- Astro and Religion
- આ રત્નને ધારણ કરવાથી કુંડળીના અશુભ ગ્રહો પણ થશે શુભ
આ રત્નને ધારણ કરવાથી કુંડળીના અશુભ ગ્રહો પણ થશે શુભ
વ્યક્તિના જીવનમાં આવવાવાળી સમસ્યાઓનુ 50 ટકા સમાધાન જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવેલ ગ્રહ પ્રયોગોને કરવાથી થઇ જાય છે. જો કોઇને એક પછી એક સમસ્યાઓએ ચારે બાજુથી ઘેરી લીધા છે તો, તેનાથી નિકળવાના તેમના પ્રયાસ પણ અસફળ થઇ રહ્યા છે તો ગભરાવા કે હિંમત હારવાની જગ્યાએ એકવાર જરુર જ્યોતિષના આ ઉપાયનો પ્રયોગ કરો.
જ્યોતિષ અનુસાર જો કોઇ વ્યક્તિની કંડળીમાં સૂર્ય નબળો છે તો, તેના કારણે પણ તેને આર્થિક સમસ્યાના સિવાય પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવા વ્યક્તિ સૂર્યને મજબૂત કરવા માટે 7 અથવા 9 રત્તીના માણેક રત્નને સોનામાં અથવા પછી તાંબાંની વિંટીમાં બનાવીને શુક્લ પક્ષમાં રવિવારના દિવસે પુષ્પ યોગમાં કોઇ અભિમંત્રિત અથવા સિધ્ધ કરાવી દો અને જમણા હાથની અનામિકા આંગળીમાં ધારણ કરો. જલ્દી જ સમસ્યાઓ નો અંત આવશે.
જો કોઇનો ચંદ્ર નબળો છે તો સોમવારના દિવસે રોહિણી નક્ષત્ર ચાંદીની વિંટીમાં 5 રત્તીનો મોતી બનાવીને જમણા હાથની સૌથી નાની આંગળીમાં ધારણ કરવાથી કુંડળીમાં ચંદ્ર શક્તિશાળી થઇ જશે.
જો કોઇ વ્યક્તિ મંગળ ગ્રહના કારણે મુશ્કેલીમાં છે તો મંગળ શક્તિશાળી બનાવવા માટે 5 રત્તીના મૂંગા રત્ન સોના અથવા તાંબાની વિંટીમાં જડાવીને શુક્લ પક્ષના મંગળવારે સૂર્યોદયના સમયે અનુરાધા નક્ષત્રમાં ધારણ કરો.
બુધ ગ્રહની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 7 રત્તીનો મયુર પંખના સમાન રંગ વાળા પન્ના રત્ન ધારણ કરો. એવી માન્યતા છે કે આ રત્નને ધારણ કરતા જ લાભ થવા લાગશે.
ગુરુ માટે પોખરાજ રત્ન સૌથી ઉત્તમ છે. પોખરાજ રત્ન 5, 7, 9 અથવા 11 રત્તીનો સોનાની વિંટીમાં જમણા હાથની અનામિકા આંગળીમાં ગુરુ પુષ્ય નક્ષત્રમાં ઠીક સૂર્યાસ્ત સમયે ધારણ કરવાથી વ્યક્તિ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
શુક્ર ગ્રહને શક્તિશાળી બનાવવા માટે ઓછામાં આછા 2 કેરેટનો હીરો રત્ન મૃગશિરા નક્ષત્રમાં ડાભા હાથની મધ્યની આંગળીમાં ધારણ કરો. સંતાન અથવા વિવાહ વગેરેની સમસ્યાઓ દૂર થઇ જાય છે.
શનિ ગ્રહની શાંતિ માટે નિલમ રત્ન સૌથી વધુ લાભકારી છે. 5,7 અથવા 9 રત્તીનો નિલમ રત્ન શનિવારના દિવસે શ્રવણ નક્ષત્રમાં પંચધાતુથી બનેલી વીંટીને સીધા હાથની મધ્યની આંગળીમાં ધારણ કરવાથી શનિ સંબંધી પરેશાની પૂરી થઇ જાય છે.
કુંડળીમાં રાહુની ઉલટી ચાલને સીધા કરવા માટે 6 રત્તીનો ગોમેદ રત્ન ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બુધવાર અથવા શનિવારે પંચધાતુની વિંટીમાં ધારણ કરવાથી રાહુનો ખરાબ પ્રભાવ નથી પડતો.
કેતુ ગ્રહની શાંતિ માટે 6 રત્તીનો લસણિયો રત્ન ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદયથી પૂર્વ પંચધાતુની વિંટી બનાવીને જમણા હાથની મધ્યની આંગણીમાં ધારણ કરો.

