કોઈ દુર્ઘટનાથી ઓછી નથી. આ મામલો શાહપુર તાલુકામાં એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાનો છે, જ્યાં મંગળવાર 9 જુલાઈના રોજ વૉશરૂમમાં લોહીના ડાઘ મળ્યા બાદ જે કંઈ થયું તે કાયદા, નૈતિકતા અને માનવતા ત્રણેયની મજાક હતી.
જ્યારે વૉશરૂમમાં લોહી દેખાયું, તો શાળાના આચાર્યએ તપાસ કર્યા વિના માની લીધું કે કોઈ વિદ્યાર્થિની જવાબદાર છે. પછી શું હતું. ધોરણ 5-10 સુધીની બધી વિદ્યાર્થિનીઓને હોલમાં એકઠી કરવામાં આવી. હોલમાં લાગેલી સ્ક્રીન પર ફ્લેશ થઈ વૉશરૂમના લોહીથી લથપથ તસવીરો. અને પછી પૂછવામાં આવ્યું કે, ‘કોને પીડિયડ છે?’ જે છોકરી ડરતી-ડરતી હાથ ઉઠાવતી ગઈ, તેમના નામ, અંગૂઠાના નિશાન અને ડિટેલ્સ નોંધવામાં આવી. આરોપ છે કે જે વિદ્યાર્થિનીઓએ હાથ ન ઉઠાવ્યા, તેમને વૉશરૂમમાં જઈને કપડાં ઉતારાવીને તપાસ કરવામાં આવી. એક છોકરીએ પોતાની માતાને કહ્યું કે, તેમણે અમારા કપડાં ઉતારાવ્યા... અને જોયું કે અમને પીરિયડ છે કે નહીં.

કેટલીક છોકરીઓએ ખાવાનું છોડી દીધું, ઘણી શાળાએ જવા તૈયાર નથી. ઘટનાના બીજા જ દિવસે માતા-પિતા શાળાએ પહોંચ્યા અને શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે સ્કૂલ પ્રશાસન અને ટ્રસ્ટ સામે કડક કાર્યવાહીની માગ કરી. બાદમાં, પોલીસે આચાર્ય, એક પટાવાળા, 2 શિક્ષકો અને 2 ટ્રસ્ટીઓ સામે POCSO એક્ટ અને IPCની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો. 2ની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ ચાલી રહી છે અને તમામ ડિજિટલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસના કોંકણ રેન્જના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં શાળાના આચાર્ય અને એક પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ એક મોટો સવાલ એ છે કે શું આવી શાળાઓ બાળકોને ફરીથી 'સુરક્ષિત' માહોલ પૂરો પાડી શકે છે?

એ સવાલ જેના જવાબ જરૂરી છે
શું પીરિયડ અત્યારે પણ ‘તથ્ય-તપાસ’નો વિષય છે?
શું સંવેદનશીલતા શાળા પ્રશાસન તાલીમમાં સામેલ નથી?
શું ટ્રસ્ટોને હજી પણ શાળા ચલાવવાની મંજૂરી આપવી જોઈએ?
જ્યારે વિદ્યાર્થીનીઓને પીરિયડ બાબતે જાગૃત કરવી જોઈતી હતી, તેની જગ્યાએ તેમને શરમસર કરવામાં આવી?
શું આપણી શિક્ષણ પ્રણાલી અત્યારે પણ છોકરીઓને અપરાધભાવ શીખવી રહી છે?
આ આપણી સામાજિક માનસિકતાનો ગંદો પડ છે, જેને હવે સાફ કરવો ખૂબ જ જરૂરી છે. જે છોકરીઓ જ્ઞાન લેવા ગઈ હતી, તેમના હિસ્સામાં ગર્ભ અને શરમ કેમ આવી? શરમ આવે છે કે 2025માં પણ માસિક ધર્મને અપમાન સમજવામાં આવે છે અને છોકરીઓને તેમના કપડાં ઉતારાવીને 'પુરાવા' એકત્રિત કરવામાં આવે છે.
Related Posts
Top News
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Opinion
