- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ: 20-08-2025
વાર: બુધવાર
આજની રાશિ મિથુન સાંજે 6:35 પછી કર્ક
ચોઘડિયા, દિવસ
લાભ 06:20 - 07:55
અમૃત 07:55 - 09:31
કાળ 09:31 - 11:06
શુભ 11:06 - 12:42
રોગ 12:42 - 14:17
ઉદ્વેગ 14:17 - 15:53
ચલ 15:53 - 17:28
લાભ 17:28 - 19:04
ચોઘડિયા, રાત્રિ
ઉદ્વેગ 19:04 - 20:28
શુભ 20:28 - 21:53
અમૃત 21:53 - 23:17
ચલ 23:17 - 24:42
રોગ 24:42 - 26:07
કાળ 26:07 - 27:31
લાભ 27:31 - 28:56
ઉદ્વેગ 28:56 - 30:20
રાહુ કાળ 12:42 - 14:17
યમ ઘંટા 07:55 - 09:31
મેષ - બપોર પછી ધંધામાં સહાનુકુળતા રહે, પારિવારિક ચિંતા રહ્યા કરશે, ભગવાન નારાયણનું સ્મરણ કરી દિવસ શરૂ કરો.
વૃષભ - તમે આર્થિક દૃષ્ટિઍ હજી વધારે ધ્યાન આપો, તમે ધાર્મિક કાર્યમાં આજે ભાગ લઈ શકશો, માં કુળદેવીનું સ્મરણ કરી દિવસનો આરંભ કરો.
મિથુન - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને, નોકરી ધંધામાં વધુ મહેનત માંગતા આજના દિવસમાં પિતૃઓના આશીર્વાદ લઈ બહાર નીકળો.
કર્ક - કોર્ટ કચેરીના કામમાં વધુ કાળજી લેવી, માનસિક અશાંતિથી પોતાને દૂર રાખો, આજે દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.
સિંહ - બાળકોના કામમાં ધ્યાન આપી શકશો, નોકરી ધંધામાં આજે સારો દિવસ, શિવ મંત્રના જાપ આજે અવશ્ય કરજો.
કન્યા - નોકરી ધંધામાં આજે અરુચિ ન આવે ધ્યાન રાખવું, તમારી પ્રતિ લોકોનું વલણ આજે સારું થશે, આજે માં જગદમ્બાનું સ્મરણ કરી કામ શરૂ કરો.
તુલા - વ્યર્થના ભ્રમણને ટાળવું, તમારા સંબંધો મજબૂત બને, તમારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.
વૃશ્ચિક - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરો, અકારણના ભયથી મનને દૂર રાખો, આજે તમે કૂતરાને કઈ પણ ખવડાવો.
ધન - ભાગીદારી ના કામમાં પ્રગતિ આવે, બહારનો ખોરાક આજે ટાળવો, ઘરેથી નીકળતા આજે ગાય માતાના દર્શન કરશો, દિવસ આનંદમાં રહેશે.
મકર - તમારા શત્રુઓથી સાવચેત રહો, તબિયતની કાળજી લેવી જરૂરી, દિવસમાં આજે ગરીબને દાન અવશ્ય કરવું.
કુંભ - શરદી ખાંસી માથાની સમસ્યા રહે, કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપો સફળતા મળશે, આજે પાણિયારે હાથ જોડી ઘરની બહાર નીકળજો.
મીન - કામ ધંધામાં આજે ધરેલી પ્રગતિ કરી શકશો, વિદ્યા અભ્યાસ અંગે ચિંતા રહેશે, માં સરસ્વતીનું ધ્યાન કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

